SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ છે કે જે આ વૃત્તાંતને મોખરે મૂકવામાં આવેલ છે; તે ઉપરથી તેમજ તેના ઉપોદ્ઘાતમાં કરેલા ઉલ્લેખથી સમજાય તેમ છે કે તે વિદ્વાન્ પર મહારાજશ્રીએ કેટલો બધો પ્રભાવ પાડ્યો હતો. પછી બીજી વખત ગૂજરાત કાઠિયાવાડ મારવાડ આદિ દેશમાં વિચરી દિલ્લી થઈ પુનઃ પંજાબમાં પધાર્યા. ત્યાં લુધિયાનામાં આર્યસમાજ વગેરે લોક સાથે ચર્ચા કરી. સં. ૧૯૪૮માં અમૃતસરમાં અરનાથ જિન પ્રતિષ્ઠા કરી અને જૈનમતવૃક્ષનું પુનઃ સંસ્કરણ કર્યું. પટ્ટીમાં ચતુર્થસ્તુતિ નિર્ણયનો બીજો ભાગ અને નવપદ પૂજાની રચના કરી. તે વર્ષમાં જીરામાં ચિંતામણિ પાર્શ્વનાથની અને હુશીયારપુરમાં વાસુપૂજ્ય ભ.ની પ્રતિષ્ઠા કરી. ૧૯૫૦ માં ચીકાગોની વિશ્વધર્મ પરિષદ તરફથી ત્યાં આવવા નિમંત્રણ થયું. પરંતુ પોતાની સાધુવૃત્તિમાં ખલેલ આવે તેથી ત્યાં જવાની અશકયતાને કારણે જૈન ગ્રેજ્યુએટ વીરચંદ રાઘવજી ગાંધીને ત્યાં મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. વીરચંદે મહારાજ પાસે આવી જૈનધર્મ સંબંધીનું ધ્યાન પ્રશ્નો દ્વારા લીધું અને તે ચીકાગો પ્રશ્નોત્તર એ નામના પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયેલ છે. તે ધર્મસમાજના અહેવાલમાં આ આચાર્યના ફોટા નીચે જણાવવામાં આવ્યું કે : જેટલી વિશેષતાથી મુનિ આત્મારામજી એ પોતાની જાતને જૈન લાભો સાથે તાદામ્યવાદી કરી છે તેવી રીતે કોઈએ કરેલ નથી. દીક્ષા ગ્રહણના દિવસથી તે જીવનપર્યત જે ઉદારચિત્ત મહાશયોએ સ્વીકૃત ઉચ્ચ ‘મિશન માટે અહોરાત્ર કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી છે તે પૈકીના તેઓ એક છે. તેઓ જૈન કોમના આચાર્યવર્ય છે, અને પૌર્વાત્ય પંડિતો-સ્કોલરો એ તેમને જૈનધર્મ અને સાહિત્ય પર વિદ્યમાન ઉંચામાં ઉંચા પ્રમાણભૂત તરીકે સ્વીકારેલ છે.પ૪૨ ૧૦૦૭. સં. ૧૯૫૧ના ચોમાસામાં જીરામાં તસ્વનિર્ણય પ્રાસાદ નામનો ગ્રંથ પૂર્ણ કર્યો. તેમણે ઋગ્વદાદિ વેદો મહાભારત પુરાણો વગેરેનો સ્વાધ્યાય સારી રીતે અનુક્રમે કર્યો હતો કે જે તેમના પુસ્તકોમાં પ્રતિબિંબિત થાય છે. પંજાબમાં હજુ સુધી સાધ્વીઓ નહોતી તે જીરામાં આવી ને ત્યાં એકબાઈને સૂરિએ દીક્ષા આપી. પટ્ટીમાં માઘમાસમાં મનમોહન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. ૧૯પરમાં અંબાલા ચોમાસામાં ચીકાગોથી આવીને વીરચંદ ગાંધી મળ્યા ને ત્યાંના ધર્મસમાજની કાર્યવાહી જણાવી એથી આચાર્યને ઘણો હર્ષ થયો. ત્યાં સુપાર્શ્વનાથ ભ. ની પ્રતિષ્ઠા કરી. લુધિયાનામાં સંઘનો કુલેશ કાઢી નાખ્યો. સનખતરામાં સં. ૧૯૫૩માં ૧૭૫ બિંબની અંજનશલાકા કરી ને ત્યાં પ્રતિષ્ઠા કરી, છેવટે સં. ૧૯૫૩ જેઠ રુ. ૮ને દિને દેહત્યાગ કર્યો. (આ વૃત્તાંતમાં મારૂ સંવત આપ્યાં છે.) ૧૦૦૮. સત્યવિજય ગણિની પરંપરામાં પદ્મવિજય-રૂપવિજય-કીર્તિવિજય-કસ્તુરવિજયમણિવિજય-બુદ્ધિવિજયના પોતે શિષ્ય થયા અને તેમના અનેક શિષ્યોનું વૃંદ ગૂજરાતમાં વિચરે છે. પંજાબમાં જે જિનમંદિરો છે તે સર્વ તેમના ઉપદેશનું ફલ છે. તેમના નામથી અનેક સંસ્થાઓ ઉદ્ભવી છે તે પૈકી જૈન આત્માનંદ સભા ભાવનગરે અનેક પ્રાચીન પુસ્તકો છપાવી પ્રસિદ્ધ કર્યા છે, અને 482. 'No. man has so peculiarly identified himself with the interests of the Jain Community as "Muni Atmaramji." He is one of the noble band sworn from the day of initiation to the end of life to work day and night for the high mission they have undertaken. He is the high priest of the Jain Community and is recognized as the highest living "Authority" on Jain religion and literature.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy