SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ " ૬ વિ૦ ૧૯ મું અને ૨૦ મું શતક. अनंतविज्ञानविशुद्धरूपं निरस्तमोहादिपरस्वरूपम् । नरामरेंद्रैः कृतचारुभक्ति नमामि तीर्थेशमनंतशक्तिम् ॥ १ ॥ अनादिसंबद्धसमस्तकर्म - मलीमसत्त्वं निजकं निरस्य । उपात्तशुद्धात्मगुणाय सद्यो नमोऽस्तु देवार्यमहेश्वराय ॥ २ ॥ જેમનું વિજ્ઞાન અનંત છે,-સ્વરૂપ નિર્મલ છે, જેમણે મોહ આદિ પરના સ્વરૂપને ઢાળેલું છે અને જેમની સુંદર ભક્તિ મોટા મોટા નરો અને અમરોએ કરી છે એવા અનંત શક્તિવાળા તીર્થંક૨ને નમું છું. પોતાની અનાદિકાળથી બંધાયેલા સમસ્ત કર્મની મલિનતાને દૂર કરી જેમણે શુદ્ધ આત્મગુણ ગ્રહણ કરેલો છે, એવા દેવતાઓને પૂજવા યોગ્ય દેવાર્ય-મહાવીર પ્રભુને નમસ્કાર હો ! Jain Education International [0 જિનલાભસૂરિષ્કૃત આત્મપ્રબોધ સં. ૧૮૩૩] ૯૮૬. શાંતિદાસ શેઠના પ્રસિદ્ધ વંશજો-શાંતિદાસ (જાઓ પારા ૮૩૩-૮૩૪)ના લખમીચંદ ને તેના ખુશાલચંદ; સં. ૧૭૮૯ (હીજરી ૧૧૩૭)માં મરેઠાઓ અમદાવાદને લૂટવા આવેલા તે વખતે તેમણે વચમાં પડી ગાંઠના પૈસા આપી મરેઠાની ફોજોના મોરચા ઉઠાવી લેવરાવ્યા, તે ઉ૫૨થી શહેરના મહાજનોએ એકત્ર થઇ તેને હંમેશો હક કરી આપ્યો કે જેટલો માલ શહેરના કાંટા ઉપર છપાય તે ઉપ૨ સેંકડે ચાર આના તે શેઠના તથા તેમની ઓલાદને આપતા રહીશું, આ હકને બદલે હાલ પ્રેમાભાઈના સમયથી સ૨કા૨ી તીજોરીમાંથી રૂા. ૨૧૩૩ નગરશેઠને મળે છે. આ વરસમાં બાદશાહી ફરમાનથી ખુશાલચંદ શેઠ અમદાવાદના નગરશેઠ ઠર્યા અને શહેરનાં મોટાં મહાજનોએ તેમને નગરશેઠ માન્યા. આ કુટુંબ લોકહિતાર્થ બુદ્ધિ અને ધન વિશેષે જૈન ધર્મને પુષ્ટિ કરવી એથી નામાંકિત થયેલું તેથી તેના મુખીને સઘળા વેપારીઓએ મળીને નગરશેઠનું માન આપેલું તે પ્રસંગે પ્રસંગે શહેરના લોકના મુખી છે અને જૈન સંઘના તે હંમેશ વડા છે તે અત્યાર સુધી વંશપરંપરા ચાલુ છે. ગાયકવાડોએ પણ પાલખી, છત્રી, મસાલ ને વર્ષે રૂ. એક હજાર એટલો હક કરી આપ્યો. (ગુજરાત સર્વ સંગ્રહ) ખુશાલચંદના નથુશા, જેઠમલ અને વખતચંદ એ ત્રણ પુત્રો. વખતચંદ શેઠ પ્રતાપી હતા. સં. ૧૮૨૨માં દામાજીએ પાટણ મુસલમાનો પાસેથી લઇ લીધું ને ત્યારથી ગાયકવાડના તાબામાં છે. તેમના સમયમાં ગુજરાતમાં ગાયકવાડ, પેશ્વા અને અંગ્રેજ કંપની એ ત્રણેનું રાજ્ય થયું હતું. દીલ્હીના પાતશાહનું તો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy