SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૯૫૮ થી ૯૬૪ ૧૮માં સૈકાનું સંસ્કૃત સાહિત્ય ૪૩૧ કુંવર ભોજરાજના વારામાં તેના નામથી શ્લોક તથા કાવ્યમાં ભોજવ્યાકરણ (વેબર નં. ૧૬૩૬ પૃ. ૨૦૩-૪(પ્ર. આર્યજય કલ્યાણ કેંદ્ર;) રચ્યું કે જેની સં. ૧૭૬૩ની પ્રત મળે છે, અને વળી તેણે સારસ્વત વ્યાકરણનાં સૂત્રોને પદ્ય-છંદમાં મૂકી વૃદ્ધચિંતામણી નામના ગ્રંથમાં (વિવેક0 ઉદેવ) ગૂંથ્યાં. {વિશેષ માટે જુઓ કલ્યાણ ગૌત્તમ સ્મૃતિ ગ્રંથ પૃ. ૨૬૯ થી.} ૯૬ ૧. સં. ૧૭૨૨ લગભગ ખ. જિનમાણિકયસૂરિશાખાના વિનયસમુદ્ર-રત્નવિશાલલમ્બિવિજયના શિષ્ય મહિમોદયે જ્યોતિષ રત્નાકર નામનો જ્યોતિષગ્રંથ રચ્યો (ગુ. નં. ૬૩-૨૪) ૯૬ ૨. ત૭ ચારિત્રસાગર-કલ્યાણસાગર-યશ સાગરશિષ્ય યશસ્વતસાગર (જસવંતસાગર) થયા. તે પણ વિદ્વાન હતા. તેમણે વિચારષટત્રિશિકા પર અવચૂરિ સં. ૧૭૨૧ (૧૭૧૨ ?), ભાવસપ્તતિકા સં. ૧૭૪૦માં, જૈનસપ્તપદાર્થી સં. ૧૭૫૭માં, પ્ર. સંગ્રામપુરમાં જયસિંહના રાજ્યમાં પ્રમાણવાદાર્થ સં. ૧૭૫૯માં, ગણેશકૃત ગ્રહલાઘવ નામના જ્યોતિષના ગ્રંથપર વાર્તિક સં. ૧૭૬૦માં, જન્મકુંડલીપર યશોરાજી રાજપદ્ધતિ (સ્વલિખિત સં. ૧૭૬૨), રત્નાકરાવતારિકા પંજિકામાંથી વાદાર્થનિરૂપણ, સ્તવનરત્ન રચ્યાં. આ સર્વેની પ્રતો ઉદયપુરના વિવેકવિજય યતિના ભંડારમાં ઉપલબ્ધ છે. તેમણે સ્યાદ્વાદ મુક્તાવલી પણ રચેલ છે તે મુદ્રિત થયેલ છે. પ્ર. વાડીલાલ વખતચંદ.} ૯૬૩. સં. ૧૭ર૬માં ત) પ્રજ્ઞોદયરૂચિ-હિતરૂચિ શિ૦ હસ્તિફચિએ વૈદ્યક ઉપર એક ગ્રંથ નામે વૈદ્યવલ્લભ (જવર, સ્ત્રીરોગ, કાસક્ષયાદિ રોગ, ધાતુરોગ, અતિસારાદિ રોગ, કુષ્ટાદિ રોગ, શિરકર્ણાક્ષરોગના પ્રતિકાર તથા સ્તંભન પર મુરાદિસાહિ ગુટિકા-એ) આઠ અધ્યાયમાં રચ્યો (વે. નં. ૨૦૪, પી. ૪ નં. ૧૦૯૫) સં. ૧૭૩૦ માં ત૨ ધીરવિજય-લાભવિજય શિ૦ વૃદ્ધિવિજયે ૩૮ ગાથામાં શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન રચ્યું (હાઇ પાવ). સં. ૧૭૩૧માં ત૮ વિજયાનંદ સૂરિ-શાંતિવિજય શિ૦ માનવિજયે અમદાવાદમાં ત્યાંના એક પ્રસિદ્ધ આગેવાન શાંતિદાસ (પ્રસિદ્ધ ઓસવાળ ઝવેરી શાંતિદાસથી ભિન્ન)ની પ્રાર્થનાથી વૃત્તિસહિત ત્રણ અધિકારમાં ધર્મસંગ્રહ નામનો મોટો ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો તેમાં શ્રાવક અને સાધુ-ધર્મ સંબંધી ઘણી બાબતોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. (થોડો ભાગ ગૂ૦ ભા) સાહિત પ્ર0 જૈન વિદ્યા પ્રસારક વર્ગ આ. ભદ્રકરસૂરિ મ.ના સંપૂર્ણ ગુ. અનુ. સાથે બે ભાગમાં પ્ર. જૈન વિદ્યાશાળા.) મૂળ આખો બે ભાગમાં પ્રવ દેવ લાવ નં. ૨૬ અને ૪૫ (જિ. આ. ઢ. દ્વારા ત્રણ ભાગમાં સં. મુનિચન્દ્ર વિ.}). આ ગ્રંથનું સંશોધન શ્રી યશોવિજય ઉપાધ્યાયે કર્યું ને તેનો પ્રથમાદર્શ કાંતિવિજય ગણિએ લખ્યો. ઉક્ત શાંતિદાસના પિતા શ્રીમાળી વણિક નામે મતિઆ હતા કે જેમણે હમેશાં ગૃહને દાનશાલા બનાવી તીર્થરાજ આદિની યાત્રા કરી સાતે ક્ષેત્રમાં વિત્ત વાપર્યું હતું, અને આ શાંતિદાસ પોતે પણ ઉદાર હતા અને તેમણે ગૂજરાતમાં પડેલા દુકાળમાં કોને અન્ન વસ્ત્ર ઔષધ આપી જગડુશા જેવી ખ્યાતિ મેળવી હતી; વળી સાધર્મિકોમાં બહુદાન કરી છેવટે પુત્રને પોતાનાં ઘર ને કારભાર સોંપી નિવૃત્ત થઈને સિદ્ધાંત શ્રવણાદિ ધર્મ કરવામાં પ્રવૃત્ત થયા હતા. તે સમયે આ ગ્રંથ રચવાની પ્રાર્થના કરી હતી. ૯૬૪. સં. ૧૭૩૧માં ઉદયચંદે મરૂદેશના અનૂપસિહરાજાની આજ્ઞાથી મનજી આદિ પંડિતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy