SearchBrowseAboutContactDonate
Page Preview
Page 579
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કહ્યું. એમના કથનમાં શાસ્ત્રનો પ્રચંડ સંગ્રહ છે, વ્યવસ્થાની પ્રતિભા છે અને અભ્યાસની જાગૃતિ છે. એમણે મળેલ વારસામાં આટલો ઉમેરો કર્યો. દરેક આચાર્ય પદે આવનારે તેમ કરવું ઘટે. x x x ૪૫૪ ૧૦૧૨. ‘મહારાજશ્રીએ જે બહુશ્રુતપણાની ગંગા શરૂ કરી છે તે નવી પરિસ્થિતિ જોતાં માત્ર ગંગોત્રી છે અને સંપ્રદાયની ભૂમિકા ઉપર ઉભા રહી તેમણે જે સંશોધનવૃત્તિ તેમજ ઐતિહાસિક વૃત્તિ દાખવી છે તે ભાવી સંશોધકો અને ઐતિહાસિકોને ઇતિહાસનો મહેલ બાંધવા માટે પાયામાં મૂકાતા એક પત્થરની ગરજ પૂરી પાડે છે. સંશોધનો, ઐતિહાસિક ગવેષણાઓ અને વિદ્યાઓ કયાં પૂરી થાય છે તે કોઈ ન જ કહી શકે. તેથી તે દિશામાં સમગ્ર પુરુષાર્થ દાખવી પગલું ભરનારનો નાનકડો શો ફાળો પણ બહુ જ કિમતી ગણાવો જોઇએ. આ દૃષ્ટિએ ‘અજ્ઞાન તિમિર ભાસ્કર’ ઉ૫૨ વિશેષ કામ કરવા ઇચ્છનાર પ્રૌઢ સંશોધક અને ઐતિહાસિકને પુષ્કળ અવકાશ છે. ૩૫૪૩ ૧૦૧૩. હવે આપણે આત્મારામજીની બદલીમાં ચીકાગો વિશ્વધર્મ પરિષદ્માં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે તેમની પાસેથી ધર્મજ્ઞાન મેળવી જનાર અને ત્યા આદર મેળવનાર જૈન ગ્રેજ્યુએટ વીરચંદ રાઘવજી ગાંધીનો પરિચય કરીશું. વીરચંદ રાઘવજી ગાંધી (ત્રોટક) ૫૨માર્થિક તા૨ક મધ્યમણી, વળી દુર્જન ઘૂઅડ દિનમણી, વીરચંદ્ર સુધાર્મિક ચંદ્રમણી, જય રાઘવજીસુત રત્નમણી. વિચરી ધીર વીર વિદેશભણી, પરણી કીરિત કમળા રમણી, ૨મણીક પ્રભાવિક પૂજ્ય ઘણી, જય રાઘવજીસુત રત્નમણી, કરિયાણક તર્ક વિતર્ક તણાં, મતિમાંદ્યથી ભેળમસેળ ઘણાં, કરી શુદ્ધ ધર્યાં ખુબી ગાંધી તણી, જય રાધવજીસુત રત્નમણી. - સ્વ. ડાહ્યાભાઇ ધો. ઝવેરી. ૧૦૧૪. જન્મ કાઠિયાવાડના ભાવનગર પાસેના મહુવા ગામમાં સં. ૧૯૨૦માં (૨૫-૮-૧૮૬૪ દિને) ગરીબ પણ કુલીન ગૃહમાં થયો. પિતાનું નામ રાઘવજી. ભાવનગરમાં અભ્યાસ કરી સોળમે વર્ષે મેટ્રિક મુંબઇમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણી વીસ વર્ષની વયે બી. એ. થયાં. સં: ૧૯૩૮-૩૯ માં સ્થપાયેલ જૈન એસોસિયેશન ઑફ ઇંડિયાનું મંત્રીપદ પોતાને સં. ૧૯૪૧માં મળતાં સાંસારિક ધાર્મિક અને રાજકીય સુધારા-અનેક વિષયો પર થતી ભાષણશ્રેણીમાં ભાષણો આપ્યાં. ૧૯૪૨માં હુકમમુનિ સંબંધી વિચાર થયો. શત્રુંજય પર કોઇએ ખોદી નાંખેલી જૈન પાદુકા સંબંધી વિવાદ પાલીતાણાના ઠાકોર સુરસિંહજી સાથે થતાં તેમાં વીરચંદભાઇએ પુષ્કળ મહેનત લીધી. આખરે ૫૪૩. સુવિચારક પંડિત શ્રી સુખલાલજીના ‘શ્રી આત્મારામજી જયંતી પ્રસંગે કંઈક વક્તવ્ય' એ નામના સં. ૧૯૮૫ના જ્યેષ્ઠના જૈનયુગના અંક પૃ. ૩૯૭-૮માં પ્રસિદ્ધ થયેલા લેખમાંથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy