SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૫ અર્વાચીન ગુજરાતી સાહિત્ય. વિક્રમ ૧૮મું શતક. કાળલબ્ધિ લઈ પંથ નિહાલશું રે એ આશા અવલંબ એ જન જીવેરે જિનજી ! જાણજોરે આનંદઘન મત-અંબ-પંથડો, x જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો વર્જિત સકલ ઉપાધિ, સુજ્ઞાની અતીંદ્રિય ગુણમણિ-આગરૂ ઈમ પરમાતમ સાધ, સુજ્ઞાની, X દુ:ખ-સુખરૂપ કરમફળ જાણો, નિશ્ચય એક આનંદો રે. ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે-વાસુ0 x આતમજ્ઞાની શ્રમણ કહાવે બીજા તો દ્રવ્યલિંગી રે વસ્તુગતે જે વસ્તુ પ્રકાશ આનંદઘન-મત-સંગી રે-વાસુ0 x ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતા તત્ત્વની વાત કરતાં ન લાજે ઉદરભરણાદિ નિજ કાજ કરતા થકા મોહ નડિયા કલિકાળરાજે ધાર. X. પ્રવચન-અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન જિનેશ્વર ! હૃદયનયન નિહાળે જગધણી મહિમા મેરૂ સમાન જિનેશ્વર !-ધર્મ0 X અહો અહો હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે અમિત ફળ દાન દાતારની, જેહની ભેટ થઈ તુજ રે-શાંતિo x પદર્શન જિન-અંગ ભણી, ન્યાય ષડંગ જો સાધે રે નમિ જિનવરના ચરણ ઉપાસક, પર્ દર્શન આરાધે રે-પ૦ x -આનંદઘનકૃત સ્તવનોમાંથી. ૯૭૧. આ શતકમાં પૂર્વના શતકો કરતાં અધિક પૂરમાં ગદ્ય અને પદ્ય ગૂજરાતી સાહિત્ય જૈનો તરફથી રચાયું છે. પદ્ય સાહિત્યથી “જૈનગૂર્જર કવિઓ” બીજો ભાગ આખો લગભગ છસો પાનાંથી ભરાયો છે. ગદ્યસાહિત્યનો નામનિર્દેશ ત્યાં પૃ. ૫૯૦ થી ૫૯૪ માં કર્યો છે. તેમાંથી અને બીજેથી નામનિર્દેશ અત્ર કરીશું. ૯૭૨. ગદ્યસાહિત્ય-યોગી મહાત્મા આનંદઘનની ચોવીશી પૈકી ૨૨ સ્તવનો પર યશોવિજયે બાલાવબોધ કર્યો હતો. પરંતુ દુર્ભાગ્યે તે હજુ પ્રાપ્ત થયો નથી. તે ઉપરાંત તેમણે પંચનિર્ચથી (પ્રા.) પર (લ. સં. ૧૭૨૩) અને પોતાના ગ્રંથ નામે અધ્યાત્મમત પરીક્ષા અને જ્ઞાનસાર પર બાલાવબોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy