SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ કલ્પદ્રુમ ચો. ની રચના કરી. દેવચંદ્ર તો ખરેખર અધ્યાત્મરસિક પંડિત હતા. તેથી તેમની પ્રાયઃ સર્વ કૃતિમાં અધ્યાત્મ ઝળકે છે. નેમિદાસ શ્રાવકની સં. ૧૭૬૬ની ધ્યાનમાલા સ્વતંત્ર કૃતિ છે. ૯૮૪. વૈદકના વિષય પર અત્યાર સુધી ગૂજરાતી ભાષામાં કોઇએ પદ્યમય રચના કરી નહોતી તે આ શતકમાં નયનશેખરે સં. ૧૭૩૬માં યોગરત્નાકર ચો. રચીને કરી. ૪૪૦ ૯૮૫. તીર્થોના, તીર્થયાત્રાઓના ઇતિહાસ અને બનાવો નોંધવાની પણ જૈન મુનિઓએ કાળજી રાખી છે. આ શતકમાં તેના દાખલા તરીકે ૧૭૭૨ માં મહિમાસૂરિષ્કૃત ચૈત્ય પરિપાટી એ વિનીતકુશલ ફ્ક્ત શત્રુંજય તીર્થમાલા, ૧૭૪૬માં શીલવિજય કૃત તીર્થમાલા, સં. ૧૭૫૦માં સૌભાગ્યવિજય (૨) કૃત તીર્થમાલા સ્ત૦, ૧૭૫૫માં જ્ઞાનવિમલ કૃત તીર્થમાલા, ૧૭૭૧માં જિનસુખ કૃત જેસલમેર ચૈત્યપાટી વગેરે. આ શતકના અંતમાં-સં. ૧૭૯૧માં શત્રુંજય પ૨ છીપાવસહી નામની ટુંક છીપા (ભાવસાર) લોકોએ બનાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy