SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૦૦૪ થી ૧૦૦૬ શ્રી આત્મારામજી મ. ૪૫૧ પંડિત પાસે શીખી લીધાં. શાસ્ત્રવિચાર દ્વારા જૈન ધર્મના તત્ત્વને હૃદયગત કર્યાં પછી ઘણે સ્થળે વિહાર કર્યા પછી મૂર્તિપૂજા એ આવશ્યક અવલંબન છે, સૂત્રોમાં તેનો નિર્દેશ છે તે જણાતાં મૂર્તિઓ સ્થળે સ્થળે ઘણા કાળથી ચાલી આવી છે તે નિરખતાં અમૂર્તિપૂજક એવા પોતાના સ્વીકારેલા મતનો ત્યાગ કરવાનો નિશ્ચય કરી પંજાબથી ૧૫ સાધુઓને લઇ આબૂ અને શત્રુંજય તીર્થની યાત્રા કરી સં. ૧૯૩૨માં અમદાવાદ આવ્યા. ત્યાં મુનિ બુદ્ધિવિજય (બૂટેરાયજી કે જેમણે પણ પહેલાં ઢૂંઢક દીક્ષા લીધી હતી અને પછી તેનો ત્યાગ કરી મણિવિજય પાસે શ્વે॰ મૂળ તપાગચ્છની દીક્ષા લીધી) પાસે ૩૯ વર્ષની વયે તપાગચ્છની દીક્ષા લીધી, નામ આનંદવિજય રાખ્યું અને સાથેના ૧૫ મુનિઓ પોતાના શિષ્ય થયા. સં. ૧૯૩૨. ૧૦૦૫. ગૂજરાત સૌરાષ્ટ્રમાં ફરી ત્યાંનાં સર્વ જૈન તીર્થોની યાત્રા કરી મારવાડમાં જોધપુર ચોમાસું કરી જયપુર દિલ્લી થઈ પંજાબમાં આવ્યા સં. ૧૯૩૫. મતપલટથી કાયાપલટ થવાથી ત્યાં ઢૂંઢીઆ જૈનો સામે ભારે સામનો કર્યો. અનેકને દીક્ષા આપી. ગ્રંથોની રચના કરી. ૧૯૩૭માં ગુજરાવાલામાં ચોમાસું રહી જૈન તત્ત્વાદર્શ શરૂ કર્યો ને બીજે વર્ષે હોશિયારપુરમાં પૂરો કર્યો. ૧૯૩૯માં અંબાલામાં અજ્ઞાનતિમિરભાસ્કર લખવો શરૂ કર્યો ને સત્તરભેદી પૂજા રચી. પાંચ વર્ષ પંજાબમાં ગાળી ૧૯૪૦ માં વીકાનેર ચોમાસું કર્યું. ત્યાંથી વીસસ્થાનક પૂજા બનાવી. ૧૯૪૧ માં અમદાવાદ ચોમાસું કર્યું. ત્યાંથી શ્રાવકોએ પંજાબ માટે ધાતુ પાષાણની અનેક જૈન મૂર્તિઓ જાદા જાદા શહેરોમાં મોકલી અને ત્યાં આચાર્યે સ્થાનકવાસી જેઠમલ સાધુષ્કૃત સમ્યક્ત્વસારમાં કરેલા આક્ષેપોના પ્રતિકાર રૂપે સમ્યકત્વશલ્યોદ્ધાર નામનું ખંડનાત્મક પુસ્તક રચ્યું. પછી ખંભાતમાં જઇ ત્યાંનાં પ્રાચીન તાડપત્રો પરનાં ધર્મપુસ્તકો વાંચ્યા ને અજ્ઞાનતિમિરભાસ્કરનો ગ્રંથ પૂરો કર્યો. તેમાં વેદાદિ શાસ્ત્રોમાં યજ્ઞાદિ ધર્મનો જેવો વિચાર છે તેવો સપ્રમાણ બતાવ્યો તથા જૈનધર્મનું સંક્ષિપ્ત વર્ણન આપ્યું. ૧૯૪૨માં સુરત ચોમાસું કરી ત્યાં જૈનમતવૃક્ષ નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો; ને ત્યાં રહેતા હુકમ મુનિના અધ્યાત્મસાર નામના ગ્રંથમાંથી ૧૪ પ્રશ્ન કાઢી તેના ઉત્તર તેની પાસેથી માગી પ્રશ્ન તથા ઉત્તર સર્વત્ર મોકલી ઉત્તર અને તે ગ્રંથ શાસ્ત્રશૈલી અનુસાર નથી એવી ઘોષણા કરાવી. ૧૯૪૩ માં પાલીતાણામાં ચોમાસું કર્યું અને ત્યાં મળેલા સંઘે કાર્તિક વદી ૫ ને દિને સૂરિપદ આપી તેમનું નામ વિજયાનંદસૂરિ સ્થાપ્યું. ત્યાં અષ્ટપ્રકારી પૂજા રચી. પાટણ આવી ત્યાંના પ્રાચીન ભંડારોમાંથી અનેક ગ્રંથોના ઉતારા કરાવરાવી તેમનું દોહન કર્યું, ને ૧૯૪૪માં રાધનપુરના ચોમાસામાં ચતુર્થ સ્તુતિ નિર્ણય (ભાગ ૧) રચ્યો કે જે રાજેન્દ્રસૂરિના ત્રિસ્તુતિના વાદનું ખંડન કરે છે. ૧૦૦૬. સં. ૧૯૪૫ના મહેસાણાના ચાતુર્માસમાં ડૉ. હૉર્નલ (Hoernle) નામના વિદ્વાને શા. મગનલાલ દલપતરામ દ્વારા એક પત્રથી જૈનધર્મ સંબંધી કેટલાક પ્રશ્નો પૂછતાં આચાર્યશ્રીએ આપેલા ઉત્તરોએ તેનું સંતોષપૂવર્ક સમાધાન કર્યું અને તે માટે તેણે હાર્દિક ધન્યવાદ આપ્યો. (આ ઉત્તરો ‘જૈનધર્મ પ્રકાશ'માં પ્રસિદ્ધ થયા છે). તે વિદ્વાન્ મહાશયે ઉપાસગ દશાઓ (ઉપાસક દશાંગ)નું સંપાદન લગભગ કરી લીધું હતું, તે પ્રકટ કર્યું ત્યારે તેમાં આત્મારામજીને અર્પણપત્રિકા સ્વરચિત સંસ્કૃત પદ્યમાં આપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy