SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ તથા દેવવિજય ૧૮૨૧, આલમચંદ તથા શોભાચંદ ૧૮૨૨, દર્શન સાગર ૧૮૨૪, ક્ષેમહર્ષ ૧૮૨૫ પહેલાં, રઘુપતિ તથા કવિયણ ૧૮૨૫, દેવીદાસ ૧૮૨૭, વિજયલક્ષ્મીસૂરિ ૧૮૨૭–૩૪, ભાણવિજય ૧૮૩૦, રત્નવિમલ ૧૮૩૨-૩૯, રાયચંદ ૧૮૩૩-૪૧, ઉત્તમવિજય ૧૮૩૪, કાંતિવિજય તથા માલસિંહ ૧૮૩૫, લાલચંદ્ર બીજા ૧૮૩૭, ખેમવિજય ૧૮૩૯, અમૃતવિજય ૧૮૩૯-૪૦, દીપમુનિ તથા મકન (મુકુંદ મોનાણી) શ્રાવક ૧૮૪૦-૪૮, ઋષભસાગર ૧૮૪૦ (?) ઉદય ઋષિ ૧૮૪૧, ગુલાબવિજય ૧૮૪૬, ક્ષમાકલ્યાણ ૧૮૪૮-પ૬, રંગવિજય ૧૮૪૯-૫૦, ફતેંદ્રસાગર ૧૮૫૦, લખમીવિજય ૧૮૫૧ પછી, રૂપમુનિ ૧૮૫૬-૮૦, માનવિજય (૪) ૧૮૫૭, વીરવિજય ૧૮૫૭૧૦૮, પ્રેમમુનિ (૨) ૧૮૫૮, દીપવિજય (કવિરાજ બહાદુર) ૧૮૫૯-૧૮૮૬, રામવિજય તથા રામચંદ્ર ૧૮૬૦, જ્ઞાનસાર ૧૮૬૧, રૂપવિજય ૧૮૬૧-૧૯૦૦ હરજશ ૧૮૬૪, અવિચલ ૧૮૬૯ પહેલાં, તેજવિજય ૧૮૭૦, ક્ષેમવર્ઝન ૧૮૭૦-૭૯, વિવેકવિજય ૧૮૭૨, સૌભાગ્યસાગર ૧૮૭૩, ઋષભવિજય ૧૮૭૭-૮૬, ઉત્તમવિજય (૨) ૧૮૭૮-૭૯, લાલવિજય (૨) ૧૮૮૧, કૃષ્ણવિજય શિ૦ ૧૮૮૫, અમીવિજય ૧૮૮૯, ક્ષેમવિજય અને સવરાજ ૧૮૯૨, ધર્મચંદ્ર ૧૮૯૬, ઉદયસોમ ૧૮૯૮ સાંપડે છે. - ૯૯૭. ગૂ. કવિઓ ૧૮મા શતક કરતાં આ શતકમાં ઘણી ઓછી સંખ્યામાં છે. આ પૈકી પદ્મવિજયના વૃત્તાંત માટે જુઓ તેમના સંબંધી રાસ (પ્ર) મારો જૈન ઐ. રાસમાળા નામનો ગ્રંથ), વિજયલક્ષ્મી સૂરિ માટે જાઓ માટે તેમના સંબંધી સઝાય (પ્ર) ત્યાંજ), વીરવિજય માટે જાઓ તેમના પરનો રાસ (જૈન ઐ૦ ગૂર્જર કાવ્ય સંચય) તથા રા. ગિરધરલાલનો “પંડિત વીરવિજયજીનો ટુંકો પ્રબંધ (જૈન યુગ, પુ. ૪, પૃ. ૧૩૨), અને જ્ઞાનસાર માટે જુઓ તેના પર લેખ જૈ. જે. કૉ, હેરેલ્ડ સને ૧૯૧૦ પુ. ૯-૧૦, પૃ. ૩૪૩ તથા સને ૧૯૧૩નું પુ. ૧૦ પૃ. ૨૦૯). વીરવિજય તે જૈનોનો દયારામ છે. દયારામે શૃંગારિક કવિતા ગરબીમાં ગાઈ છે, જ્યારે ગરબી જેમાં ગીતો, પૂજા આદિમાં વીરવિજયે રચેલાં છે. વિશેષમાં વીરવિજયે મોટા મોટા રાસો પણ રચ્યા છે. દરેક નવીન ઢબની ગરબી કે એવી ચીજ સાંભળતા એટલે તે રાહમાં પોતે લાલિત્યભર્યા કાવ્યો રચતાં. તેમાંથી અનેક ઉર્મીગીતો (lyrics) મળશે. ૯૯૮. આ શતકમાં લોકકથા સાહિત્યમાં ગૂજરાતી ભાષામાં સં. ૧૮૨૫ પહેલાં ક્ષેમહર્ષે ચંદનમલયાગિરિ ચો, ભાણવિજયે સં. ૧૮૩૦માં વિક્રમ પંચદંડ રાસ, ઋષભસાગર બીજાએ સં. ૧૮૪૦ માં વિદ્યાવિલાસ પવાડા પરથી) વિનયચસ્ટ રાસ, લાં. રૂપમુનિએ સં. ૧૮૮૦માં વિક્રમરાજાના સમયમાં મૂકેલા અંબડ પર રાસ (કે જેમાં વિક્રમનાં પરાક્રમ પંચ દંડ વગેરેની અદ્ભુત વાતો છે) મળી આવે છે. ઐતિહાસિક સાહિત્યમાં સં. ૧૮૨૦માં ઉદયસાગરે અને સં. ૧૮૧૭માં માણિકયસાગરે આ. કલ્યાણસાગરસૂરિપર રાસ, વાનાશ્રાવકે સં. ૧૮૨૦માં વિબુધવિમલસૂરિ રાસ, કવિયણે સં. ૧૮૨પમાં દેવચંદ્રજી પર દેવવિલાસ, પદ્મવિજયે સં. ૧૮૨૮માં ઉત્તમવિજય નિર્વાણ રાસ, રંગવિજયે સં. ૧૮૪૯માં પ્રતિષ્ઠાકલ્પ સ્તવન, લખમીવિજયે સં. ૧૮૫૧ પછી ઢંઢિયા ઉત્પત્તિ, રૂપવિજયે સં. ૧૮૬૨ માં પદ્મવિજય નિર્વાણ રાસ તથા સં. ૧૯૦૦માં વિમલમંત્રી રાસ, અવિચલ સં. ૧૮૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy