SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ ૨ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મતને તોડી પોતાના મતની પ્રમાણથી પુષ્ટિ કરતો પાંડિત્યદર્પણ નામનો ગ્રંથ, સં. ૧૭૩૮માં ખ૦ જિનહર્ષસૂરિ સુમતિ હંસ શિ૦ મતિવર્ધને જગતારિણી નગરીમાં ગૌતમપૃચ્છા પર સુગમવૃત્તિ (કી. ૨ નં. ૩૭૬; વે. નં. ૧૫૯૮)ની રચના કરી. સં. ૧૭૪પમાં ખ૦ લક્ષ્મીકીર્તિ શિ૦ લક્ષ્મીવલ્લભે ધર્મોપદેશ પર વૃત્તિ (જે{પુણ્યકીર્તિ વિ. પ્રકા. સન્માર્ગ પ્ર.}) રચી તથા તેમણે ઉત્તરાધ્યયન પર વૃત્તિ {સં. મુનિ ભાગ્યશવિજય પ્રકા. ભદ્રંકર પ્ર.) અને કલ્પસૂત્ર પર કલ્પદ્રુમકલિકા નામની રચેલી વૃત્તિઓ પ્રસિદ્ધ છે. (જેસ. પ્ર. પૃ. ૪૨) ૯૬૫. ત. વિજયવિમલ-ધીરવિમલ-નયવિમલે (પછીથી થયેલ જ્ઞાનવિમલસૂરિ)એ પ્રાકૃત અને ગૂ. ભાષામાં સં. ૧૭૩૮માં રચાયેલ વિનયવિજયકૃત શ્રીપાલરાસ પરથી સંસ્કૃતમાં શ્રીપાલચરિત્ર (કાં. વડો {પ્ર. દે. લા.}) અને વિજયપ્રભસૂરિના રાજ્ય (સં. ૧૭૧૦ થી ૧૭૪૭) પ્રશ્નવ્યાકરણ પર ટીકા (કાં. વડો) તથા તે સૂરિના રાજ્ય ત. જયવિજય શિ0 માનવિજયે પોતાના શિષ્ય દેવવિજય માટે ધર્મપરીક્ષા (કાં. વડો)ની રચના કરી. સં. ૧૭૫૧માં પાઠક ચાસદર-કલ્યાણનિધાન શિ૦ લબ્ધિચંદ્રગણિએ જન્મપત્રી પદ્ધતિ (કી. ૩, નં. ૧૫૬), સં. ૧૭૬૫માં રંગવિજયે ગૂર્જરદેશભૂપાવલી ૯૪ શ્લોકમાં રચી. ૯૬૬. સં. ૧૭૫૦માં ત. વિજયરાજસૂરિ શિ૦ દાનવિજયે પોતાના શિષ્ય દર્શનવિજય માટે કલ્પસૂત્રપર દાનદીપિકા નામની ટીકા (કાં. છાણી), અને સં. ૧૭૭૦ ની આસપાસ ગૂર્જરધરામાં વિખ્યાત એવા શેખ ફત્તેના પુત્ર બડેમિયાંને શીખવા માટે શબ્દભૂષણ નામનું એક સંસ્કૃત પદ્યમાં વ્યાકરણ (વે. નં. ૮૫; ભાં. ૧૮૮૨-૮૩ નં. ૪૫૭)ની રચના કરી. ૯૬૭. સં. ૧૭૮૧ માં ત. સુમતિવિજય શિ. રામવિજયે ઉપદેશમાલા પર વૃત્તિ (લીં. ગૂ૦ ભાષાપ્ર૦ જૈ. ધ૦ સભા) અને તપાગચ્છની રત્નશાખામાં અને ન્યાયરત્ન શિ૦ હંસરને ધનેશ્વરકૃત શત્રુંજય માહાભ્ય પરથી શત્રુંજય માહાભ્યોલ્લેખ નામનો ૧૫ સર્ગમાં સાદા સંસ્કૃત ગદ્યમાં સાર રો. (વે. નં. ૧૭૭૬ (પ્ર. દિવ્ય દર્શન ટ્રસ્ટ વગેરે.}) ૯૬૮. પર્ણમિકગચ્છના ભાવપ્રભસૂરિ પાટણના ઢંઢેરવાડામાં થયા. તેઓ વિદ્યાપ્રભ-લલિતપ્રભવિનયપ્રભ મહિમપ્રભના શિષ્ય હતા. સં. ૧૭૮૪માં ભક્તામર સમસ્યા પૂર્તિ (નેમિભક્તામર) સ્તવન સ્વપજ્ઞ ટીકા સહિત (ક. છાણી. પ્ર. આ૦ સમિતિ) અને સં. ૧૭૯૧માં ત્યાં કલ્યાણ મંદિર સ્તોત્રની સમસ્યા પૂર્તિ સ્તવન (જૈનધર્મવર સંસ્તવન) સ્વોપજ્ઞ વૃત્તિ સહિત (પી. પ; ૧૭૦ {સં. હી. ૨. કાપડીયા, પ્રકા. દે. લા.} રચ્યાં. તે દરેકમાં મૂલ જે સ્તોત્રની સમસ્યા પૂર્તિ કરી છે તે એવી રીતે કે તે દરેક શ્લોકનું છેલ્લું પદ તે સ્વરચિત સ્તવનોના દરેક શ્લોકના ચોથા પદ તરીકે આવે. તેમણે ઉ. યશોવિજયના નયોપદેશ પર લઘુ વૃત્તિ (પ્ર. જૈ. ધ.) તથા પ્રતિમાશતક પર લઘુ ટીકા (પ્ર. આ. સભા) પણ રચી છે. ૯૬૯. સં. ૧૭૯૨માં પંકિતપતાકા નામનો ગ્રંથ રચાયો (કા. વડો.), સં. ૧૭૯૩માં ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy