SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અમદાવાદના દિલ્હી દરવાજા બહાર બંધાવ્યો,૫૪૧ પણ તે પૂર્ણ થયા પહેલાં તે શેઠ સ્વર્ગસ્થ થવાથી તેમના ધર્મપત્ની હરકોર શેઠાણીએ સં. ૧૯૦૩માં તેમાં પ્રતિષ્ઠા કરાવી. (જિ. ૨, નં. ૫૫૬). આ વિશાળ મંદિર અમદાવાદમાં એક જોવા લાયક સુંદર કારીગરીના નમુના રૂપ છે. તેમાં દશલાખ રૂ. ખર્ચ થયો. સં. ૧૯૦૮માં ઉક્ત હરકોર શેઠાણીએ શત્રુંજયનો સંઘ અમદાવાદથી કાઢ્યો. ૪૪૪ ૯૯૨. સં. ૧૯૦૫માં કચ્છ જખૌમાં શા જીવરાજ રત્નસિંહે ત્રણ લાખ કોરી ખર્ચી પુસ્તકોનો ભંડાર કરાવ્યો. સં. ૧૯૨૦માં કચ્છ નલીઆના દશા ઓસવાળ જ્ઞાતિના શેઠ નરસિંહ નાથા નાગડાએ શત્રુંજયનો સંઘ કાઢી ત્યાં ચંદ્રપ્રભ સ્વામિનું ચૈત્ય કરાવ્યું ને પાલીતાણામાં એક મોટી ધર્મશાળા બંધાવી. મુંબઈનું અનંતનાથજીનું દહેરૂં તથા મહાજનવાડી પણ તેમને જ આભારી છે. (જુઓ વિશેષમાં કચ્છી દ. ઓ. પ્રકાશ પુ. ૪ ભાદ્રપદ ૧૯૮૪ના અંકમાં ‘નાગડા ગોત્રની ઉત્પત્તિ' એ લેખ) આજ જ્ઞાતિના કચ્છ કોઠારાના શેઠ કેશવજી નાયકે મુંબઇમાં ઘણી દોલત વેપારમાં મેળવી અંજનશલાકા કરી શત્રુંજયનો સંઘ કાઢી ત્યાં સં. ૧૯૨૧માં પ્રતિષ્ઠા કરાવી (જિ. ૨ નં. ૩૨ અ). તે ઉપરાંત સં. ૧૯૨૯થી ૩૨એ સાડા ત્રણ વર્ષમાં ગિરિનાર તીર્થ પરનાં દેરાસરો વગેરે જીર્ણ થયાં હતાં. તેને સમરાવી ઉદ્ધાર કર્યો ને તેમાં ૪૫ હજાર રૂ. ખર્ચ્યા (જુઓ ત્યાં વસ્તુપાલ તેજપાલના દેરાસરના વંડાના દરવાજા પાસેની ભીંતમાં હાલ ચોડેલો લેખ). આ શેઠે શા. ભીમશી માણેકના ધર્મપુસ્તકો મુદ્રિત કરાવી પ્રકટ કરવાના પ્રયત્નમાં ઘણી દ્રવ્યસહાય કરી હતી. સં. ૧૯૩૦-૩૨માં ભોંયણી તીર્થની સ્થાપના થઈ. જે શેઠ પ્રેમચંદ રાયચંદે જમાનો સમજી પાશ્ચાત્ય કેળવણી માટે તેમજ અન્ય ધર્માદાય કાર્યો માટે લગભગ કરોડ રૂ. ની સખાવત કરી તેમનું ટુંક વર્ણન હવે પછી આવનાર છે. ૧૯ મા શતકનું સાહિત્ય. ૯૯૩. ૧૯ સદીમાં સંસ્કૃત સાહિત્યમાં બહુ ગ્રંથો રચાયા નથી. જે કંઇ રચાયા છે તેની નોંધ લઇશું. સં. ૧૮૦૪માં આં. ઉદયસાગર સૂરિએ સ્નાત્ર પંચાશિકા (કાં. વડો), સં. ૧૮૦૭માં ખ. ક્ષેમકીર્ત્તિશાખાના શાંતિહર્ષ-જિનહર્ષ-સુખવર્ધન અને દયાસિંહ-અભયસિંહના શિષ્ય રૂપચંદ્ર અપરનામ રામવિજયે જિનલાભસૂરિ રાજ્યે જોધપુરમાં રામસિંહના રાજ્યમાં ગૌતમીય મહાકાવ્ય ૧૧ સર્ગમાં (પ્ર૦ ચંદ્રસિંહસૂરિ ગ્રંથમાલા નં. ૧), સં. ૧૮૦૪માં મયાચંદ્રે પોરબંદરમાં જ્ઞાનક્રિયાવાદ (વે. નં. ૧૬૦૭), સં. ૧૮૧૪ (૭)માં ઉક્ત ખ૦ રામવિજય ગણિએ જિનલાભ સૂરિની આજ્ઞાથી ગુણમાલા પ્રકરણ [પી. ૨ નં. ૨૯૦, મુદ્રિત, વિવેક. ઉદે.), સં. ૧૮૨૨માં ત∞ વિનીતસાગર ગણિ-ધીરસાગર શિષ્ય ફત્તેન્દ્રસાગર ગણિએ ૧૩૯ શ્લોકમાં હોલીરજઃ પર્વ કથા (વે. નં. ૧૭૯૨), અને સં. ૧૮૩૩માં ખ. જિનલાભસૂરિએ આત્મપ્રબોધ કે જેનો પ્રથમાદર્શ ક્ષમાકલ્યાણે લખ્યો (બુહૂ. ૪, નં. ૧૨૮ પ્ર. આ. સભા)ની રચના કરી. ૫૪૧. ‘આ દહેરૂં પ્રેમચંદ સલાટે સણગારની મોટામાં મોટી દોલતે પૂરું કીધું છે. કોતરકામ ઉતરતું છે, શિલ્પઘાટી સ્વચ્છ નથી, પણ કામ એવું તવંગર છે કે જે કાળમાં જૈન શિલ્પનો ઉત્કર્ષ હતો તે કાળના જેવું જ (છે) ને તે ઉપરથી જણાય છે કે હજી પણ ગુજરાતમાંથી બાંધવાનો ને પથ્થર કાપવાનો હુન્નર ગયો નથી x વળી તેમાં જે પીતળના પડદા છે તે જોતાં જણાય છે કે અમદાવાદની તે કા૨ીગિરીએ પોતાનો જાનો હુન્નર હજુ ખોયો નથી. (ગુજરાત સર્વસંગ્રહ પૃ. ૪૨૫, ૪૩૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy