SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ૬ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૯૪૭. તેમનાં રચેલાં સંસ્કૃત પુસ્તકોઃ- કલ્પસૂત્ર પર ૬૫૮૦ શ્લોક પ્રમાણ કલ્પસુબોધિકા નામની ટીકા વિજયાનંદ સૂરિના રાજ્યમાં સં. ૧૬૯૬માં રામવિજય પંડિતના શિષ્ય શ્રી વિજય ગણિની અભ્યર્થનાથી રચી અને તે વિમલહર્ષ શિષ્ય ભાવવિજય ગણીએ શોધી. (પ્ર. દે. લા. નં. ૬, અને ૬૧; આ૦ સભા નં. ૩૧; ભી. મા;) પછીના વર્ષમાં બારેજાથી ખંભાત વિરાજતા ઉક્ત વિજયાનંદસૂરિને લખેલ વિજ્ઞપ્તિ લેખ નામે આનંદ લેખ (જૈનયુગ પુ. ૫ અંક ૪-૫), દીવમાં વિજયસિંહસૂરિની વિદ્યમાનતામાં ૨૩ શ્લોકની નયકર્ણિકા (પ્ર. જૈનસ્તોત્ર સંગ્રહમાં ય. ગ્રં. નં. ૭, ગૂ. ભા. સહિત . લાલન તથા લેખક, અને લેખકે અંગ્રેજી ભાષાંતર કરેલ તે પ્ર. સેંટ્રલ જૈન પબ્લિશિંગહાઉસ આરાહ), વિજયપ્રભસૂરિના આચાર્યપદના વર્ષમાં સં. ૧૭૦૮ માં જૂનાગઢમાં મહાનગ્રંથ નામે લોકપ્રકાશ (પ્ર. હી) હં; દે. લા. નં. ૬૫ અને ૭૪ : તે પૈકી દ્રવ્યલોક ગૂ૦ ભાષાંતર સહિત આ. સ. નં. ૫૭. વે. . ૧૭૭૧; મિત્ર ૮, ૬૪ {સંપૂર્ણ ભાષાંતર સાથે પ્ર. ભદ્રંકર પ્રકાશન }) પદ્યબદ્ધ, વીસ હજાર શ્લોક પ્રમાણ રચ્યો તેમાં જૈનદૃષ્ટિએ આખા વિશ્વ-લોકનું વર્ણન (Cosmology) છે, તેનું સંશોધન ઉત્તરાધ્યયનવૃત્તિકાર ઉક્ત ભાવવિજયગણિએ કર્યું ને પ્રથમદર્શ જિનવિજય ગણિએ લખ્યો. સં. ૧૭૧૦ માં રાજધન્યપુર (રાધનપુર)માં હૈમલઘુ પ્રક્રિયા મૂલ (પ્ર. જૈન. સભા.) અને તે પર સ્વોપજ્ઞ ટીકા ૩૪000 શ્લોકના પૂર વાળી અપ્રસિદ્ધ છે; {મપ્રકાશ ભા. ૧-૨ સં. ક્ષમાભદ્રસૂરિ પ્ર. શ્રુત જ્ઞાન અમીધારા } સુરત વિરાજેલા વિજયપ્રભસૂરિ પર લખેલ વિજ્ઞપ્તિ લેખ નામે ઈદૂત (પ્ર. કાવ્યમાલા નિ. p. {આ. ધર્મધુરંધરસૂરિએ ઇન્દુદૂત પર ટીકા રચી છે. પ્ર. જૈન સા. વિ. સ.) કે જેમાં આબુ, સિદ્ધપુર, અમદાવાદ, વડોદરા, ભરૂચ અને પછી સુરતનાં સુંદર વર્ણન કરેલાં છે, સોળ ભાવના પર શાંતિસુધારસ સં. ૧૭૨૩માં ગંધપુર-ગંધારમાં (પ્ર. પ્રકરણ રત્નાકર ભા. ૩; ગંભીરવિજયજી કૃત ટીકા સહિત જૈ. ઇ.) કે જેમાં જુદા જુદા રાગોમાં ભાવવાહી સંસ્કૃત પદ્યો છે, સં. ૧૭૩૧માં અહંન્નમસ્કાર સ્તોત્ર (વિવેક0 ઉદે.) તથા તે વર્ષમાં જિનસહસ્ત્રનામ (ક. છાણી) રચ્યાં. આ ઉપરાંત ઉક્ત ભાવવિજયગણિકૃત પર્ ઝિંશજ્જલ્પના સંક્ષેપ તરીકે પáિશત અલ્પ સં. ગદ્યમાં રચેલ છે (કાં. છાણી) ૯૪૮. તેઓ યશોવિજયના કાશીમાં સહાધ્યાયી હતા એ વાત નિર્મૂળ કરે છે; યશોવિજય સાથે તેમના ગુરુ નિયવિજય કાશીએ ગયેલા તે પરથી નયવિજયને બદલે વિનયવિજય સમજાઈ ભ્રમ થયેલો જણાય છે. તેમની અનેક ગૂજરાતી કૃતિઓ માટે જુઓ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૨. તે પૈકી શ્રીપાળરાસ અતિ પ્રસિદ્ધ છે ને તપાચ્છના જૈન સમુદાયમાં ઘેર ઘરે વંચાય છે, ગવાય છે. તે રાસ અપૂર્ણ મૂકી સ્વર્ગસ્થ થયેલા, એટલે તે ઉપા. યશોવિજયે પૂરો કર્યો. [ચરિત્ર માટે જુઓ અમારી નયકર્ણિકા ગૂજરાતી તેમજ અંગ્રેજીની પ્રસ્તાવનાના] {અને વિનયસૌરભ લે. હીરાલાલ કાપડીયા.} ૯૪૯. આ સમયમાં સુરતના દશાશ્રીમાળી વણિક લવજીએ લોંકા સંપ્રદાયમાં દીક્ષા લીધી. ગુરુને તજીને બીજા બે નામે ભાણોજી અને સુખોજીને લઈ ઉગ્ર શાસ્ત્રોક્ત ક્રિયા પાળી શકાય એમ બતાવવા જાદા પડયા (સં. ૧૬૯૨ કે ૧૭૦૫). મુખ પર લુગડાની પટી-મુહપત્તિ બાંધી. ખંડેર મકાન કે જેને ગુજરાતમાં ઢંઢ' કહે છે તેમાં વાસ કરતા રહ્યા. તેથી (યા તો ટૂંઢક એટલે શોધકના અર્થમાં) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy