SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૦૦૭ થી ૧૦૧૧ આત્મારામજી, વીરચંદ રાઘવજી ૪૫૩ આત્માનંદ પ્રકાશનું નામનું માસિક ૨૮ વર્ષથી ચાલુ રાખ્યું છે. (આચાર્યનું વિશેષ વૃત્તાંત જોવું હોય તો તત્ત્વનિર્ણય પ્રાસાદની ભૂમિકામાં આપેલ ચરિત્ર પૃ. ૩૩ થી ૮૩, અને જૈન છે. કૉન્ફરન્સ હેૉલ્ડ પુ. ૯ અંક ૮-૯ નો પર્યુષણ અંક પૃ. ૪૬૧ થી ૪૭૫.) ૧૦0૯. યશોવિજય ઉપાધ્યાય પછી શ્રુતાભ્યાસ બંધ પડયા જેવો હતો તે આત્મારામજી મહારાજે શરૂ કર્યો અને બહુશ્રુતપણાનું સ્થાન સંભાળી લીધું. ત્યારથી એટલે લગભગ દોઢસો વર્ષના ઇતિહાસમાં શ્વેતાંબર કે દિગંબર બંને પંથમાં એક મહાન્ વિભૂતિ આત્મારામજીજ નજરે આવે છે; તેમને આ દરજજો પ્રાપ્ત થયાનાં ખાસ વિશિષ્ટ કારણો છે :- તેમનામાં અડગ શ્રદ્ધા, શાસન પ્રત્યે અનુરાગ હતાં પણ વિશિષ્ટ કારણ એ કે તેમણે બુદ્ધિદ્વાર ખુલ્લું મૂકયું અને મેળવી શકાય તેટલાં સમગ્ર જ્ઞાનને મેળવવા પુરુષાર્થ કયોં. તેમણે પોતાની બુદ્ધિને શાસ્ત્રવ્યાયામની કસોટીએ જિંદગીભર કસી અને જે વખતે છાપેલાં પુસ્તકો બહુ જ ઓછાં હતાં તે વખતે અત્યારના જમાનાનો માણસ કલ્પી ન શકે તેટલાં જૈન જૈનેતર દર્શનોનાં અનેક વિષયોનાં સંખ્યાબંધ પુસ્તકો વાંચી કાઢ્યાં. જે વખતે જૈન પરંપરામાં ઐતિહાસિક દૃષ્ટિ આવી ન હતી અને જૈન પુસ્તકો ઉપરાંત શિલાલેખો, તામ્રપત્રો, ભૂગોળ, ભૂસ્તર આદિ વિદ્યાઓને પણ બહુશ્રુતપણામાં સ્થાન છે એ કલ્પનાજ જાગી ન હતી તે વખતે મળેલાં બધાં સાધનો જાણી ઐતિહાસિક દૃષ્ટિએ જૈનદર્શનની પ્રાચીનતા અને મહત્તા સ્થાપિત કરવાનો પ્રયત્ન એમણે જ પહેલવહેલાં કર્યો હતો. એમનું આશ્ચર્ય પમાડે એવું વિશાળ વાચન, અદ્ભુત સ્મરણશક્તિ અને ઉત્તર આપવાની સચોટતા એમનાં સ્મરણીય પુસ્તકોમાં પદે પદે દેખાય છે. એ જ બુદ્ધિયોગે તેમને વિશિષ્ટ દરજ્જો આપ્યો છે. ૧૦૧૦. “તેમનામાં બુદ્ધિયોગ ઉપરાંત એક બીજું તત્ત્વ જે હતું તેણે તેમને મહત્તા અર્પે છે. આ તત્ત્વ તે તત્ત્વપરીક્ષક શક્તિનું અગર તો ક્રાંતિકારિતાનું. ઘણાં વર્ષ અપાર પૂજાના ભાર નીચે એક સંપ્રદાયમાં બદ્ધ થયા પછી તેને કાંચળીની માફક ફેંકી દેવાનું સાહસ એ એમની ક્રાંતિકારિણી શક્તિ સૂચવે છે. એમના આત્મામાં કોઈ એવી સત્યશોધક શક્તિ હોવી જોઈએ કે જેણે તેમને રૂઢિના ચીલા ઉપર સંતુષ્ટ રહેવા ન દીધા, એમનું જીવન બીજાં ત્રીશેક વર્ષ લંબાયું હોત તો તેમની ક્ષત્રિયોચિત ક્રિાંતિકારિણી પ્રકૃતિએ તેમને કઈ ભૂમિકાએ પહોંચાડ્યા હોત એની કલ્પના કરવી એ કઠણ છે પણ એટલું તો એમના તરવરતા જીવનમાંથી ચોખ્ખું દેખાય છે કે તેઓ એકવાર પોતાને જે સારું લાગે તેને કહેવા અને આચરવામાં કોઈ મોટા ખાનખાનાની પરવા કરે કે પ્રતિષ્ઠાથી લલચાઈ જાય તેવા ન હતા. ૧૦૧૧. “જૈનશ્રુતનો જે વારસો મળ્યો તે જ વારસો સંભાળી બેસી રહ્યા હોત અને બહુશ્રુત કહેવાયા હોત તો પણ તેમનું આ સ્થાન નહોત. એમણે દેશકાળની વિદ્યાસમૃદ્ધિ જોઈ, નવાં સાધનો જોયાં અને ભાવિની જોખમદારી જોઈ, અને આત્મા તનમની ઉઠયો. તે સાથે જ તે માટે જેટલું પોતાથી થઇ શકે તે કરવા મંડ્યા. એમણે વેદો વાંચ્યા, ઉપનિષદો જોયાં, શ્રૌતસૂત્રો સ્મૃતિઓ અને પુરાણોનું પારાયણ કર્યું, સામયિક નવું ઉદ્ભવતું સાહિત્ય જોયું, મૃત અને જીવતી બધી જૈન શાખાઓનું સાહિત્ય, તેમનો ઇતિહાસ અને તેમની પરંપરાઓ જાણી, અને ત્યારબાદ પોતાને જે કહેવું હતું કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy