SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ રહસ્યો નીકળે છે તે સ્ફુટ કરી બતાવ્યાં છે. તેમાં ઉલ્લેખેલ તત્ત્વગીતા-અર્હદ્ગીતા પોતે ૩૬ અધ્યાયમાં રચી છે તેમાં જૈનદર્શનનું સ્વરૂપ સમજાવ્યું છે (પત્ર ૪૨ ની પ્રત મુનિ વિચક્ષણવિજય પાસે છે {મ. મહાવીર ગ્રં.}). એક બ્રહ્મબોધ નામનો ગ્રંથ તેમણે રચેલો કહેવાય છે કે જ નામ પરથી અધ્યાત્મિક વિષય પર હોવો જોઇએ. આ ઉપરના સર્વ ગ્રંથો સંસ્કૃતમાં છે. પણ મૂળ પ્રાકૃત ગાથામાં તેની સંસ્કૃત ટીકા સહિત યુક્તિપ્રબોધ નાટક સાત અંકમાં તે ૪૩૦૦ શ્લોકમાં બનાવ્યું છે.{પ્ર. ઋ. કે.} તેમાં બનારસીદાસ (જુઓ પારા ૮૪૮-૫૦)ના અધ્યાત્મ મતના ભેદનું પ્રદર્શન કરી તેનું ખંડન કર્યું છે ને સાથે સાથે દિંગબરોની શ્વેતાંબરો સાથે ૮૪ બોલની જે ભિન્નતા છે તે બતાવી શ્વેતાંબરોની માન્યતાનું મંડન કર્યું છે (જુઓ ટિપ્પણી નં. ૫૦૮) એક બીજો ધર્મમંજાષા નામનો ગ્રંથ બનાવ્યો છે (અમુદ્રિત) તેમાં ઢુંઢકોનાં મંતવ્યોનું ખંડન કર્યું છે-ગૂજરાતી ભાષામાં પણ આ મેઘવિજયે નાની કૃતિઓ રચી છે.૫૭ {આ ઉપરાંત લઘુત્રિ.ની પ્રસ્તાવનામાં આ. પ્રદ્યુમ્નસૂરિએ આ ગ્રંથો રચ્યાનું જણાવ્યું છે. કિરાત સમસ્યાપૂર્તિ, ભવિષ્યદત્તકથા, (મ. પં. મફતલાલ) હૈમશબ્દચંદ્રિકા (પ્ર. ખેતસી મુ. પત્રી) હૈમશબ્દપ્રક્રિયા, પ્રશ્નસુન્દરી. ૯૫૮, યશોવિજયયુગમાં યશોવિજય, વિનયવિજય અને મેઘવિજય એ ત્રણ ઉપાધ્યાયોની સંસ્કૃત કૃતિઓ ઉપરાંત બીજાઓની જાજ છે, તે નીચે ટાંકીએ છીએ. સમર્થ વિદ્વાન યશોવિજયના યુગ પછી જૈનોમાં હજુ સુધી એક પણ ખાસ ધ્યાન ખેંચે એવી સંસ્કૃત કૃતિ કોઇએ કરી નથી એટલે કે ત્યારપછી સંસ્કૃતમાં જૈનસાહિત્ય નહિવત્ થયું. ૯૫૯. ૧૭૦૨માં દયારુચિ શિ∞ હિતરૂચિએ નલચરિત્ર (બાલચંદ્રયતિ ભં. કાશી), સં. ૧૭૦૫માં સમયસુંદર શિ∞ હર્ષનંદન તથા સુમતિકલ્લોલે સ્થાનાંગવૃત્તિ ગત ગાથાવૃત્તિ, સં. ૧૭૦૭માં ત. ધર્મસાગર ઉ-શ્રુતસાગર શિ શાંતિસાગરગણિએ રાજસાગર સૂરિરાજ્યે કલ્પકૌમુદી (કાં. છાણી; બુહૂ. ૬ નં. ૮૩૩), સં. ૧૭૦૮માં ઉક્ત ભાવવિજયે વીજાપુરમાં ચંપકમાલાચરિત, ત૦ વિજયસિંહસૂરિ વિમલહર્ષદાનચંદ્રે મૌનએકાદશી કથા (કાં. વડો), અને સં. ૧૭૧૦માં ત. દેવવિજય શિ જિનવિજયે કલ્યાણમંદિર સ્તોત્રપર અવસૂરિ (હા. પાટણ)ની રચના કરી. ૯૬૦. આં. કલ્યાણસાગરસૂરિએ (સં. ૧૬૭૦-૧૭૧૮) પોતાના શિષ્ય વિનયસાગર માટે મિશ્રલિંગકોશ-લિંગનિર્ણય {મ. આર્યજય કલ્યાણ કેન્દ્ર } (કાં. છાણી; બુહૂ. ૬, નં. ૭૬૨) {શાન્તિનાથ ચ. સુરપ્રિય ચ. પ્ર. સોમચંદ ધારસી અને સ્તોત્રો રચ્યા.}) અને તે વિનયસાગરે કચ્છના ભારમલ રાજાના ૫૩૭. આ મેઘવિજય તે વિજયપ્રશસ્તિ પૃ. ૫૯૭-૯૮માં ઉલ્લેખેલ સં. ૧૬૫૬ માં ઉપાધ્યાય પદ મેળવનાર મેઘવિજયથી જુદા છે. આ કવિના સ્વહસ્તલિખિત કેટલાક ગ્રંથો અને પત્રો કિસનગઢના રણજીતમલ્લ નાહટાએ વિજયધર્મસૂરિને આપી દીધેલ પુસ્તકસંગ્રહમાં ઉપલબ્ધ છે. (જુઓ ‘જૈનશાસન' નો ચૈત્ર વિદ ૦)) વીરાત્ ૨૪૩૯ નો અંક પૃ. ૪૨૧ થી ૪૬ માં) કેટલાક ગ્રંથ વિજયવલ્લભસૂરિના શિષ્ય વિચક્ષણ વિજય પાસે અમે જોયા છે. મેઘવિજયની રચનાઓ માટે-જુઓ જૈનશાસનના વી૨ાત્ ૨૪૩૯ ચૈત્ર વદ અમાસના અંકમાં પંડિત બહેચરદાસનો લેખ નામે ‘મહોપાધ્યાય શ્રીમેઘવિજય વાચક', તે ૫૨થી ટુંકમાં મેં તંત્રી તરીકે તારવેલ લેખ જૈન શ્વે. કૉ. હેરલ્ડ' જુલાઇ-ઓકટોબર ૧૯૧૫ નો અંક પૃ. ૪૩૦-૩૨, પંડિત હરગોવિન્દદાસની સમસંધાન કાવ્યની પ્રસ્તાવના. {લઘુત્રિશષ્ટિ ગ્રંથમાં આ. પ્રદ્યુમ્નસૂરિ મ.ની પ્રસ્તાવના.} Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy