SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ માત્ર નામ જ હતું. સં. ૧૮૬૪માં પોતે શત્રુંજયનો સંઘ કાઢયો. કેટલીક પ્રતિષ્ઠા કરી. ૧૮૬૮માં આ નગરશેઠના મુખીપણા નીચે અમદાવાદના શહેરીઓએ અરજ કરતાં એવો સરકારી હુકમ થયો કે માત્ર કન્યા મૂકી કોઈપણ ગુજરી જાય, તો તેની મિલ્કતમાં ડખલ ન કરતાં તે તેની કન્યાને જ્યાં સુધી તેને સંતાન થાય ત્યાં સુધી વારસદાર ગણવી આ બાબતનો ગૂજરાતી ભાષામાં કરેલો હુકમ અમદાવાદના ત્રણ દરવાજા પરના શિલાલેખમાં કોતરેલો છે.પ૩૯ વખતચંદ શેઠને ગાયકવાડ સાથે ઘણો ગાઢ સંબંધ હતો. સ્વ. સં. ૧૮૭૦. તેના પુત્ર હેમાભાઈ થયા. સં. ૧૮૭૪માં અમદાવાદ અંગ્રેજ સરકારના હાથમાં સંપૂર્ણ આવ્યું. હેમાભાઇએ ઘણી સાર્વજનિક સખાવતો કરી. અમદાવાદમાં અંગ્રેજી નિશાળ, હેમાભાઈ ઇન્સ્ટિટયુટ નામની પુસ્તકશાળા, સંગ્રહસ્થાન, કન્યાશાળા અને એક હોસ્પિટલ વગેરે પ્રજા ઉપયોગી કામો તેમની સહાયથી થયા છે. સં. ૧૯૦૪ માં જન્મ પામેલ “ગૂજરાત વર્નાક્યુલર સોસાયટી'ને પણ સારી મદદ આપી. ગૂજરાત કોલેજ કરવામાં દશ હજાર રૂ. આપ્યા. ત્યાંની શહેરસુધરાઈ માટે સારો પરિશ્રમ લીધો. શત્રુંજય પર સવા ત્રણ લાખ રૂ. ખરચી ઉજમબાઈની ટુંક-નંદીશ્વરની ટુંક બંધાવી. પોતાની ટુંક સં. ૧૮૮૨ માં ત્યાં બંધાવી. સં. ૧૮૮૬માં પ્રતિષ્ઠા કરાવી. ઘણે ઠેકાણે ધર્મશાળા બંધાવી. ગાયકવાડે રાંચરડા ગામ બક્ષીસ કર્યું. તેની ઉપજમાંથી અમુક રકમ ખોડાં ઢોર અર્થે કાઢેલી છે, ને તે ગામ તેમના વંશજોના તાબામાં હજુ સુધી છે. સ્વ૦ સં. ૧૯૧૪. તેમના પુત્ર પ્રેમાભાઈ-તેઓ પણ એક પ્રખ્યાત વ્યક્તિ હતા. સં. ૧૯૦૫ માં શત્રુંજયનો સંઘ કાઢયો હતો. તેમણે અમદાવાદની હઠીસિંગ-પ્રેમાભાઈ હોસ્પિટલમાં (સિવિલ હોસ્પિટલોમાં બાવીસ હજાર દોઢસો, હેમાભાઈ ઇન્સ્ટિટયૂટના મકાન માટે સાત હજાર પચાસ, ગૂજરાત કોલેજના ફંડમાં દશ હજાર, મુંબઈની ગ્રાંટ મેડિકલ કોલેજમાં સુવર્ણ ચાંદ માટે અઢારસો, વિક્ટોરિયા મ્યુઝિયમમાં તેરસો પચાસ, મુંબઈની વિક્ટોરિયા ગાર્ડન્સમાં દશ હજાર, ગુ. વ. સોસાયટી ફંડમાં બે હજાર આપવા ઉપરાંત સં. ૧૯૩૪ ના દુકાળમાં વીસ હજાર, ને છ સ્થળે ધર્મશાળાઓ બંધાવવા ત્રેવીસ હજાર એમ કુલ લાખેક રૂ. ની સખાવત કરી. તેમના નામથી પ્રેમાભાઈ હૉલ' અમદાવાદમાં પ્રસિદ્ધ છે. શત્રુંજય પર પાંચ લાખ ખર્ચ દેરાસર અને પાલીતાણામાં ધર્મશાળા બંધાવેલ, વળી કેશરીયાજી, પંચતીર્થના સંઘ કાઢ્યા. સર્વ તીર્થસ્થળોનું રક્ષણ ને વહીવટ કરવા માટે આણંદજી કલ્યાણજી નામની પેઢીની સ્થાપના કરી ને તેના કાયદા તથા બંધારણ તેમના સમયમાં થયાં. સ્વ. ૧૯૪૩. તેમના પુત્ર મણિભાઈ, પછી ચીમનભાઈ લાલભાઈ નગરશેઠ થયા પછી કસ્તુરભાઈ મણિભાઈ હાલ વિમલભાઈ મયાભાઈ નગરશેઠ છે. ૯૮૭. આ ૧૯મા શતકમાં દુકાળો પડ્યા તેમજ મોંઘવારી બહુ રહી. મોટા દુકાળમાં સં. ૧૮૦૩ (તિલોતરો,) ૧૮૪૭ (સુડતાળો), સં. ૧૮૬૯ (અગણોતરો) હતા. ઉંદર આદિના ઉપદ્રવો પણ થયા. એકંદરે આ શતક બહુ ખરાબ ગયું. ૫૩૯. જુઓ મુંબઈ રો. એ. સી. નું જર્નલ વો. ૧૯ અં. ૫૩ સને ૧૮૯૭ પૂ. ૩૪૮-લેખ નામે Inscription on the 'Three Gateways'-Ahmedabad. તેમાં આ લેખ અંગ્રેજી ભાષાંતર સહિત આપેલ છે, ને તે ઉપરાંત તેમાં ઉલ્લેખેલ વ્યક્તિઓની ઓળખાણ અને શાંતિદાસ શેઠનું વંશવૃક્ષ તથા વંશજોનાં ટુંક વૃત્તાંત પણ આપેલ છે. આ બધા વંશજોનાં વિશેષ વૃત્તાંત માટે જુઓ મારો “જૈન ઐતિહાસિક રાસમાળા' ગ્રંથમાં મારી લખેલ સમાલોચના તથા નિવેદન; વળી જુઓ ‘ગૂજરાતનું પાટનગર અમદાવાદ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy