SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ (૩) ૧૭૭૯-૯૩. પુણ્યવિલાસ ૧૭૮૦, જ્ઞાનવિજય ૧૭૮૦-૧, રંગવિજય ૧૭૭૯-૧૮૦૭, તિલકસૂરિ, રત્નવિમલ ૧૭૮૫, જ્ઞાનસાગર (પછીથી ઉદયસાગરસૂરિ) ૧૭૮૬-૯૭, શાંતસૌભાગ્ય ૧૭૮૭, ત્રિલોકસિંહ ૧૭૮૮, જિનવિજય (૪) ૧૭૯૧-૯૯, અમર ૧૭૯૪-૯૮, મહિમાવદ્ધન ૧૭૯૬, ગુણવિલાસ, પુણ્યરત્ન, રાયચંદ ૧૭૯૭, હરખચંદ ૧૭૯૮, સત્યસાગર ૧૭૯૯-એ સર્વે આ શતકના બીજા અર્થમાં થયા. ૯૭૮. આ પૈકી જ્ઞાનવિમલના ચરિત્ર માટે જુઓ પ્રાચીન સ્તવન રત્નસંગ્રહ ભા. ૧ ની પ્રસ્તાવના, દેવચંદ્રજી માટે મારો નિબંધ નામે “અધ્યાત્મરસિક પંડિત દેવચંદ્રજી' (બુ0 ગ્રં. નં. ૧૦૩૧૦૪ માં અને જૈનયુગ પુ. ૨ અંક ૯-૧૨ પૃ. ૪૨૩, ૪૭૩, પ૬૭), જિનવિજય (૩) ના ચરિત્ર માટે જુઓ મારી “જૈન રાસમાળા'. આ શતકના સર્વે કવિઓની કૃતિઓ માટે જુઓ “જૈન ગૂર્જર કવિઓ ભાગ બીજો આખો. ૯૭૯. લોકકથાસાહિત્ય-ચંદન મલયાગિરિ પર બે વખત સં. ૧૭૦૪માં ને ૧૭૪૪માં જિનહર્ષ, ૧૭૧૧માં સુમતિ હસે, સં. ૧૭૩૬માં અજીતચંદ્ર, ૧૭૪૭માં યશોવર્ધન, ૧૭૭૧માં ચતુરે અને સં. ૧૭૭૬માં કેસરે ચોપાઈ આદિમાં કાવ્યરચના કરી તે પરથી તે કથા ઘણી લોકપ્રિય અને લોકપ્રસિદ્ધ જણાય છે. સં. ૧૭૧૦ પહેલાં ધનદેવે સ્ત્રીચરિત્ર રાસ, પંચાખ્યાન વિષયે કર્મરેખા ભાવીની રાસ વીરવિમલે ૧૭૨૨માં અને તે પર નિત્યસૌભાગ્યે ૧૭૩૧માં, માનવિજયે વિક્રમાદિત્ય ચરિત્ર સં. ૧૭૨૨-૨૩માં, અભયસોમ વિક્રમચરિત્ર ખાપરા ચો. અને લાભવદ્ધન-લાલચંદે (૯૦૦ કન્યા, ખાપરા ચોર અને પંચ દંડ ગર્ભિત) વિક્રમ ચો. ૧૭૨૩માં, તે અભયસોમ વિક્રમચરિત્ર-લીલાવતી ચો. તેમજ પરમસાગરે વિક્રમાદિત્ય રાસ અને માનસાગરે વિક્રમાદિત્ય સુત વિક્રમસેન રાસ સં. ૧૭૨૪માં, લક્ષ્મીવલ્લભે વિક્રમાદિત્ય પંચદંડ રાસ ૧૭૨૭; લીલાવતી રાસ ઉક્ત લાભવર્ધને તેમજ કુશલધીરે ૧૭૨૮માં, અને ઉદયરત્ન સં. ૧૭૬૭માં, તે કુશલધીરે ભોજચરિત્ર ચો. ૧૭૨૯માં, નિત્યસૌભાગ્યે નંદબત્રીશી સં. ૧૭૩૧માં ધર્મવર્ધને શનિશ્ચર વિક્રમ ચો. ૧૭૩૬ લગભગ, કાન્તિવિમલે વિક્રમકનકાવતી રાસ ૧૭૬૭માં, નિત્યલાભે સદેવંત સાવલિગા રાસ ૧૭૮૨માં રચેલ છે. આ ઉપરાંત જૈનકથાનાયક-નાયિકાઓ પર, સતીઓ પર અનેક રચનાઓ થઈ છે. તેનો ઉલ્લેખ વિસ્તારભયથી અત્ર કરવામાં આવ્યો નથી. વિદ્યાવિલાસની કથાની ખ્યાતિ આ શતકમાં પણ હતી; અને તેના પર જિનહર્ષ સં. ૧૭૧૧માં અને અમરચંદે સં. ૧૭૪૫માં રાસ રચેલ છે. ૯૮૦. પદો એટલે ભક્તિ-વૈરાગ્યપ્રેરિત ટુંકાં ગીતો હીંદી કવિઓ નામે કબીર, મીરાંબાઈ, પછી સુરદાસ આદિએ પુષ્કળ ગાયાં છે. ગૂર્જર સાહિત્યમાં નરસિંહ મહેતાએ તેની પહેલ કરી છે. જૈન ગૂર્જર સાહિત્યમાં સમયસુંદરે ૧૭મા શતકમાં શરૂઆત કરેલી જણાય છે, ને તે વખતે તેને ગીતોઅધ્યાત્મ ગીતો કહેવામાં આવતાં. ખરા વૈરાગ્ય અને ભાવપ્રેરક રૂપકમય અને ભક્તિપ્રધાન પદો રચવામાં આ સૈકાના આનંદઘન ચડી જાય છે, તેમનું જોઇને તેમના સમકાલીન વિનયવિજય અને યશોવિજયે સુંદર પદો પોતાના હૃદયની ઉત્કટ લાગણીના ઉદ્ગાર રૂપે રચ્યાં. લાંબા લહેકાથી ગવાતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy