SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ ઉપરોક્ત સમરસિંહ ને આ સંગ્રામસોનીના નામમાં સેળભેળ થવાને લીધે સમરસિંહને બદલે સંગ્રામ સોની થઇ ગયું લાગે છે. પ્રસિદ્ધ ભાનુચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય ઋદ્ધિચંદ્રે સંગ્રામસોનીનો ૨૦ કડીનો ટુંકો રાસ રચ્યો છે. તેમાં વાંઝીઆ આંબાના ફળ્યાની એક જ વાત જણાવી છે; જ્યારે તે અને શાસ્ત્ર લખાવવાની વાત શીલવિજયે સં. ૧૭૪૬૪૮માં રચેલી તીર્થમાલા (પ્રા. તીર્થમાલાસંગ્રહ પૃ. ૧૧૨)માં જણાવી છેઃ નયરી અવંતી આગલી વલી, માંડવગઢ દીપિં મહાબલી શ્રી સુપાસ સેવું જિનરાય, આદિ વીરના પ્રણમું પાય. ૫૨ ઓસવંશ અનોપમ નામ, સંગ્રામ સોની એણિ ઠામ, શીલિં સફલ કર્યો સહકાર, બહુ જસવાદ લહ્યો સંસાર. ૫૩ જિણિ સિદ્ધાંત સુણી ભગવતી, હેમમુદ્રા મેહેલી દીપતી, છત્રીસ સહસ ગૌતમનિં નામિ, શાસ્ત્ર લિખાવ્યાં પુન્યનિ કામિ. ૫૪ જ્ઞાનસાગરસૂરિના વ્યાખ્યાન અને ઉપદેશથી સંગ્રામસોનીએ ખર્ચેલ સોનૈયાની વાત વીરવંશાવલી (જૈન સા. સંશોધક ખંડ ૧ -૩ પૃ. ૫૬)માં તેના લેખક પોતાની પૂર્વજ સોમસુંદરસૂરિથી થઇ એમ કહે છે. તેનો સાર એ છે કે : ગુજરાતના વઢીયાર ખંડના લોલાડા ગામના પ્રાગ્ધાટ અવટ કે સોની સંગ્રામ સપરિવાર માંડવગઢમાં જઈ ત્યાં વ્યાપારાદિથી સારી સંપત્તિ મેળવી પાદશાહ ગ્યાસુદીનનો મંત્રી થયો. ત્યાં ત. સોમસુંદરસૂરિ આવતાં તેમના ભગવતીસૂત્રના વ્યાખ્યાનમાં દરેક ‘ગોયમા ગૌતમ' એ શબ્દ આવતાં એક સોનૈયો-કુલ છત્રીસહજાર સોનૈયા આપ્યા ને તે ગુરુના ઉપદેશથી તે દ્રવ્યને તથા એક લાખ હજાર સોનૈયાને જ્ઞાનખાતામાં એટલે વિ. સં. ૧૪૫૧ માં કલ્પસૂત્ર અને કાલકસૂરિ કથા સચિત્રિત સુવર્ણાક્ષરે તથા રૂપાક્ષરે લખાવી સકલ સાધુઓને ભણવા આપવામાં ખર્ચ્યા અને કેટલીક પ્રતો જ્ઞાનકોશમાં સ્થાપી. માંડવગઢમાં સુપાર્શ્વપ્રાસાદ, મગસીતીર્થમાં મગસીપાર્શ્વનો બિંબપ્રાસાદ સં. ૧૪૭૨ માં સ્થાપેલ. ભેઇ, મંદસોર, બ્રહ્મડલ, સામલીયા, ધાર, નગર, ખેડી, ચંદ્રાઉલી-ચંદ્રાવતી પ્રમુખ નગરમાં તેણે સત્તર પ્રાસાદ કરાવ્યા ને સોમસુંદરી સૂરિએ તમામ પ્રતિષ્ઠિત કર્યા. એકાવન મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો.’– આમાં આંબો ફળવાની પણ હકીક્ત છે. આમાં ઘણો વિસ્તા૨ છતાં ને સોમસુંદરસૂરિનો સંબંધ છતાં ‘સોમસૌભાગ્ય કાવ્ય' કે જે તે સૂરિના જીવનવૃત્તાંત રૂપે જ રચાયેલું છે. તેમાં એક પણ શબ્દ નથી; વળી પ્રસ્તુત ગિરનાર પરના સંગ્રામ સોનીના કહેવાતા મંદિર સંબંધી આ વીરવંશાવલીમાં પણ કંઇ ઉલ્લેખ નથી. તેથી અમારૂં અનુમાન તે સમરસિંહ માલદેવનું મંદિર હોવાનું ખરૂં હોય એમ જણાય છે. સંગ્રામ સોની પણ ઐતિહાસિક ભિન્ન વ્યકિત જણાય છે કે જેણે ઘણું દ્રવ્ય પુસ્તક લખવવામાં ખરચ્યું છે. ૨૬ જામનગરનું જિનમંદિર સં. ૧૬૭૮ (પારા ૮૨૮) - લાલણ વંશીય ઓસવાલ વર્ધમાન અને પદ્મસિંહ એ બે ભાઇઓએ પ્રાયઃ આ મંદિર કરાવેલું છે; પ્રતિષ્ઠા અંચલગચ્છના કલ્યાણસાગર સૂરિએ સં. ૧૬૭૮ માં કરી. તે સૂરિનો રાસ તેમના શિષ્યના પ્રશિષ્ય ઉદયસાગરસૂરિએ સં. ૧૮૦૨ માં રચ્યો છે, (પ્ર૦ કચ્છવરાડીયાવાલા શાહ ઘેલાભાઇ તથા દેવજીભાઇ માણેક) તેમાં ઢાલ ૧૪મીથી ૨૭, ૨૯મી પછીના દુહા, ૩૨મી ઢાલ પછી ઢાલ ૪૦ સુધીમાં આ બંનેભાઈનાં જીવનવૃત્તાંત વિસ્તારથી આપેલ છે. લાલણ તે પારકર દેશના પરમાર રાજા રાવજીનો પુત્ર હતો ને તેને અં. જયસિંહસૂરિ (સં. ૧૨૩૬ થી ૬૮) એ દુષ્ટ રોગથી મુક્ત કરતાં સરત પ્રમાણે રાવજી જૈનધર્મી થયો. તેની ચૌદ પેઢી ગયા પછી અમરશી કચ્છ-આરીખાણામાં થયા તેને વર્ધમાન નામનો પુત્ર સં. ૧૬૦૬ શ્રા. શુ. ૫ ને દિને અને પદમસી નામનો પુત્ર સં. ૧૬૧૭માં થયો. પછી બંને મહાકાલીના પ્રતાપે શ્રીમંત થઇ ભદ્રાવતીમાં ગયા ને ત્યાં ચીનદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy