SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૧૦૦૧ થી ૧૦૦૩ ૨૦મો સૈકો ગ્રંથ-ગ્રંથાકાર અનેક કૃતિઓ ગદ્યપદ્યમાં ગૂર્જર ભાષામાં રચીઃ-સમ્યક્ત્વ સારોદ્વાર, જ્ઞાનવિલાસ તત્ત્વસારોદ્વાર, જ્ઞાનભૂષણ, હુકમવિલાસ, આત્મચિંતામણી, પ્રકૃતિપ્રકાશ, પદ સંગ્રહ, ધ્યાનવિલાસ, મિથ્યાત્વવિધસણ, અભાવ પ્રકરણ, અનુભવ પ્રકાશ, અધ્યાત્મસારોદ્વાર, બોદિનકર વગેરે. (જુઓ અનુભવ જૈન હુકમ પ્રકાશની પ્રસ્તાવના). વિજયરાજેંદ્ર સૂરિ આ સમયમાં થયા. ભરતપુરમાં ઓશવાલ વણિક ઋષભદાસ અને કેસરી બાઇથી જન્મ સં. ૧૮૮૩, નામ રત્નરાજ, યતિ દીક્ષા રત્નવિજય નામ રાખ્યું. સં. ૧૯૦૩. ધરણેન્દ્ર સૂરિ સાથે ઝઘડો થતાં આહોરમાં સં. ૧૯૨૩માં આચાર્ય પદ લઇ વિજયરાજેન્દ્રસૂરિ નામ રાખ્યું. સં. ૧૯૩૩માં જાલોરના કુમારપાલ રાજાએ કરાવેલ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો ને કુંભ શેઠના ચોમુખજીના મંદિરમાં પ્રતિષ્ઠા કરી. ૭૦૦ સ્થાનકવાસી ઘર મંદિરમાર્ગી કર્યા, સં. ૧૯૪૧માં અમદાવાદ ચોમાસું કરી આત્મારામજી સાથે પત્ર દ્વારા ચર્ચા વાર્તા કરી. સં. ૧૯૪૬માં સિયાણામાં ‘અભિધાન રાજેન્દ્ર કોષ'નો આરંભ કર્યો. ૧૯૫૭માં સિયાણામાં કુમારપાલ રાજાએ કરાવેલ સુવિધિનાથના જિનમંદિરનો ઉદ્ધાર કરાવ્યો. ૧૯૫૯માં આહોરમાં મોટો જ્ઞાનભંડાર કરાવ્યો. તેમાં અગણિત હસ્તલિખિત તેમજ મુદ્રિત ગ્રંથોનો આરસપહાણની આલમારીમાં રખાવી સંગ્રહ કર્યો. સ્વર્ગસ્થ રાજગઢમાં સં. ૧૯૬૩. તેમણે જાદે જાદે સ્થળે મળી બાવીસ અંજલશલાકા કરી અનેક મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી. તેમનું મહાનમાં મહાન કાર્ય અભિધાન રાજેન્દ્ર કોષ' નામનો સંગ્રહ ગ્રંથ. તેના લગભગ આઠસોથી હજાર પાનાંવાળું એક એમ આઠ વૉલ્યુમો અત્યાર સુધી મુદ્રિત થયાં. તેમાં અકારાદિ વર્ણાનુક્રમે પ્રાકૃત શબ્દ, તેનો સંસ્કૃત શબ્દ, વ્યુત્પત્તિ, લિંગ અને અર્થ જે પ્રમાણે જૈનાગમોમાં મળે છે તે પ્રમાણે તેમજ અન્ય ગ્રંથોમાં આવે છે તે પ્રમાણે તે દસેના ઉતારા ટાંકી આ કોષને બને તેટલો પ્રમાણિક-પ્રમાણ સહિત કરવા મહાભારત પ્રયત્ન કરવામાં આવ્યો છે. જૈનાગમોનો એવો કોઇ પણ વિષય નથી કે જે આ મહાકોષમાં ન આવ્યો હોય. કુલ સાઠ હજાર શબ્દો, ને આખા ગ્રંથનું પ્રમાણ સાડાચાર લાખ શ્લોક પ્રમાણ થશે. અન્યગ્રંથો-શબ્દામ્બુધિકોશ-તેમાં માત્ર પ્રાકૃત શબ્દનો સંસ્કૃત અને હિંદીમાં અર્થ છે. સકલૈશ્વર્ય સ્તોત્ર સટીક, ખાપરિયાતસ્કર પ્રબન્ધ, શબ્દકૌમુદી શ્લોકબદ્ધ, કલ્યાણસ્તોત્ર પ્રક્રિયા ટીકા, ધાતુપાઠ શ્લોક બદ્ધ, ઉપદેશ રત્નસાર ગદ્ય, દીપાવલી કલ્પસાર ગદ્ય, સર્વ સંગ્રહ પ્રકરણ (પ્રાકૃત ગાથા બદ્ધ), પ્રાકૃત વ્યાકરણ વિવૃત્તિ. ભાષામાં પણ પદ્ય તેમજ ગદ્ય રચના કરી. (અભિધાન રાજેન્દ્ર કોષ ભાગ ૧ પ્રસ્તાવના).{અભિધાન રાજેન્દ્રકોશના પુનઃમુદ્રણો થયા છે.} Jain Education International ૪૪૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy