SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૯૫૨ થી ૯૫૭ ઉપા. મેઘવિજજીનું સાહિત્ય ૪ ૨૯ આ કાવ્ય પર પોતે ટીકા પણ રચી છે (અમુદ્રિત) વળી પોતે શિષ્ય મેરૂવિજય અર્થે બનાવેલી પંચતીર્થ સ્તુતિમાં એક એકના પાંચ અર્થ થાય છે (મુનિ વિચક્ષણવિજય પાસે) કે જે ઋષભનાથ, શાંતિનાથ, સંભવનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથને લાગુ પડે છે. સાથે વૃત્તિ પણ આપી છે. માનતુંગસૂરિ વિરચિત ભક્તામર સ્તોત્ર પર તેમણે ટીકા કરી છે. ૯૫૪. લોક-સાહિત્યમાં પંચાખ્યાન (પંચતંત્ર) પોતાની ભાષામાં રચ્યું છે અને કથાચરિત્રમાં લઘુત્રિષષ્ટિચરિત્ર ૫૦૦૦ શ્લોક પ્રમાણ હેમાચાર્યના વિસ્તૃત ચરિત્ર પરથી રચ્યું કે જેમાં ૬૩ શલાકા પુરુષો ટુંક ચરિત્ર છે. {સં. આ. પ્રદ્યુમ્નસૂરિ પ્ર. શ્રુતજ્ઞા પ્ર. સભા ગુ. ભા. પં. મફતલાલ }) પંચમી કથા રચી છે (પં. હંસવિજય) ૯૫૫. વ્યાકરણના વિષયમાં ચંદ્રપ્રભા (હૈમીકૌમુદી) નામનું વ્યાકરણ સં. ૧૭૫૭માં આગરામાં રચી પોતે શાબ્દિક પણ હતા પુરવાર કર્યું છે. તેમાં કૌમુદી માફક ક્રમ રાખી સિદ્ધ હેમાનુસાર રચના કરી છે. એટલે પાણિનીની જેમ કૌમુદી છે તે પ્રમાણે આ સિદ્ધહેમની કૌમુદી છે. આ ચંદ્રપ્રભા કૌમુદીની માફક લઘુ, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ જાતની છે. ઉત્તમ ચન્દ્રપ્રભામાં ૮૦૦૦ {પ્ર. શ્રેયસ્કર મંડલ, મહેસાણા } શ્લોક પ્રમાણ છે. તેમણે પંન્યાસ વલ્લભ ગણિના રચેલા વિજયદેવ-માહાભ્ય પર વિવરણ કર્યું છે તેમાં તેના કેટલાક પ્રયોગોનો પરિસ્ફોટ કર્યો છે. પ્ર. જૈન સાહિત્ય. સં} ૯૫૬. જ્યોતિષ શાસ્ત્રમાં તેમણે ઉદયદીપિકા સં. ૧૭૫૨માં શ્રાવક મદનસિંહના પ્રશ્નોત્તર રૂપે રચી. તેમાં પ્રશ્ન કાઢવાની વિધિ છે. (મુનિ વિચરણવિજયપાસે). વર્ષપ્રબોધ અથવા મેઘમહોદય નામના ગ્રંથમાં ૧૩ અધિકારમાંને ૩૫૦૦ શ્લોકમાં ઉત્પાત પ્રકરણ, કપૂરચક્ર, પધિનીચક્ર મંડલપ્રકરણ, સૂર્ય અને ચંદ્રના ગ્રહણનું ફલ, પ્રત્યેક માસમાં વાયુનો વિચાર, વરસાદ લાવવાના અને બંધ કરવાના મંત્રયંત્ર, સાઠ સંવત્સરોનાં ફલ ગ્રહોની રાશિઓ પર ઉદય અસ્ત યા વક્રીનું ફલ, અયન માસપક્ષ અને દિનનો વિચાર, સંક્રાંતિ ફલ, વર્ષના રાજા મંઆિદિનો, વરસાદના ગર્ભનો, વિશ્વાનો, આય અને વ્યયનો વિચાર, સર્વતોભદ્ર ચક્ર અને વરસાદ જાણવાના શકુન આદિ વિષયોનો સમાવેશ છે. પોતાના શિષ્ય મેરૂવિજયનું તેમાં છેવટે સ્મરણ કર્યું છે. વિજયરત્નસૂરિના સમયમાં તે રચ્યો છે (હિંદી ભાષાંતર સહિત પ્ર૦ ૫. ભગવાનદાસ જૈન). રમલશાસ્ત્ર પણ શિષ્ય મેરૂવિજય માટે રચ્યું છે ને તેનો ઉલ્લેખ ઉક્ત મેઘોદયમાં કર્યો છે. વિજયપ્રભસૂરિના સમયમાં હસ્તસંજીવન નામના અધિકારમાં પ૨૫ શ્લોકના પુસ્તકમાં સામુદ્રિક વિષય છે-હસ્તરેખા પરથી ભવિષ્યના શુભાશુભ ફલાદેશ બતાવેલ છે. તેનું બીજું નામ સિદ્ધજ્ઞાન છે. તેના પર પોતે સ્વોપજ્ઞ વૃત્તિ રચી છે (વૃત્તિ સહિત પ્ર૭ મોહનલાલજી ગ્રંથમાલા નં. ૮); મંત્ર પર વીસાયંત્ર વિધિ નામનો ગ્રંથ કર્યો છે કે જે પદ્માવતી સ્તોત્રના અંતર્ગત કાવ્ય પર વિવરણ-વૃત્તિ સમાન છે, તેમાં અર્જુનપતાકા-વિજયયંત્ર વાપરવાની વિધિ છે. પ્ર. મહાવીર ઝં. ૯૫૭. અધ્યાત્મ વિષયમાં માતુકાપ્રસાદ નામનો ગ્રંથ સં. ૧૭૪૭માં ધર્મનગરમાં બનાવ્યો તેમાં ઘણાં પ્રકરણો છે. મુખ્યતાએ ૐ નમ: સિદ્ધમ્ તે વર્ણાસ્નાયની વિસ્તીર્ણ વ્યાખ્યા આપી ઉૐ શબ્દમાંથી જે જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy