SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૯૬૫ થી ૯૭૦ ૪૩૩ વિમલકીર્તિ શિ૦ વિમલસૂરિએ ઉપદેશશતક (કેશરવિજય ભં. વઢવાણ) અને સં. ૧૭૯૭માં રત્નચંદ્ર નવતત્ત્વ પ્રકરણ પર ટિપ્પન (ચુનીજી ભં. કાશી), (લો) તેજસિંહે સં. ૧૭૯૮માં સિદ્ધાન્તશતક (પ્ર. કા.) તથા દૃષ્ટાન્તશતક (પ્ર. જૈન કથાનકોષ ભાગ પ માં) રચ્યાં. ૯૭). આ શતકના અંતમાં યા ૧૯મા શતકના પ્રારંભમાં તપાગચ્છના વિજયદયાસૂરિના રાજ્યમાં (સં. ૧૭૮૫-૧૮૭૯) ભાવસાગર શિષ્ય વિનીતસાગરના શિષ્ય ભોજસાગરે જૈન ફિલસુફીનો દ્રવ્યાનુયોગતર્કણા નામનો ગ્રંથ સ્વોપજ્ઞ ટીકા સહિત રચ્યો (હિન્દી અનુવાદ સહિત પ્ર. પરમકૃત પ્રભાવક મંડળ). તેમાં ૧૫ અધ્યાયોમાં દ્રવ્ય ગુણ, પર્યાયનું સ્વરૂપ તથા પ્રમાણ અને નય પર વિચારણા પ્રાચીન આગમ અને સન્મતિ આદિ ગ્રંથોની પુષ્ટિ પ્રમાણ સહિત બતાવેલ છે. આમાં કિંચિત્ રચના યશોવિજયજીના પોતાના ગૂજરાતી દ્રવ્યગુણ પર્યાયરાસ પર લખેલ ભાષાવિવરણ પરથી કરી છે. ઉપા. યશોવિજયે મલ્લવાદીના નયચક્રને બરાબર ગોઠવી કરેલ નવચક્રતુંબ સં. ૧૭૧૪નો લખેલો પાટણના હાલાભાઈ ભંડારના દા. પ૯માં વિદ્યમાન છે. પ૩૮. બુ. ૨ માં આ સંબંધી એમ છે કે કર્તા તે હીરવિજયસૂરિ કીર્તિવિજય-સૂરવિજયગણિના શિષ્ય હતા ને તે કૃતિ સં. ૧૭૨૨માં તેજવિજયગણના કહેવાથી વિજયરાજસૂરિ (સ્વ. ૧૭૪૨)ના રાજ્યમાં રચવામાં આવી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy