SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૪ વિનયવિજય, મેઘવિજય અને બીજાઓનું સાહિત્ય. नटरागेण गीयते महावीर मेरो लालन ए देशी । संयमवाङ्मय कुसुमरसैरति सुरभयनिजमध्यवसायं । चेतनमुपलक्षय कृतलक्षण ज्ञानचरण गुणपर्यायं ॥ वदनमलंकुरु पावनरसनं जिनचरितं गायं गायं । सविनय शांतिसुधारसमेनं चिरं नंद पायं पायं ॥ - સંયમના પ્રતિપાદક જૈન વાયરૂપી પુષ્પના રસવડે પોતાના અધ્યવસાયને-પરિણતિને-મનોવૃત્તિને અતિ સુરભિસુગંધિત કર, જ્ઞાનચરણ ગુણ પર્યાયરૂપ લક્ષણનું કરનારૂં એવું જે તારૂં ચેતન છે તેને તું ઓળખ. જીભને પાવન-પવિત્ર કરનારા પ્રભુના ચરિતને ગાઈ ગાઈને હે વિનયવાળા આત્મન્ ! આ શાન્તિસુધારસને પી પીને લાંબા કાળ સુધી આનન્દમાં મગ્ન રહે. (વિનયવિજયકૃત શાંતસુધારસ ગેયકાવ્યમાં સંવરભાવના વિભાવન નામનો અષ્ટમ પ્રકાશ-છેલ્લા બે શ્લોક.) जज्ञे भूमावति विषमताऽन्योन्यसाम्राज्यदौस्थ्यात् कश्चिन्मां नो नयति यतिनामीशितु त्तिवार्ताम् । तत्त्वां याचे स्ववशमवशा सृष्टविश्वोपकारं यांचा मोघा वरमधिगुणे नाधमे लब्धकामा ॥ - પરસ્પરની સામ્રાજ્યની દુઃસ્થિતિ થતાં પૃથ્વી પર અતિ વિષમતા થઇ, તેથી કોઈપણ, યતિઓના ઈશ્વર-આચાર્યની કુશલવાર્તા મને પહોંચાડતું નથી; તેથી સ્વાધીન અને પરવશ થયા વગર વિશ્વનો ઉપકાર જે કરી રહેલ છે એવા તને યાચના કરું છું. કારણ કે મહાગુણવાન પ્રત્યે કરેલી યાચના વૃથા જાય તોય ઈષ્ટ છે, પણ અમને કરેલી યાચના મનોરથ પૂરે તો પણ ઇષ્ટ નથી (મેઘવિજયકૃત મેઘદૂત સમસ્યાલેખ શ્લો. ૬) (આ જમાનો ઔરંગજેબનો હતો-ભારતમાં સર્વત્ર અરાજકતા અને અશાંતિ ફેલાઈ ગઈ હતી. મનુષ્યોને એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જવાનું ઘણું કઠિન અને ભયપ્રદ હતું-આ વાત ઉપરના મેઘવિજયના પઘથી સ્પષ્ટ જણાય છે.) ૯૪૬. વિનયવિજય નામના યશોવિજયના સમકાલીન અને વિશ્વાસભાજન ઉપાધ્યાય એક પ્રતિભાશાલી નામાંકિત વિદ્વાન્ થયા. માતાનું નામ રાજશ્રી-રાજબાઈ અને પિતાનું નામ તેજપાળ હોઈ (જુઓ તેમના “લોકપ્રકાશ' ગ્રંથની અંતની પ્રશસ્તિ) મૂળ વણિક હતા. મુનિ તરીકે હીરવિજય સૂરિના શિષ્ય કીર્તિવિજયના શિષ્ય હતા. તેમણે નૈષધાદિ મહાકાવ્યોનો અભ્યાસ કર્યો હતો ને તેમની પોતાની હાથની સં. ૧૬૮૪ ના ચૈત્ર વદિ ૧૦ શુકને દિને ૧૨ મા સર્ગ સુધીની નૈષધકાવ્ય પરની રામચંદ્ર વિરચિત શ્રી શેષી નામની ટીકાની પ્રત ઉપલબ્ધ છે. (જૈ. એ. ઇંડિયા નં. ૧૨૦૬) સ્વર્ગસ્થ રાંદેરમાં સં. ૧૭૩૮ (જુઓ તેમના શ્રીપાળરાસની યશોવિજયકૃત પ્રશસ્તિ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy