SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૯૯૨ થી ૯૯૬ ૧૯મા શતકનું સંસ્કૃત સાહિત્ય ૪૪૫ ૯૯૪. આ શતકમાં થયેલા તપાગચ્છના વિજયલક્ષ્મીસૂરિએ ઉપદેશપ્રાસાદ નામનો ગ્રંથ ૩૬૦ વ્યાખ્યાનમાં રચ્યો છે. (પ્ર. જૈ. ધ. સભા બુ. ૨. {ગુ. ભા. પ્ર. રત્નત્રયી ટ્રસ્ટ.}) પદ્મવિજય ગણિએ જયાનંદ ચરિત્રને સંસ્કૃત ગદ્યમાં અવતાર્યું છે (ખેડા ભે) અને ખરતરગચ્છના ક્ષમાકલ્યાણ ઉપાધ્યાય થયા કે જે ખ. જિનલાભસૂરિના શિષ્ય અમૃતધર્મના શિષ્ય હતા. તેમણે સં. ૧૮૨૯ થી ૧૮૬૯ ના ગાળામાં અનેક ગ્રંથોના દોહનરૂપે સાદી ભાષામાં વિવરણ કરેલ છે. તેમના ગ્રંથો એ છે કે ગૌતમીયકાવ્ય વ્યાખ્યા સં. ૧૮૩૦ માં ખરતગચ્છ પટ્ટાવલી, સં. ૧૮૩૫માં ચાતુર્માસિક-હોલિકા આદિ દશ પર્વ કથા (વે. નં. ૧૭૩૪) સં. ૧૮૩૯ માં જેસલમેરમાં યશોધર ચરિત (ગુ. પોથી ૧૦), ૧૮૪૭માં મકસુદાબાદમાં સૂક્ત મુક્તાવલી વૃત્તિ, સં ૧૮૫૦માં વાંકાનેરમાં જીવ વિચાર પર વૃત્તિ (વે. નં. ૧૬૨૨), સં. ૧૮૫૧માં પ્રશ્નોત્તર સાર્ધ શતક (કાં. વડો.), સં. ૧૮૫૪માં તર્કસંગ્રહ ફક્કિકા, સં. ૧૮૬૦માં જેસલમેરમાં અક્ષયતૃતીયા અને પર્યુષણ અષ્ટાબ્લિકા વ્યાખ્યાન (ગુ.) અને તેજ વર્ષમાં વીકાનેરમાં મેરૂત્રયોદશી વ્યાખ્યા અને સં. ૧૮૬૯માં શ્રીપાલચરિત્ર વ્યાખ્યા યોજેલ છે. તે અરસામાં યોજાયેલા તેમના અન્ય ગ્રંથો નામે પરસમયસાર વિચાર સંગ્રહ, વિચાર શતક બીજક, સમરાદિત્ય ચરિત, સૂક્ત રત્નાવલી વૃત્તિ આદિ છે (જાઓ જેસ0 પ્ર૮ ૪૨, પ૫). ભાષા સાહિત્યમાં તેમણે જાની ગૂજરાતીમાં ગદ્ય રૂપે શ્રાવક વિધિ પ્રકાશ નામનો ગ્રંથ ગુંથ્યો છે, કે જેમાં જિનપ્રભકૃત વિધિ પ્રપા, ખ. તરૂણપ્રભનો પડાવશ્યક બાલાવબોધ, સામાચારી શતક, વૃન્દારૂ વૃત્તિ, આચાર દિનકર, જિનપતિસૂરિના સામાચારી પત્ર, શિવનિધાન ઉપાધ્યાય કૃત લધુ વિધિપ્રપા વગેરે ગ્રંથોની સહાય લીધી છે (બાલચંદ્ર યતિ ભં. કાશી). ૯૯૫. સંસ્કૃત સાહિત્યમાં બીજા ગ્રંથોમાં સં. ૧૮૬૮માં જેસલમેરમાં મૂલરાજ રાજ્ય ખ. જિનકીર્તિએ મૂલપ્રાકૃતમાંથી સંસ્કૃત ગદ્યમાં ૪ પ્રસ્તાવમાં યોજેલ શ્રીપાલચરિત્ર (ગુ. પોથી નં. ૧૫, વે. નં. ૧૭૮૨), સં. ૧૮૭૭માં બંગાલના વાલ્ચરમાં લું. હરચંદ-રૂપ શિષ્ય કેશવે ગદ્યમાં શ્રીપાલચરિત્ર (ગુ. નં. ૬૧-૧), ૧૮૮૧માં ઉક્ત ક્ષમાકલ્યાણના શિષ્ય ઉમેદચંદ્રકૃત પ્રશ્નોત્તર શતક (વિવેક. ઉદે.) સં. ૧૮૮૨માં ઉક્ત પદ્મવિજયના શિષ્ય રૂપવિજયકૃત પૃથ્વીચંદ્ર ચરિત્ર (મોહન સુરત), સં. ૧૮૯૭માં ભટ્ટારક પદ પ્રાપ્ત કરનાર ખરતર જિનહેમસૂરિના શિષ્ય રચેલ સિદ્ધાન્ત રત્નાવલી (પી. ૪, ૧૨૫) અને સં. ૧૮૯૯માં ખ. સમયસુન્દર ગણિના સંતાનીય કીર્તિવર્ધન-અમરવિમલ-અમલચંદ્ર-ભક્તિવિલાસજયરત્ન શિષ્ય કસ્તુરચંદ્ર જયપુરમાં જિનહેમસૂરિ રાજ્ય જ્ઞાતાસૂત્ર પર કરેલી ટીકા (કાં. વડો.) છે. ત્યાર પછી સં. ૧૯૩૦માં બાલચંદ્ર પાઠક અને ઋદ્ધિસાગરે ખ. જિનમુક્તિસૂરિ રાજયે નિર્ણય પ્રભાકર નામનો ગ્રંથ સં. માં રચેલ મળે છે. (કાં. વડો.) ૯૯૬. ગૂજરાતી કવિઓમાં-ઉત્તમવિજય (૧૭૯૯-૧૮૧૩) ઉદયસાગર ૧૮૦૨, ભક્તિવિજય ૧૮૦૩, મતિરત્ન ૧૮૦૪, ચેતનવિજય ૧૮૦૫, જેમલ ૧૮૦૭, નેમવિજય બીજા ૧૮૦૭-૧૮૨૧, રત્નવિજય ૧૮૦૮, મહાનંદ ૧૮૦૯-૧૮૪૯, વૃદ્ધિવિજય ૧૮૦૯, રત્નસાગર તથા લબ્લિવિજય ૧૮૧૦, સૌજન્યસુંદર ૧૮૧૧, રામવિજય ત્રીજા ૧૮૧૪, દેવરત્ન બીજા તથા મયાચંદ ૧૮૧૫, માણિયસાગર તથા અમૃતસાગર ૧૮૧૭, ભૂધર ૧૮૧૭-૨૦ પદ્યવિજય ૧૮૧૭-૧૮૫૮, મયારામ ૧૮૧૮, ફતેચંદ ૧૮૧૯, ઉદયકમલ અને વાનો શ્રાવક ૧૮૨૦, સુમતિપ્રભ સૂરિ, સુજ્ઞાનસાગર, ગુલાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy