SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૯૪૭ થી ૯૫૧ સત્યવિજય, વિનયવિજય, ૪ ૨૭ ઢુંઢીયાપ૩પ કહેવાયા. લવજીનો શિષ્ય સોમજી નામનો અમદાવાદ કાલુપુરનો ઓસવાલ (દશા પોરવાડ) શ્રાવક થયો તેણે સૂર્યની આતાપના બહુ જ કરી. ‘પ્રથમ સાધ લવજી ભયે, દ્વિતીય સોમ ગુરુ ભાય', એમ તેમનામાં બોલાય છે. એક ગુજરાતવાસી (અમદાવાદ પાસેના સરખેજ ગામના) ધર્મદાસ છીપા (ભાવસાર) પોતાની મેળે-જાતે દીક્ષા લઈ મુખ ઉપર પટ્ટી બાંધી ઢુંઢીયાના સાધુ તરીકે બહાર પડ્યાઅમદાવાદમાં સં. ૧૭૧૬માં [આ માટે જુઓ આત્મારામજીકૃત “જૈન તત્ત્વાદર્શ' ૧૨ મો પરિચ્છેદ વિજયપ્રભસૂરિનો સમય, તથા રા. વાડીલાલકૃત “સાધુમાર્ગે જૈન ધર્માનુયાયીઓએ જાણવા જોગ કેટલીક ઐતિહાસિક નોંધ' પૃ. ૮૪ થી ૯૦] ૯૫૦. સત્યવિજય નામના તત્વ વિજયસિંહસૂરિના શિષ્ય થયા. તેમણે ક્રિયાઉદ્ધાર કરવા ગુરુની અનુમતિ માગી. ગુરુએ “સુખ થાય તેમ કરો' એ પ્રમાણે કહેતાં તેઓ એકાકીપણે છઠ્ઠછઠ્ઠના તપ પૂર્વક આખા મેવાડ અને મારવાડમાં વિહાર કર્યો. ક્રિયાઉદ્ધાર એટલે આકરૂં તપ, આકરી ક્રિયા એ આકરા પરિષહ-એ દ્વારા લોકોમાં ધર્મની ઉત્તમ છાપ પાડી તેમને ધર્મમાં દઢ શ્રદ્ધાવાળા કરવા અને ચલિત ન થવા દેવા. અમૂર્તિપૂજકોનું જોર પોતાની આકરી ક્રિયાથી મેવાડ-મારવાડમાં વિશેષ થતું ચાલ્યું હતું. તેથી આ મુનિના ક્રિયોદ્ધારથી પ્રત્યાઘાત થયો. સં. ૧૭૨૯માં વિજયપ્રભસૂરિ પાસેથી પંન્યાસપદ સોજતમાં મળ્યું ને ૮૨ વર્ષની વયે સં. ૧૭૫૬માં પાટણમાં સ્વર્ગવાસ થયો. કહે છે કે તેમણે રંગીન (પીળાં) વસ્ત્ર પ્રતિમાઉત્થાપક પક્ષથી અલગ તરીકે ઓળખાવા ગ્રહણ કર્યા હતાં અને ત્યારથી અત્યાર સુધી તપાગચ્છમાં તેવાં વસ્ત્રો મુનિઓથી પહેરાતાં ચાલ્યાં આવ્યાં લાગે છે. [વિશેષ માટે જાઓ મારો ગ્રંથ જૈન ઐ૦ રાસમાળા'માં પ્રસ્તાવના પૃ. ૩૭ થી ૪૪, ને નિર્વાણરાસ, પૃ. ૧૦૮-૧૧૭.] પ૩૫. ‘ઢુંઢીયા” એ શબ્દ યશોવિજયના યુગમાં-૧૮મી સદીમાં પ્રચલિત હતો એ નિઃશંક છે. ખરતર ગચ્છમાં થયેલ ધર્મવર્ધન-ધર્મસિંહે (સં. ૧૭૧૭-૫૭) તે નામના સાધુઓ પર તિરસ્કારસૂચક કવિતો રચ્યાં છે તેમાંથી બે નીચે પ્રમાણે છે. આયાં ને ઉપદેસ પ્રથમ પ્રતિમા મત પૂજો, વાંદો મત અમ વિના દરસણી જતી દૂજો દીજૈ વલિ નહીં દાન ભવે બીજે ભોગવનાં, આગમ કંઈ ઉત્થપે લોહચું જડીયા લવણા સીખ દો સીખ ન હુવે સમા ખોટી જડ રાખું ઢીયા, પારકી નિંદા કરતા પ્રગટ ધર્મી કિહાંથી ઢુંઢીયા ? લંકાથી નિકલે મતિહીન મલધારી પૂજાદાન ઉથાપિ સૂબ મને હુઆ સુહાણા, ટૂઢ પંથ સૌહિલો નિપટ દુખ ખરચત નાણાં; શ્રાવક પંથ તજ સુંબડા, મુનિ રઢ માંડે મૂઢિયા, પંથ બિજે કંડિ ઉજડ પડ્યા, ટૂટસ ઝાલે ટૂંઢિયા. વળી પૌo ભાવપ્રભસૂરિ (સં. ૧૭૬૯-૯૯) એ એક સવૈયામાં ગાળોના વરસાદથી લખ્યું છે તે ગાળો કાઢીને એ છે કે :- x x x x x બડે ઢંઢિયે પૂજા પ્રતિમા ઉવેખી દૂજો ભયે ગુરુદ્વેષી x x ન ગૃહી ન મુંડીયે. યશોવિજયજીએ પોતે તો પ્રતિમાશતકમાં ‘લુંપક’ શબ્દ કટાક્ષમાં વાપર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy