SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૯૫૧. મેઘવિજય-યશોવિજયના સમસમયે હીરવિજયસૂરિની જ પરંપરામાં (હીરવિજય કનકવિજય-શીલવિજય-સિદ્ધિવિજય, કમલવિજય અને ચારિત્રવિજય એ ત્રણ પૈકી કમલવિજયકૃપાવિજયના શિષ્ય) મેઘવિજય ઉપાધ્યાય થયા. તેઓ વ્યાકરણ, ન્યાય, સાહિત્યના વિષયો ઉપરાંત આધ્યાત્મિક અને જ્યોતિર્વિદ્યામાં પ્રવીણ હતા. તેઓ પોતાના દરેક ગ્રંથનો પ્રારંભ ૩% દર્દી શ્રી વર્તી અર્દ હૈં નમ:' એ મંત્રથી કરતા. ૪૨૮ ૯૫૨. દેવાનન્દાભ્યુદય મહાકાવ્ય ઔંકારથી અંકિત સં. ૧૭૨૭ માં સાદડીમાં રચી પૂર્ણ કર્યું. તેમાં પ્રતિશ્લોકે મહાકવિ માઘ રચિત માઘકાવ્યના પ્રતિશ્લોકનું છેલ્લું પાદ લઇ તેની સાથે પોતે ઉપજાવેલા ત્રણ પાદો સુંદર રીતે સંઘટિત કરીને તેમાં સાત સર્ગમાં વિજયસેનસૂરિના પટ્ટધર વિજયદેવસૂરિનું ભિન્નભિન્ન સમયનું ઇતિવૃત્ત એક ઇતિહાસરૂપે કવિતામાં પરિણમાવ્યું છે (લગભગ અઢીસર્ગ પ્ર. યશો. ગ્રંથમાલા). મેઘદૂત મહાકાવ્યના દરેક શ્લોકનું છેલ્લું પાદ આબાદ રાખી તેના ત્રણ પાદ પોતે રચી મેઘદૂત સમસ્યા લેખ તરીકે ૧૩૦ શ્લોકનું કાવ્ય રચ્યું છે. {પ્ર.જૈ.આ.સ.} ઉક્ત વિજયદેવસૂરિના પટ્ટધર વિજયપ્રભસૂરિ દેવપત્તનમાં ચાતુર્માસ હતા ત્યારે પોતે અવરંગાબાદ-દેવગિર હતા ત્યાંથી વિજ્ઞપ્તિ લેખરૂપે આ કાવ્ય તેમને મોકલેલ હતું.૫૬ (પ્ર૦ આ૦ સભા નં. ૨૪ {હિન્દી સાર સાથે સં. બેચરદાસ પ્ર. સીંધી ગ્રં.}). તે વિજયપ્રભસૂરિના જીવનવૃત્તાંત તરીકે તેર સર્ગમાં સ્વોપજ્ઞ ટિપ્પણ સહિત દિગ્વિજય મહાકાવ્ય પણ રચ્યું છે; તેમાં તે સૂરિના પૂર્વના આચાર્યોના ટૂંક ઇતિહાસ સાથે વિજયપ્રભસૂરિનાં કર્તવ્યો વિહારો ચોમાસાંઓ પ્રકૃતિ ઘણા વિષયો વર્ણવ્યા છે. {સં અંબાલાલ શાહ પ્ર. સીંધી ગ્રં.}) અને તપાગચ્છ પટ્ટાવલી રચેલ છે. આ બધા પરથી ઐતિહાસિક વિગતો મળી આવે છે. ૯૫૩. કાવ્યની ચમત્કૃતિમાં એક વિશેષ પાદપૂર્તિનો જબરો પ્રયત્ન પોતાના શાંતિનાથ ચરિત્રમાં કર્યો છે અને તેને નૈષધીય સમસ્યા એવું નામ પણ આપ્યું છે. તેમાં મહાકવિ હર્ષવિરચિત નૈષધીય મહાકાવ્યનું પ્રતિશ્લોકનું એક પાદ લઇને પોતાનાં નવાં ત્રણ પાદો સાથે મેળવી છ સર્ગમાં તે રચ્યું છે.{મ. અભયદેવ ગ્રં. અમૃતસૂરિકૃતટીકા સાથે પ્ર.જૈ.સા.વ. અને દર્શનસૂરિષ્કૃતટીકા સાથે પ્ર.નેમિદર્શન જ્ઞાનશાળા} આ સર્વે કરતાં અતિ ચમત્કારક કાવ્ય તો તેમનું સં. ૧૭૬૦ માં રચેલું સપ્તસંધાન મહાકાવ્ય છે તે નવ સર્ગમાં વિભક્ત છે. તેમાં પ્રતિશ્લોક ઋષભદેવ, શાંતિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ, મહાવીર એ પાંચ તીર્થંકરો તથા રામચંદ્ર ને કૃષ્ણવાસુદેવ એમ સાતના જીવનને લાગુ પડે છે, એટલે કે એક જ શ્લોક આ સાતે મહાપુરુષો સંબંધી એક જ જાતના શબ્દથી જાદી જાદી હકીકત વર્ણવે છે (પ્ર0 જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા નં. ૩ આ. {અમૃતસૂરિ કૃત સરણી ટીકા સાથે પ્ર. જૈન સા.વ. સભા }). ૫૩૬. આને અંતે પોતે જણાવ્યું છે કે : माधकाव्यं देवगुरों मेघदूतं प्रभप्रभोः । समस्यार्थ समस्यार्थ निर्ममे मेघपण्डितः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy