SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૯૭૧ થી ૯૭૩ ૧૮સૈકાનું ગૂજરાતી સાહિત્ય ૪૩૫ કર્યા છે એટલું જ નહિ પરંતુ પોતાની ગૂજરાતી પદ્ય કૃતિઓ નામે દ્રવ્ય ગુણપર્યાય રાસ, ૩૫૦ ગાથાના સીમંધર સ્તવન, ૧૫૦ ગાથાના મહાવીર સ્તવન (સં. ૧૭૩૩), સમ્યકત્વના છ સ્થાન સ્વરૂપ ચોપાઈ (સં. ૧૭૩૩) પર પણ બાલાવબોધ રચ્યા છે. વિચારબિંદુ એ પોતાના ધર્મપરીક્ષાના વાર્તિક તરીકે પ્રશ્નોત્તર રૂપે ગદ્યમાં રચેલ છે. સત્યવિજય શિ. વૃદ્ધિવિજયે ઉપદેશમાલાના બાલાવબોધ (સં. ૧૭૧૦ કે ૧૭૩૩) રચ્યો. તેમાં ઉ. યશોવિજયે સહાય આપી છે. સં. ૧૬૬૫માં વિજયદેવસૂરિના રાજ્ય “લોકનાલનો બાલાવબોધ કરનાર જશવિજય તે વિમલહર્ષના શિષ્ય હોઈ આ યશોવિજયથી ભિન્ન છે; પાલીતાણામાં મુનિ કપૂરવિજયના ભંડારમાં એક યશોવિજયની સં. ૧૬૬૫ની ધાતુપાઠની લખેલી પ્રત છે તે પણ આ યશોવિજય નહિ, પણ ઉક્ત વિમલહર્ષ શિષ્ય હોવા ઘટે છતાં તે જોઈ નક્કી કરવાની જરૂર રહે છે. તત્ત્વાર્થસૂત્ર પર એક યશોવિજયગણીએ ગૂજરાતી ટબો (પ્ર. ક.) કર્યો છે તે તો આપણા આ નૈયાયિક યશોવિજય હોવા ઘટે કારણ કે તેમણે સંસ્કૃતમાં તે સૂત્રના ભાષ્ય પર વૃત્તિ કરી છે, પણ પં. સુખલાલજી તેને તેથી ભિન્ન માને છે. તે ટબાકારે તત્ત્વાર્થના દિગંબરી સર્વાર્થસિદ્ધિ નામની વૃત્તિને માન્ય સૂત્રપાઠને લઈ તેના પર માત્ર સૂત્રના અર્થ પૂરતો ટો લખ્યો છે અને દબો લખતાં તેમણે જ્યાં જ્યાં શ્વેતાંબર અને દિગંબરનો મતભેદ કે મતવિરોધ આવે છે ત્યાં સર્વત્ર શ્વેતાંબર પરંપરાને અનુસરીને જ સૂત્રનો અર્થ કર્યો છે. આમ સૂત્રપાઠ દિગંબરીય છતાં અર્થ શ્વેતાંબરીય છે,–જાઓ પં. સુખલાલજીની તત્ત્વાર્થ સૂત્ર પર ગુજરાતી વ્યાખ્યા ભાગ બીજાની પ્રસ્તાવના પૃ. ૪૮-પ૦. - ૯૭૩. ૧૭૦૭માં ત) દેવવિજય-શાંતિવિજય શિ. ખીમાવિજયે મહમ્મદાવાદમાં જયવિજય શિ. મેરૂવિજયની સહાયથી કલ્પસૂત્ર પર (ખેડા ભં.), ૧૭૦૯માં કેશવજી ઋષિએ દશાશ્રુત સ્કંધ પર, સં. ૧૭૧૧માં ખ. રત્નસાર ગણિ-હેમાનંદના શિષ્ય યતીન્દ્ર દશવૈકાલિક પર (વે. નં. ૧૪૮૧), તથા બૃ૦ ત, દેવરત્નસૂરિ-રાજસુંદર શિષ્ય પદ્મસુંદર ગણિએ રત્નકીર્તિસૂરિના રાજ્ય (સં. ૧૭૧૧ થી ૧૭૩૪ વચ્ચમાં) ઉત્તમ અને સુંદર ટબાર્થ ભગવતી સૂત્ર પર (હા. પા. પ્ર. કા), સં. ૧૭૧રમાં કટુક (કડવા) મતના સા કલ્યાણજીએ કાય-સ્થિતિ પ્રકરણ પર (પાલણપુર ડાયરા ભં. દા. ૩૧ નં. ૧૫ સ્વલિખિત), ૧૭૧૪માં કુંવરવિજયે અને વૃદ્ધિવિજય શિ. કનકવિજયે સં. ૧૭૩૨માં શાહિપુરમાં રત્નાકર પંચવિંશતિ પર, ૧૭૧૬માં ત૭ સોમવિમલસૂરિ-હર્ષસોમ-જશસોમ શિષ્ય જયસોમે છ કર્મ ગ્રંથ પર (પ્ર) પ્રકરણ રત્નાકર ભાગ ૪), ૧૭૨૨માં દાનવિજયે સ્વકૃત કલ્પ સૂત્ર સ્તવન પર, સં. ૧૭૨૪માં ભાનુવિજય શિ. લાવણ્યવિજયે સુધારેલો કલ્પસૂત્ર પર, સં. ૧૭૨૮ પહેલાં લોંકાગચ્છના રત્નસિંહ-દેવજી શિષ્ય ધર્મસિંહે ૨૭ સૂત્ર પર, ૧૭૨૯માં ખ૦ માનવિજય-કમલહર્ષ શિ. વિદ્યાવિલાસે કલ્પસૂત્ર પર, કનકસુંદરે જ્ઞાતાધર્મ કથાગ પર (લ. સં. ૧૭૩૧) માનવિજયે નવતત્વ પર, ૧૭૪૪માં જીતવિમલે ઋષભ પંચાશિકા પર, ૧૭૪૬માં ધર્મસાગર-શ્રુતસાગર-શાંતિસાગર શિ૦. અમૃતસાગરે ધર્મસાગરકૃત સર્વજ્ઞશતક પર બાળાવબોધની રચના કરી. ૯૭૪. સં. ૧૭૩૯ થી ૭૩ સુધીમાં જ્ઞાનવિમલસૂરિએ (સં. ૧૭૫૮માં) પચ્ચખાણ ભાષ્ય આદિ ત્રણ ભાષ્ય, આનંદઘનકૃત ચોવીશી પૈકી ૨૨ સ્તવનો (૧૭૬૯), યશોવિજયજીકૃત યોગદષ્ટિની સઝાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy