SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ ગાદી પાછી અપાવી પણ ઔરંગજેબ જીવતો રહ્યો ત્યાં સુધી નવાનગર મુસલમાનોના હાથમાં રહ્યું. ઇ.સ. ૧૭૦૯ માં જામ રાયસિંગ ગાદીએ બેઠો પણ ત્યારપછી ઘણાં વર્ષ સુધી મુસલમાનોનો ત્રાસ રહ્યો. (કાઠિયાવાડ સર્વસંગ્રહ પૃ. ૪૫૭-૪૫૮). આથી મંદિરો ઉજ્જડ જેવાં સં. ૧૭૮૭ સુધી રહ્યાં. તે દરમ્યાન મુસલમાનોએ જિનમંદિરોનાં ડિી તેમાં ઘણીવાર માલ ભર્યો. વર્ધમાનના વંશજ તલકશી શાહે સં. ૧૭૮૮ શ્રા. શુ. ૭ ગુરૂએ પુનઃ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી બધાં મંદિરો સમરાવ્યાં. આ બંને ભાઈઓનાં વૃત્તાંત ઉક્ત રાસ છપાઇ પ્રસિદ્ધ થયો તે પહેલાં પંડિત (હાલ સ્વ.) હીરાલાલ હંસરાજે શ્રી વિજયાનંદાલ્યુદય કાવ્યમાં પૃ. ૩૬૨-૬૫ ઉપર આપેલ છે કે જે શ્રીજિનવિજયે “પ્રાચીન લેખસંગ્રહ ભાગ ૨ ના લેખ નં. ૨૧ ના અવલોકનમાં ઉતારી લીધેલ છે. ૨૭ શત્રુંજયપરનું મુખ્ય આદિનાથ મંદિર. –આ મંદિરનો સવિસ્તર ઇતિહાસ વાંચવો હોય તો જાઓ શ્રી જિનવિજય સંપાદિત ‘શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબન્ધ' પરની તેમની પ્રસ્તાવના પૃ. ૨૭ થી ૩૭. શત્રુંજય સંબંધી જાઓ ધનેશ્વરસૂરિકૃત શત્રુંજય મહાભ્ય, ત. ધર્મધોષસૂરિકૃત પ્રાકૃત શત્રુંજયકલ્પ. વર્તમાનમાં મુખ્ય મંદિર જે છે તેનું આ ચિત્ર છે. તેનો ઉદ્ધાર ગુર્જર મહામાત્ય, બાહડ (સંસ્કૃત વાલ્મટ) મંત્રી દ્વારા થયો. સં. ૧૨૧૧ (પારા ૩૮૪) તે માટે પ્રબંધ ચિંતામણીમાં પૂરો વૃત્તાંત આવ્યો છે. પછી તેની પ્રતિમાનો ભંગ સં. ૧૩૬૯માં મુસલમાનોના હાથે થયો. તેથી તેનો પુનઃઉદ્ધાર સમરસિંહસમરશાહે સં. ૧૩૭૧ માં કર્યો. (પારા ૬૧૯ થી ૬૨૨). તેણે સ્થાપિત કરેલી મૂર્તિનો ભંગ વળી મુસલમાનોએ કર્યો ને તે ખંડિતરૂપમાં ઘણો વખત રહી, પછી કર્મશાહે સં. ૧૫૮૭ ચૈત્ર વદિ ૬ રવિને દિને ઉદ્ધાર કર્યો. (જાઓ પારા ૭૩૨ થી ૭૩૫). આ મુખ્ય દેવળ બે માળનું અને ઉંચા શિખરવાળું છે. તેની આસપાસ નાની નાની દહેરીઓ આવી રહેલી છે કે જે જૈન દહેરાની ખાસ ખાસીયત જણાય છે. ૨૮ શત્રુંજયપરનાં જૈન મંદિરોનું વિહંગાવલોકન. -આ ચિત્ર સને ૧૮૬૬ લગભગ લેવાયું છે ને “આર્કિટેકચર એટ અહમદાવાદ ના પુસ્તકમાં પહેલા પાને પ્રસિદ્ધ થયું છે. તેમાં આખો ગઢ જોઇ શકાય છે અને તેની અંદર અને બહારનાં મંદિરોનાં શિખરો દેખાય છે એ પરથી તે પર્વત જાણે The City of Temples' -મંદિરોનું એક નગર બની ગયું હોય નહિ એમ સ્પષ્ટ દીસે છે. તે મંદિરો તપાસતાં જાદા જાદા શતકોની શિલ્પકળાનાં જીવન્ત નમુનાઓ સાંપડે છે. જાલાઈના ૧૯૦૬ ના Dawn નામના માસિકમાં એક વિદ્વાન બંગાલી મહાશયે લખ્યું છે કે: The Jainas choose wooded mountains and the most lovely retreats of nature for thair places of pilgrimage and cover them with exquisitely carved shrines in white marble or dazzling stucco. Their contribution to Indian Art is of the greatest importance and India is indebted for a number of its most beautiful architectural monuments such as the spelendid temples of Abu, Girnar and S'atrunjaya in Gujrat. અત્ર દહેરાંના સમૂહની આસપાસ એક ઉંચી દિવાલ બાંધેલી છે, તેને “ગઢ' કહે છે. તે દહેરાંના સમૂહોના અમુક રીતસર ભાગો કર્યા છે કે જેને ‘ટુંક' કહે છે. તેમાં મુખ્ય મન્દિર આદીશ્વરની ટુંક ઉપરાંત આઠ ટુંકો છે તેનો પરિચય “શત્રુંજય પરનાં જૈન મંદિરો' પારા ૯૯૧ એ ચિત્ર માટે લખતાં આપીશું. ૨૯ શ્રી સુમતિનાથપ્રભુની ધાતુ-મૂર્તિ સં. ૧૫૧૨ રાજગૃહ. –આ એક સુંદર મૂર્તિ છે અને તે વખતની-સોળમા સૈકાના પ્રારંભના મૂર્તિનિર્માણનો નમુનો છે. હાલ તે રાજગૃહના ગામના મંદિરમાં પંચતીર્થી તરીકે છે ને તેની પાછળ કોતરેલ લેખ નીચે પ્રમાણે છે: ‘સંવત્ ૧૫૧૨ વર્ષ વૈશાષ સુદિ ૧૩ ઉકેશ સા. ભાદા ભાર્યા ભરમાદે પુત્ર સા. નાયક ભાર્યા નાયકદે ફદકૂ પૂત્ર સા. અદાકેન ભા. સોનાઈ ભાતુ સા. જોગાદિ કુટુંબયુતન શ્રી સુમતિનાથ બિંબ કારિત પ્રતિષ્ઠિત શ્રી સૂરિભિઃ | વઢલી વાસ્તવ્ય: 1 શ્રી પ (નાહર ૨, નં. ૧૮૪૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy