SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ૩૦ પ્રસિદ્ધ થાહરૂશાહની પ્રશસ્તિ-લોઢવા મંદિર સં. ૧૬૭૫ (પારા ૮૪૬) -લોદ્રવામાં મૂળ મંદિરના ડાબી બાજુના ઉત્તર દિશાના મંદિરમાં મૂલનાયકજીની શ્યામ પાષાણની ઘણી મનોજ્ઞ સહસ્ત્ર ફણવાળી મૂર્તિ પ્રતિષ્ઠિત છે તેની ચરણ ચોકી-પબાસન પર આ લેખ કોતરેલો છેના સં. ૧૬૭૫ માર્ગશીર્ષ સુદિ ૧૨ તિથૌ ગુરૌ ભાંડશાલિક સા. શ્રીમાલ ભા. ચાંપલદે પુત્રરત્ન થાહરૂhણ ભાર્યા કનકાદે પુત્ર હરરાજ મેઘરાજાદિયુજા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ બિંબ કા, પ્ર0 ચ યુગપ્રધાન શ્રી જિનસિંહ સૂરિ પટ્ટપ્રભાકર ભ૦ શ્રી જિનરાજસૂરિભિઃ પ્રતિષ્ઠિત છે (પછી ઉપર જણાવ્યું છે કે:) શ્રી લોદ્રવા નગરે શ્રી બૃહત્નરતર ગચ્છાધીશ (નાહર ૩, નં. ૨૫૭૨) જાઓ ચિત્ર નં. ૪૦. ૩૧-૩૨ શિલ્પકલાનો નમુનો-પત્થરની બે મૂર્તિઓ જેસલમેર સં. ૧૫૮૩ -આ ચિત્ર શ્રીપૂર્ણચંદ્ર નાહરથી સંગૃહીત જૈનલેખ સંગ્રહ-જેસલમેર (તૃતીય ખંડ)ની ભૂમિકામાં પૃ. ૩૩માં મૂકેલું છે. તેમાં “શિલ્પકલા' સંબંધી લખતાં તેઓ જણાવે છે કે “વિશેષતા તો એ છે કે આ સ્થાન (જેસલમેર) આટલું દુર્ગમ હોવા છતાં પણ ત્યાં ભારતના શિલ્પકલામાં કુશલ કારીગરો દ્વારા જે મંદિર વગેરે બનાવાયેલાં છે તે કેવલ ત્યાંના ધનાઢ્ય લોકોની ધર્મપરાયણતા અને શિલ્ય પ્રેમનું જવલંત ઉદાહરણ છે. ત્યાંની મનોજ્ઞ શિલ્પકલાના બે નમુના આ આપેલાં છે. પાષાણમાં કેટલા નૈપુણ્યથી શિલ્પીએ એ મૂર્તિઓ બનાવી છે તે ચિત્રોના ભાવથી જ અનુભવવામાં આવશે. પાઠક એ પણ જોશે કે ત્યાંના શ્રી શાંતિનાથજીના મંદિરના ઉપરનું દૃશ્ય કેટલું સુંદર છે !” વગેરે. ૩૩ “જગદ્ગુરુ' શ્રી હીરવિજયસૂરિ મૂર્તિ. -આ મૂર્તિ હીરવિજયસૂરિનું આબેહૂબ ચિત્ર નથી, પણ એક મહાનું આચાર્ય સ્વર્ગસ્થ થયા ત્યારપછી તેમના સ્મારક તરીકે એક બે વર્ષમાં ઘડાવેલી મૂર્તિ છે કે જે પહેલાં ખંભાતમાં હતી અને પાછળથી તેના પર ખાસ લેખ કોતરેલો હોવા છતાં તે જોયા કે જોવરાવ્યા વગર ગૌતમસ્વામીની મૂર્તિ ગણીને મહુવામાં શ્રાવકો લઈ આવ્યા ને હાલ તેના મુખ્ય મંદિરના મુખ્યમંડપની પાસેના ભાગમાં તે બિરાજે છે ને તે મેં જોઈ છે. તેના પર શિલાલેખ નીચે પ્રમાણે છે:__'१६५३ पातसाहि श्री अकबर प्रवर्तित सं. ४१ वर्षे फा० सुदि ८ दिने श्रीस्तंभतीर्थवास्तव्य श्रा० पउमा (भा.) पांची नाम्न्या श्रीहीरविजयसूरीश्वराणां मूर्तिः का० प्र० तपागच्छे (च्छे) श्री विजयसेनसूरिभिः' આ મૂર્તિના પર ચાંદીનાં ટીલાં ચોંટાડયાં છે અને તેના પર શ્રાવકો કેસરનાં તિલક કર્યું છે તેની જિનપૂજા જેવી પૂજા કરે છે. આ ચાંદીનાં ચગદાઓથી મૂળ મૂર્તિની જે કંઈ સુંદરતા હોય તેથી ઓર ઘટાડો થાય છે. ૩૪ અકબરનું હીરવિજયસૂરિને ફરમાન -આ ફરમાન ઉર્દુમાં છે અને તેનો ગુજરાતી અનુવાદ નીચે પ્રમાણે છે:અલ્લાહુ અકબર. જલાલુદીન મુહમ્મદ અકબર બાદશાહ ગાજીનું ફરમાન. અલ્લાહુ અકબરના સિક્કા સાથે શ્રેષ્ઠ ફરમાનની નકલ અસલ મુજબ છે. મહાનું રાજ્યને ટેકો આપનાર, મહાનું રાજ્યના વફાદાર, સારા સ્વભાવ અને ઉત્તમ ગુણવાળા, અજિત રાજયને મજબૂતી આપનાર, શ્રેષ્ઠ રાજયના ભરોસાદાર, શાહી મહેરબાનીને ભોગવનાર, રાજાની નજરે પસંદ કરેલ અને ઉંચા દરજ્જાના ખાનોના નમૂના સમાન મુબારિશુદીન (ધર્મવીર) આઝમખાને બાદશાહી મહેરબાનીઓ અને બક્ષીસોના વધારાથી શ્રેષ્ઠતાનું માન મેળવી જાણવું જે-જૂદી જૂદી રીતભાતવાળા, ભિન્ન ધર્મવાળા, વિશેષ મતવાળા અને ભિન્ન પંથવાળા, સભ્ય કે અસભ્ય, નાના કે મોટા, રાજા કે રંક, અથવા દાના કે નાદાન-દુનિયાના દરેક દરજજા કે જાતના લોકો, કે જેમાંની દરેક વ્યક્તિ પરમેશ્વરના નૂરને જાહેર થવાની જગ્યા છે, અને દુનિયાને પેદા કરનારે નિર્માણ કરેલા ભાગ્યને જાહેર થવાની અસલ જગ્યા છે; તેમજ સૃષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy