SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૭ ૨૦મું શતક અનુસંધાન. આત્મારામજી (વિજયાનંદસૂરિ) दुराग्रहध्वान्तविभेदभानो ! हितोपदेशामृतसिन्धुचित्त । सन्देहसन्दोहनिरासकारिन् ! जिनोक्तधर्मस्य धुरंधरोऽसि ॥ अज्ञानतिमिर भास्करमज्ञाननिवृत्तये सहृदयानाम् । आर्हत्तत्वादर्श ग्रन्थमपरमपि भवानकृत ॥ आनन्दविजय ! श्रीमन्नात्माराम ! महामुने ! । मदीयनिखिलप्रश्न व्याख्यातः शास्त्रपारग ! ॥ कृतज्ञताचिन्ह मिदं ग्रन्थसंस्करणं कृतिन् ! । यत्नसम्पादितं तुभ्यं श्रद्धयोत्सृज्यते मया ॥ - ડૉ. હૉર્નલની સેવામાં સારો સૂત્રમાં અર્પણપત્રિકા. -હે દુરાગ્રહ રૂપી અંધકારને તોડવામાં સૂર્યસમાન ! હિતોપદેશ રૂપી અમૃતના સાગર જેવા ચિત્તવાળા ! સંદેહના સમૂહનો નિરાસ કરનારા ! તમે જિનોએ પ્રરૂપેલા ધર્મની ધોંસરીને ધરનાર-ધુરંધર છે. સહૃદયોના અજ્ઞાનને દૂર કરવા આપે અજ્ઞાનતિમિરભાસ્કર તેમ જૈન તત્ત્વાદર્શ નામનો બીજો ગ્રંથ પણ રચેલ છે. આનંદવિજય ! શ્રીમન ! મહા મુનિ ! શાસ્ત્રની પાર જનારા ! આપે મારા બધા પ્રશ્નોની વ્યાખ્યા કરી આપી. હે ધન્ય ! આ ગ્રંથનું યત્નથી સંપાદિત કરેલું સંસ્કરણ કૃતજ્ઞતાના ચિન્હ રૂપે આપને હું શ્રદ્ધાપૂર્વક અર્પણ કરૂં છું. (ભીમપલાસી.) વિસમી સદીના પરમ સાધુ, આત્મારામજી અહો !, ફરકાવી ધર્મની પતાકા, સાધુ હો તો એવા હો !બ્રહ્મ તેજ ક્ષત્રિય વીર્ય, પ્રખરતા હૃદય-ઔદાર્ય, દાખવ્યું ગંભીર ધેર્ય, સાધુ હો તો એવા હો-વિસમી ધર્મરહિત જડ પ્રદેશ, પંજાબને કર્યો વિશેષ, ચુસ્ત જૈન દઈ ઉપદેશ, સાધુ હો તો એવા હોવીતરાગના સંદેશ, પાઠવ્યા રૂડા વિશેષ, દિપોવ્યો જૈન મુનિ વેષ, સાધુ હો તો એવા હોદુર્નિવાર શિથિલાચાર, નિવારી આત્મશીલાધાર, વિપક્ષીને દીધા પડકાર, સાધુ હો તો એવા હોતત્ત્વાદર્શ આદિ ગ્રંથ, રચ્ય અનેક શાસ્ત્રપંથ, આદર્શ જેનો છે નિર્ઝન્ય, સાધુ હો તો એવા હો ૧૦૦૪. વીસમી સદીના આ પરમ સાધુનો જન્મ બ્રહ્મક્ષત્રિય જાતિમાં સં. ૧૮૯૩ ચે. શુ. ૧ ગુરુવારે પંજાબ ફિરોજપુરના લેહરા ગામમાં થયો. પિતાનું નામ ગણેશચંદજીને માતાનું રૂપાદેવી. પિતાએ પોતાના વૈશ્ય ઓસવાલ મિત્ર જોદ્ધામલને સ્વપુત્ર સોંપતાં તે મિત્રે પોતાના જીરા ગામમાં આ બાલકને શાલાનું શિક્ષણ અપાવ્યું. પિતાનો દેહાન્ત થયો. જીરામાં બધા ઢુંઢીઆ મતના (સ્થાનકવાસી) હતા. ધર્મક્રિયા શીખી લઈ નવતત્ત્વાદિ જૈન દર્શનના પ્રાથમિક મૂળતત્ત્વનો અભ્યાસ કરી લીધો. સં. ૧૯૧૦માં તે મતના સાધુ જીવનરામ પાસે માતાની અનુજ્ઞા લઈ દીક્ષા લીધી. ૩૨ સૂત્રો ઉપરાંત અનેક ધર્મગ્રંથોને ન્યાયગ્રંથોને અવગત કરવા સાથે સંસ્કૃતાદિ વ્યાકરણ અને સાહિત્યને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy