SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૯૯૭ થી ૧000 લોકકથા-ગદ્ય સાહિત્ય ૪૪૭ પહેલાં ઢંઢક રાસ, તેજવિજયે સં. ૧૮૭૦ માં ધુલેવા કેસરીઆજીનો રાસ ક્ષેત્રવર્તુને સં. ૧૮૭૦માં શાંતિદાસ અને વખતચંદશેઠનો રાસ, ઉત્તમવિજયે સં. ૧૮૭૮માં ઢંઢક રાસ, “કવિ બહાદુર દીપવિજયે સુરત ખંભાત જંબુસર ઉદયપુર ચિતોડ (?) એ પાંચ શહેર પર ગજલો સં. ૧૮૭૭માં તથા તે વર્ષમાં મોટો સોહમકુલ પટ્ટાવલી રાસ, અને વીરવિજયે સં. ૧૮૬૦માં સ્વગુરુ શુભવિજય પર શુભવેલી, સં. ૧૮૯૩માં મોતીશા શેઠનાં ઢાળી, સં. ૧૯૦૩ માં હઠ્ઠીસિંહની અંજનશલાકાનાં ઢાળીયાં, સં. ૧૯૦૫માં સિદ્ધાચલ ગિરિનાર સંઘ સ્તવ, તથા સં. ૧૯૦૮માં હરકુંઅર સિદ્ધક્ષેત્ર સંઘ સ્ત, વગેરે કરેલી રચનાઓ ઉપલબ્ધ થાય છે. ૯૯૯. ગૂ૦ ગદ્ય સાહિત્યમાં સં. ૧૮૦૧માં તત્ત્વહસે ભુવનભાનુ ચરિત્ર પર, સં. ૧૮૦૩માં (વિજયસિંહસૂરિ-ગજવિજય-ગુણવિજય અને હિતવિજય-જ્ઞાનવિજય શિ0) જીતવિજયે (જીવવિજયે) કર્મ ગ્રંથ પર, સં. ૧૮૦૫માં (ખ) હર્ષવિશાલ-જ્ઞાનસમુદ્ર-જ્ઞાનરાજ-લબ્ધોદય-દાનસાગર શિ૦) રત્નધીરે ભુવનદીપક પર, સં. ૧૮૧૩માં વિબુધવિમલસૂરિએ સ્વરચિત સમ્યકત્વ પરીક્ષાના સંસ્કૃત પદ્યમય ગ્રંથપર સ્વોપજ્ઞ, સં. ૧૮૩૩માં રંગવિજય શિ૦ રામવિજયે વિજયધર્મસૂરિ રાજયે જિનકીર્તિસૂરિ ક્ત ધન્યચરિત્ર-દાનકલ્પદ્રુમ પર (જશ૦), સં. ૧૮૩૪માં લોં. મહાનંદે કલ્પસૂત્રપર, પદ્મવિજયે સં. ૧૮૩૦માં યશોવિજયકૃત ૩૫૦ ગાથાના સીમંધર સ્તવ પર, સં. ૧૮૪૬માં ગૌતમકુલક પર, તથા સં. ૧૮૪૯માં રાધનપુરમાં યશોવિજયકૃત વીર હુંડી સ્ત) પર, (ત) ભાવરત્ન-શાંતિરત્ન-હસ્તિરત્નકનકરત્ન-સુબુધિ રત્ન શિ.) ધર્મરને સં. ૧૮૪૯માં ધન્યચરિત્રપર, સં. ૧૮૬૬માં જ્ઞાનસારે આનંદઘનકૃત ૨૨ જિનસ્તવનોપર (પ્ર) પ્રકરણ રત્નાકર ભા. ૧), ઉક્ત પ્રસિદ્ધ કવિ વીરવિજયે સં. ૧૮૮૧માં યશોવિજયકૃત અધ્યાત્મસાર પર (પ્ર૭ પ્રકરણ રત્નાકર ભાગ ૧), ત) સુમતિવિજય શિ૦ રામવિજયે સં. ૧૮૭૮ (? ચંદ્રગજાદ્રિભ પ્રભુ મિતે) ઉપદેશમાલાપર અને સં. ૧૮૮૪માં હેમાચાર્યકૃત નેમિનાથ ચરિત્ર પર (પ્ર. કા. વડો.), (ત, જિનવિજય-ઉત્તમવિજય-અમીવિજય શિ.) કુંવરવિજયે સં. ૧૮૮૨માં પાલીમાં ખ૦ દેવચંદ્રજીતકૃત અધ્યાત્મ ગીતા નામની ભાષાકૃતિ પર, ઉક્ત પ્રસિદ્ધ શ્રી યશોવિજય ઉપાધ્યાયના ગુણવિજય-સુમતિવિજય શિ૦ ઉત્તમવિજયે વિજય જિનેન્દ્ર સૂરિ રાજયે (સં. ૧૮૪૧ થી ૧૮૮૪ વચ્ચે) રત્નશેખરસૂરિકૃત શ્રાદ્ધવિધિવૃત્તિ પર, બાળાવબોધની રચના કરી. ખ૦ ક્ષમાકલ્યાણે સં. ૧૮૩૮માં પાક્ષિકાદિ પડિકમણ વિધિ ગદ્યમાં સંગ્રહિત કરી તથા પછી પ્રશ્નોત્તર સાર્ધશતક ભાષામાં રચ્યું. “કવિ બહાદુર દીપવિજયે સં. ૧૮૭૬ પછી નવ બોલની ચર્ચા લખી અને સં. ૧૮૮૬માં સુરતમાં પ્રશ્નોત્તરસમુચ્ચય ભાષામાં રચ્યું (ખેડા ભં; પ્ર. કા.) વિક્રમ ૨૦મું શતક [સં. ૧૯૦૧ થી ૧૯૬૦]. ૧000. આ શતકમાં ખાસ નોંધવા જેવી સંસ્કૃત કે પ્રાકૃત કૃતિ જોવામાં આવી નથી. જૂની પદ્ધતિ પર કવિતા રચનારા થોડા ભાષા-કવિઓ નીચેના પ્રાપ્ત થાય છે - ચિદાનંદ (મૂલ કપૂરવિજય) સં. ૧૯૦૦-૧૯૦૭, અમૃતવિજય ૧૯૦૨, બાલચંદ ૧૯૦૭. જશવિજય ૧૯૧૦, રંગવિજય ૧૯૧૧, દયાવિજય ૧૯૧૨, ઋદ્ધિશ્રી (સાધ્વી) ૧૯૧૬, રત્નપરીખ ૧૯૧૮, ખોડીદાસ ૧૯૧૯-૨૮ રવચંદ ૧૯૨૭, જિનદાસ ૧૯૩૦, મયારામ ભોજક ૧૯૩૦ આસપાસ, મણિચંદ્ર ગોરજી, હુલાસચંદ્ર ૧૯૪૭. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy