SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૯૮૭ થી ૯૯૧ અમદાવાદના નગરશેઠો ૪૪૩ ૯૮૮. સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સહજાનંદ સ્વામી (જન્મ સં. ૧૮૩૭) એ આ ૧૯ મા શતકમાં ગૂજરાત કાઠીયાવાડમાં ખાસ કરી કાઠી, કડીઓ વગેરે કારીગર વર્ગમાં પોતાના વૈરાગ્ય બળે લોકને નીતિનો સચોટ બોધ દીધો. ગઢડા, મૂળી ને વડતાલ તેનાં ધામ થયાં. સ્વર્ગવાસ સં. ૧૮૮૬.૫૪૦ ૯૮૯. સં. ૧૮૧૮માં રઘુનાથના શિષ્ય ભીખમજીએ તેરાપંથ કાઢ્યો. ૧૮૪૩માં શત્રુંજય પર પ્રેમચંદ મોદીની ટુંકની સ્થાપના, ૧૮૬૧માં શત્રુંજય પર સુરતી ઇચ્છાભાઈ શેઠે ઇચ્છા કુંડ બંધાવ્યો. ૧૮૮૬માં ત્યાં અદબદજી (અદ્ભુતજી-આદીશ્વર પ્રભુ) ની મોટી પ્રતિમા કોતરાવી, શા. ધર્મદાસે મંદિર બંધાવ્યું. ૯૯૦. સં. ૧૮૯૧માં જેસલમેરથી બાફણા ગોત્રના ગુમાનચંદના બહાદરમલ્લ આદિ પાંચ પુત્રોએ શત્રુંજયનો મોટો સંઘ કાઢયો, અને વચમાં પંચતીર્થી, બાંભણવાડ, આબુ, જીરાવલા, તારંગા, શંખેશ્વર, પંચાસર, ગિરનાર વગેરેની તીર્થયાત્રા કરીને મહાતીર્થ શત્રુંજયની યાત્રા કરી. તેમાં ૨૩ લાખ રૂ. ખ. આ કાર્ય ઉપરાંત લેવા-કેસરીયાજીનાં બારણાં, નોબતખાનાં કરાવી તથા ધ્વજદંડ ચડાવ્યો ને એક લાખ રૂ. ખર્ચા. ઉદયપુરમાં મંદિર વગેરે અનેક સ્થળે ધર્મસ્થાન કરાવ્યાં, પુસ્તકોનો ભંડાર કરાવ્યો; ભગવતીજી સૂત્ર સાંભળી તેમાંના દરેક ગૌતમ પ્રશ્ન દીઠ બે મોતી આપ્યાં, કોટામાં બંદિવાનોને છોડાવ્યા. (જૈ. સા. સં. ૧, ૨ પૃ. ૧૦૭ “જેસલમેર કે પટવોં કે સંઘના વર્ણન” લેખ). આ બાફણા ગોત્રીના વંશ જ સીરેમલજી બાફણા ઈદોરમાં દિવાન-પ્રધાનમંત્રી છે. ૯૯૧. મુંબઇના પ્રસિદ્ધ શેઠ મોતીશાહ (મોતીચંદ અમીચંદ જન્મ સં. ૧૮૩૮ સ્વ. સં. ૧૮૯૨) મુંબઈમાં ભાયખલાના મંદિરમાં સં. ૧૮૮૫ માગશર શુ. ૬ શુકે આદીશ્વરની પ્રતિમા પધરાવી તથા મુંબઈમાં પાંજરાપોળ સં. ૧૮૯૦માં સ્થપાઈ તેમાં આ શેઠે જબરો ફાળો આપ્યો. પાલીતાણામાં સં. ૧૮૮૭માં ધર્મશાળા બાંધી. શત્રુંજય તીર્થ ઉપર સં. ૧૮૮૮માં આરંભ કરી કુંતાસરની ખીણખાડ પૂરી તે પર મધ્યમાં મોટું મંદિર બંધાવ્યું, પ્રતિમાની અંજનશલાકા કરી. ત્યાં તેમનો સ્વર્ગવાસ થવાથી તેમના પુત્ર ખીમચંદે સં. ૧૮૯૩માં પ્રતિષ્ઠા કરી. આ “મોતીશાની ટુંક' કહેવાય છે. તેમાં ૭ લાખ રૂ. ખર્ચાયા. (જુઓ વીરવિજયકૃત “મોતીશાના ઢાળીયાં' આદિ કૃતિઓ) આ વર્ષમાં જ અમદાવાદના શેઠ સાકરચંદ પ્રેમચંદે ત્યાં ત્રણ મોટાં મંદિર અને નાની દેરીઓ બંધાવી કે જેને “સાકર-વસહી' યા “સાકરચંદની ટુંક' કહેવામાં આવે છે. વળી ઘોઘાના શેઠ બાલાભાઈ ઉર્ફે દીપચંદ કલ્યાણજીએ તે વર્ષમાં મોતીશાની ટુંકમાં “બાલાભાઈ ટુંક' બંધાવી. વિશેષમાં આ વર્ષમાં અમદાવાદના પ્રસિદ્ધ શેઠ હીસિંહ કેસરીસિંહે બિંબ પ્રતિષ્ઠા માટે અંજનશલાકા કરાવી બાવન જિનાલયવાળો ભવ્ય પ્રાસાદ ૫૪૦. વિશેશ માટે જુઓ પુસ્તક નામે ‘સહજાનંદ સ્વામી અથવા સ્વામિનારાયણ સંપ્રદાય' લેખક રા. કિશોરલાલ મશરૂવાલા પ્ર. નવજીવન પ્રકાશન મંદિર-અમદાવાદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy