SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૯૭૮ થી ૯૮૩ લોકકથા-ઐતિહાસિક સાહિત્ય ૪૩૯ શલોકા'ની રચના પણ આ શતકમાં પ્રથમ થઈ જણાય છે. દા.ત. ૧૭૪૯ પહેલા વિનીતવિમલકૃત આદિનાથ શલોકો, ઉદયરત્નકૃત નેમિનાથ શલોકો, શાલિભદ્ર શલોકો (સં. ૧૭૭૦) ને ભરત બાહુબલિનો શલોકો સં. ૧૭૯૫; દેવવિજયનો શંખેશ્વર શલોકો સં. ૧૭૮૪, મોતીમાલુકૃત નેમિશ લોકો સં. ૧૭૯૮. - ૯૮૧. શૃંગારની છાંટવાળાં નેમ રાજાલના બારમાસ, સ્થૂલભદ્ર નવરસો વગેરે આ શતકમાં રચાયાં છે. ખાસ વૈરાગ્યસૂચક રૂપક પ્રબોધચિંતામણી ચો. જયશેખરસૂરિકૃત પંદરમા સૈકામાં રચાયું તેનો આસ્વાદ આ શતકના કવિઓને થતાં અનેક કાવ્યો ઉદભવ્યાં. દા.ત. સુમતિરંગ કૃત સં. ૧૭૨૨માં અને ધર્મમંદિરકૃત સં. ૧૭૪૧માં પ્રબોધચિંતામણી રાસ લાભવને ૧૭૪રમાં, કુશલલાભ, (૨) એ સં. ૧૭૪૮માં અને ઉદયરત્ન તેમજ નેમિવિજયે કરેલા ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ રાસ. - ૯૮૨. ઐતિહાસિક સાહિત્ય-લબ્ધોદય સં. ૧૭૦૭માં પદ્મિનીચરિત્ર, ૧૭૧૧માં ભાણવિજયકૃત વિજયાણંદસૂરિ નિર્વાણસઝાય, કેસરકુશલે સં. ૧૭૧૬માં જગડુ પ્રબંધ રાસ, સં. ૧૭૨૦માં ખ. જિનસાગરસૂરિ પર સુમતિવલ્લભનો શ્રીનિર્વાણ રાસ, મેરૂવિજયે સં. ૧૭૨૧માં ને અભયસોમે ૧૭૨૯માં વસ્તુપાલ તેજપાલ રાસ, તે વર્ષ પછી સુરજીએ લીલાધર રાસ, ૧૭૨૧ પહેલાં તેમસૌભાગ્યે અને ૧૭૨૫ પછી તિલકસાગરે રાજસાગરસૂરિ નિર્વાણ રાસ, મેઘવિજયકૃત વિજયદેવનિર્વાણ રાસ ૧૭૨૯માં, ૧૭૩૭માં જ્ઞાનકીર્તિનો ગુરુદાસ, ૧૭૩માં સુમતિવિજયની રત્નકીર્તિ ચો., સં. ૧૭૪૧માં લક્ષ્મરત્નકૃત ખેમાહડાલીઆનો રાસ, નં. ૧૭૪રમાં જિનહર્ષકૃત કુમારપાલ રાસ અને કીર્તિસાગરસૂરિના શિષ્ય કૃત ભીમજી ચો., ૧૭૪૭ આસપાસ દીપસૌભાગ્યકૃત વૃદ્ધિસાગરસૂરિ રાસ, ૧૭૫૬માં નિહર્ષકૃત સત્યવિજય નિર્વાણ રાસ, ૧૭૬રમાં રામવિમલકૃત સૌભાગ્યવિજય નિર્વાણરાસ, ૧૭૬૯માં સુખસાગરનો વૃદ્ધિવિજય રાસ, સં. ૧૭૭૩માં જિનવિજય (૩) કૃત કપૂરવિજય રાસ, ૧૭૭૩ પછી રામવિજય (૧) કૃત વિજયરત્નસૂરિ રાસ, નિંદ્રસાગરકૃત વિજયક્ષમાસૂરિનો શલોકો, ૧૭૮૨માં ભાવપ્રભસૂરિકૃત મહિમાપ્રભ રાસ, ૧૭૮૬ પછી જિનવિજય (૩) કૃત ક્ષમાવિજય રાસ, ૧૭૮૮ પછી રામવિજય (૨) કૃત લક્ષ્મીસાગરસૂરિ રાસ, સં. ૧૭૯૩માં વલ્લભકુશલકૃત હેમચંદ્રગણિ રાસ, ૧૭૯૫માં ઉદયરત્નકૃત વિમલમેતાનો શલોકો અને લાધાશાહ કૃત શિવચંદ રાસ, ૧૭૯૭માં પુણ્યરત્ન (૨) કૃત ન્યાયસાગર નિર્વાણ રાસ, ૧૭૯૮માં નિત્યલાભકૃત વિદ્યાસાગરસૂરિ રાસ તથા હરખચંદ ક્ત માણેકદેવીનો રાસ તથા ૧૭૯૯ પછી ઉત્તમવિજયકૃત જિનવિજય નિર્વાણ રાસ. - ૯૮૩. દાર્શનિક વિષયપર-દ્રવ્યાનુયોગ પર રાસ રચવાની પહેલ યશોવિજય ઉપાધ્યાયે દ્રવ્યગુણપર્યાય રાસ રચી કરી. “રાસ' સામાન્યતઃ કથા ઉપર નાયકના યશોગાન કરવા અર્થે રચાતોએ શબ્દ ત્યાં વપરાતો. તે સિવાયના વિષય પરત્વે રાસ એટલે રસમય શબ્દોમાં પદ્ય ઘટના એ અર્થમાં હવે વપરાયો. એવામાં માનવિજયકૃત નયવિચાર-સાત નયનો રાસ, હેમરાજકૃત સં. ૧૭૨૬માં નયચક્ર રાસ રચાયા. ઉપદેશ અને અધ્યાત્મ વિષયે અનુવાદ રૂપે હરમુનિએ સં. ૧૭૨૭માં ઉપદેશ રત્નકોશ ચો. અને દેવચંદ્ર ૧૭૬૬માં ધ્યાનદીપિકા ચો. અને સં. ૧૭૭૭ માં રંગવિલાસે અધ્યાત્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy