SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ સાથે સાકર રેશમ અને અફીણનો વેપાર કર્યો. ત્યાંથી કલ્યાણસાગર સૂરિના ઉપદેશથી શત્રુંજયનો સંઘ બંનેએ કાઢ્યો. નાવમાં નાગના બંદર આવી રણ ઉતરી નવાનગર આવતાં તેના રાજાએ ત્યાં તેઓ આવાસ કરે તો પોતે વેપારમાં અર્ધું દાણ લેશે એમ કહ્યું. ત્યાંથી નીકળી શત્રુંજય પહોંચી જાત્રા કીધી ને ત્યાં ગુરૂના ઉપદેશથી બે પ્રાસાદનું ખાત સં. ૧૬૫૦ માગ૦ વદ ૯ ને દિને કર્યું. સાથે આવેલ નવાનગરના નાગડગોત્રી રાયસીએ પણ એક જિનપ્રાસાદનું વદ તેરસને દિને ખાત કર્યું. પછી એક માસે નવાનગર આવી ત્યાંના રાજાના આગ્રહથી ત્યાં પાંચહજાર ઓસવાલ સાથે રહ્યા. સંઘમાં ૩૨ લાખ કોરી ખર્ચ. નવાનગરમાં બંને ભાઇએ જબરો વેપાર કરી ૧૫ વર્ષમાં ખૂબ નાણું મેળવ્યું. પછી સં. ૧૬૬૮ માં ત્યાં જિનમંદિરનું ખાત કર્યું (શ્રા. શુ. ૫). છસો કારીગરો કામે લગાડયા. દશહજાર મહોર આપી રાજા પાસે જગ્યા લીધી. તે મંદિરનું શિખર પૂરૂં થયું. સલાટોએ લાંચ લઈ તે ઉંચા મંદિરનું શિખર જેટલું ઉંચું જોઈએ તેટલું ન કર્યું. ભમતીની દહેરી અર્ધી થઇ હતી ત્યારે ગુરૂને બોલાવી તેમાં શાંતિજિનની ત્રણ મૂર્તિ સં. ૧૬૭૬ના વૈ. શુ. ૩ દિને સ્થાપી. વળી રાજસીના બંધુ નેણસીએ રાજસીમંદિર બંધાવી તેમાં ભેળવી દીધું ને તેમાં ચોમુખ સંભવદેવ સ્થાપ્યા. પછી વર્ધમાન ને પદ્મસિંહ બંને ગુરૂને લઇ પાલીતાણાનો સંઘ લઇ ગયા ને ચાર લાખ કોરી ખર્ચી. સં. ૧૬૭૬. ત્યાંથી નવાનગર આવી સં. ૧૬૭૮ ના વૈ. શુ. ૫ દિને જિનમંદિરની ભમતીની વર્ધમાનશાએ પ્રતિષ્ઠા કરી. નવાનગર રાજાના હડમત ઠાકર નામના ખજાનચીએ રાજા પાસે નવહજાર કોરીની ચીઠી વર્ધમાનશા પર લખાવી તેમાં બે મીંડા પોતે ઉમેરી નવલાખની ચીઠી વર્ધમાનશાના હાથમાં આપી. પરાંતમાં નવહજાર એટલે મુંઝાયા. રાજા અંતઃપુરમાં હોઇ ન મળ્યો. રસ્તામાં એક જોગીએ ચિત્રાવેલી આપી ને તેથી નવલાખ તોલી આપી. પછી બંને બંધુઓ આ રાજ્યમાં રહેવું સારૂં નહિ એમ કરી પ્રભાતે ચાર હજાર ઓસવાલને સાથે લઇ ભદ્રાનગરી તરફ ચાલ્યા. રાજાએ ઘણા માણસ પાછા બોલાવવા મોકલ્યા પણ તેનું ન માનતાં કચ્છ ગયા. રણમલ્લ રાજાએ માન આપ્યું ને ભદ્રાવતીમાં રહ્યા. પછી પાવાગઢમાં જઇ મહાકાલીના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. સં. ૧૬૮૨માં ભદ્રાવતીમાં રત્નાદિની અનેક પ્રતિમાઓ ભરાવી. બે લાખ ખરચી આગમ ગ્રંથો લખાવી ગુરૂના ભંડારમાં રાખ્યા. ભદ્રાવતીના પ્રાચીન પ્રાસાદ (ભ. પાર્શ્વનો-સંપ્રતિ રાજાએ બંધાવેલ કહેવાતો)નો જીર્ણોદ્ધાર કર્યો. નવાનગરના મંદિરના ખર્ચ માટે નવ વાડી ને ચાર ખેતર આપ્યાં. ગિરનાર પર શ્રી નેમિ મંદિરનો, તારંગામાં અજિત મંદિરનો, આબૂપર વિમલવસહિનો ને વસ્તુપાલ તેજપાલનાં મંદિરોનો ઉદ્ધાર કર્યો. સંમેતશિખરપર પાદુકા બંધાવી. શત્રુંજયપર ધ્વજા ચડાવી દેવદ્રવ્યમાં બે લાખ કોરી આપી. વૈભાર, ચંપા, કાકંદી, પાવાપુરી રાજગૃહી, વાણા૨સી, હસ્તિનાપુર વગેરેની જાત્રા કરી બે વર્ષ ગાળી ભદ્રાવતી આવ્યા. સં. ૧૬૮૫ માં અમરસાગરને સૂરિપદ અપાયું તેનો ઉત્સવ કર્યો. સં. ૧૬૮૮ માં વર્ધમાનશાનો સ્વર્ગવાસ થયો. દાહસ્થલે છત્રીવાલી દહેરી કરી ત્યાં શાંતિનાથ ચરણો સ્થાપ્યાં. પદમસીએ વહુઓમાં કુસંપનાં બીજ જોઇ સંપત્તિના ભાગ પોતાના ને પોતાના ભાઇના પુત્રોમાં વહેંચી દીધા. ચિત્રાવેલ પણ ચાલી ગઇ. મારીવાયુ જલપ્રલયથી ભદ્રાવતીનો નાશ સંવત્ ૧૬૮૯ માં દૈવીકોપથી થયો ને પદ્મસિંહ પુત્રો સહિત માંડવી જઇ વસ્યા ને વર્ધમાનના પુત્રો ભુજમાં જઇ વસ્યા. પદ્મસિંહે વર્ધમાનશાનું મરણ થયા પછી તેમનો મરૂ ભાષામાં ગદ્યબંધ પ્રબંધ ચોપડામાં લખાવ્યો, તેમજ મેરૂજી નામના ચરણે પોતાની ભાષામાં તેના સંબંધમાં સાતસો કવિત કર્યા. વર્ધમાનના પુત્ર જગડુના કહેવાથી કલ્યાણસાગરસૂરિએ વર્ધમાન શેઠનું સંસ્કૃતમાં ચરિત સ્વશિષ્ય અમરસાગરજીને રચવા કહ્યું કે જેણે સં. ૧૬૯૧ શ્રા. શુ. ૭ ને રચી સંપૂર્ણ કર્યું. આ બધાં ચરિત્રોનો સાર લઇ આ રાસ રચવામાં આવ્યો છે. તેથી તેમાંની હકીક્તો ઐતિહાસિક છે. વળી તે રાસમાં પ્રસ્તુત મંદિર સંબંધી જણાવ્યું છે (ઢાલ ૫૧ મી પછીના દુહામાં) કે: સં. ૧૭૨૫ માં મુસલમાનોની ફોજ હાલારમાં આવતાં નવાનગરના શ્રાવકોએ બધાં મંદિરોની પ્રતિમા ઉથાપી ભોંયરામાં ભંડારી દીધી. (સોરઠના ફોજદાર કુતુબુદ્દીને નવાનગર હાથ કરી તેનું નામ ઇસલામનગર પાડી તેને ખાલસા સરકાર સાથે જોડી દીધું. ગુજરાતના સુબા જોધપુરના જસવંતસિંહે જામ તમાચીને સં. ૧૬૭૩માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy