SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૧૦૦૧. અર્વાચીન શુદ્ધ અને શિષ્ટ ગુજરાતીમાં કવનાર અને લખનાર પ્રસિદ્ધ વ્યક્તિઓ તો ડાહ્યાભાઈ ધોળશાજી નાટકકાર અને રાયચંદ કવિ અધ્યાત્મી ફિલસુફ. ચિદાનંદજી મસ્ત અધ્યાત્મી હતા-તેમણે મિશ્ર ભાષામાં હિદી પ્રત્યે જ ઢળતી ભાષામાં અધ્યાત્મકૃતિઓ પદ્યમાં રચી છે. પ્રસિદ્ધ જૈનાચાર્ય આત્મારામજીએ હિંદીમાં પૂજા રચી છે. આ ટૂંકમાં સં. ૧૯૫૦-૫૫ સુધીનો કાવ્યસાહિત્યનો ઇતિહાસ છે. ત્યાં સુધીમાં થયેલ ઉપર્યુક્ત ચારે પ્રસિદ્ધ વ્યક્તિઓ તથા વીરચંદ રાઘવજી ગાંધી કે જેમણે અંગ્રેજીમાં જૈનધર્મ સંબંધી વ્યાખ્યાનો અમેરિકા, ઇંગ્લાંડ, હિંદમાં આપી ખ્યાતી મેળવી-તેઓનાં ટુંક વૃત્તાંત હવે પછી આપવામાં આવે છે. ૪૪૮ ચિદાનંદજી મતિ મત વિચારો રે મત મતીયનકા ભાવ; મતિ વસ્તુગતેં વસ્તુ લહોરે વાદવિવાદ ન કોય સૂર તિહાં પરકાશ પિયારે ! અંધકાર નવિ હોય-મતિ૦ રૂપ રેખ તિહાં નવિ ઘટે રે મુદ્રા ભેખ ન હોય ભેદજ્ઞાન દૃષ્ટિ કરી પ્યારે ! દેખો અંતર જોય-મતિ તનતા મનતા વચનતા રે પર પરિણિત પરિવાર તનમનવચનાતીત પીયારે ! નિજ સત્તા સુખકાર-મતિ૦ અંતર શુદ્ધ સ્વભાવમેં રે નહીં વિભાવ લવલેશ ભ્રમ આરોપિત લક્ષથી પ્યારે ! હંસા સહત કલેશ-મતિ અંતર્ગત નિશ્ચે ગહી રે કાયાથી વ્યવહાર ચિદાનંદ તવ પામીયેં પ્યારે ! ભવસાયરકો પાર-મતિ ૧૦૦૨. ચિદાનંદ-પૂર્વનામ કર્પૂરવિજય હતું. તેઓ આત્મજ્ઞ હતા. આ સૈકામાં જ થયેલ એટલે તેમના સંબંધી તેમના સમાગમમાં આવેલા તરફથી ઘણું જાણી શકાય પણ દુર્ભાગ્યે કંઇ મળ્યું નથી. તેમનાં વચનો પરથી અને જે કંઇ કિંવદન્તી સાંભળી છે તે પરથી કહી શકાય કે જૈન મુનિ થયા પછી પોતાની પરમ નિર્વિકલ્પ દશા થઇ હતી અને મધ્યમ અપ્રમત્ત દશામાં પ્રાયે હતા. આ કાળમાં એવી દશાએ પહોંચેલા બહુ જ થોડા મનુષ્યની પ્રાપ્તિ પણ દુર્લભ છે. એ આત્માનુભવી હતા. તેમની કૃતિ નામે સ્વરોદયની ભાષા અર્દ્ર હિંદી અને અર્દૂ ગૂજરાતી આપણે જોઇ શકીશું. બે ભાષામાં એક્કે ભાષા સંપ્રદાયપૂર્વક ભણ્યા હોય એવું કંઈ જણાતું નથી; એથી એમની આત્મશક્તિ કે યોગદશાને કંઈ બાધ નથી. તેમ ભાષાશાસ્ત્રી થવાની તેમની કંઇ ઇચ્છા પણ રહી હોય એમ નહીં હોવાથી, પોતાને જે કંઇ અનુભવગમ્ય થયું તેમાંનો કંઇ પણ બોધ લોકોને મર્યાદાપૂર્વક જણાવી દેવો એ તેમની જિજ્ઞાસાથી એ ગ્રંથની ઉત્પત્તિ છે; અને એમ હોવાથી જ ભાષા કે છંદની ટાપટીપ, અથવા યુક્તિ પ્રયુક્તિનું વધારે દર્શન આ ગ્રંથમાં આપણે જોઇ શકતા નથી.' (શ્રીમદ્ રાજચંદ્ર) ૧૦૦૩. હુકમ મુનિ-આ પણ એક અધ્યાત્મી મુનિ થયા. રાધનપુરના વીશાશ્રીમાળી વણિક જન્મ સં. ૧૮૭૦ પિતા લાલચંદ માતા અચરત. સ્વતઃ દીક્ષા સં. ૧૯૦૩. ઘણી તપશ્ચર્યા ને ગ્રામાનુગ્રામ વિહાર. છેવટે સુરતમાં વધુ વર્ષ રહ્યા. સ્વ. સં. ૧૯૪૮. તેમણે દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મને લક્ષીને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy