SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૫O આ પરથી જણાય છે કે ઓશવંશના સોની સમરસિંહ-માલદેવ નામના વ્યવહારી-વણિકોએ સં. ૧૪૯૪માં (એટલે કવિના જ કાલમાં) કલ્યાણત્રય વિહારનો ઉદ્ધાર કરાવ્યો હતો. ચારે બાજુ ત્રણ ભૂમિ. વિશાલ મંડપમેઘમંડપ રળીયામણો છે. બીજાં ત્રણ મંદિરો ભદ્ર જાતનાં હતાં ને બાવન જિનાલય હતું. (ચાર ધારવાળા મંદિરના ફરતાં-મુખ્ય દરવાજા સિવાય બાકીના એ ત્રણ દરવાજાઓની સન્મુખ-બીજાં ત્રણ મંદિરો હોય તેને ‘ભદ્ર' પ્રાસાદ કહેવામાં આવે છે. આ પ્રવાડીની જૂની પ્રત મને પ્રાપ્ત થઈ છે.) આ ઉધ્ધારમાં આસપાસ ત્રણ દહેરાંવાળો ભદ્ર જાતનો પ્રાસાદ પોતે કરાવેલો લાગે છે. અને તેથી તેને સમરસિંહ-માલદે સોનીની ટૂંક સં. ૧૪૯૪માં થયેલી કહી શકાય. અત્યારે જે મંદિર સંગ્રામ સોનીનું કહેવામાં આવે છે. તેનું વર્ણન આને મળતું આવે છે. તે ટુંકનું દેવું પ્રાચીન છે. રંગમંડપ સુંદર છે, તેની ઉપર બેઠક છે. ગર્ભાગાર પણ વિશાળ છે. તેની ભમતીમાં ત્રણ દેરાસર છે. જેમ્સ બર્જેસ કહે છે કે સગરામ સોની ૧૬ મા સૈકામાં પાછલા અર્ધ ભાગમાં થયો છે (તે યથાર્થ નથી). શેઠ પ્રેમાભાઇ હેમાભાઇએ આશરે ૧૮૪૩માં આ ટુંક સમરાવી છે. આ દેરૂં ગિરનાર પર સૌથી ઉંચું લાગે છે. હમણાં મૂર્તિ-પ્રતિમાઓના ઘણા હેરફેર થઈ ગયા છે. સંગ્રામ સોની સંબંધી વૃદ્ધ પૌશાલીય પટ્ટાવલીમાં કહેવું છે કે “શ્રી ઉદયવલ્લભ સૂરીશ્વરપટ્ટે શ્રી જ્ઞાનસાગરસૂરિ ગુરવઃ કર્થભૂતાઃ ? સત્યાર્થા, શ્રી વિમલનાથચરિતપ્રમુખાનેક નવ્ય ગ્રન્થ લહરી પ્રકટના સાર્થકાવ્વા યેષાં શ્રી જ્ઞાનસાગર સૂરીણાં મુખાતું મંડપદુર્ગ નિવાસી વ્યવહારિવર્ય પાતશાહિ શ્રી ખલચી મહિમ્મદ ગ્યાસુદ્દીન સુરત્રાણ પ્રદત્ત “નગદલમલિક' બિરૂદધરઃ સાધુ શ્રી સંગ્રામ સૌવર્ણિક નામા સવૃત્તિ શ્રીપંચમાંગ યુવા ગોયમેતિ પ્રતિપદ સૌવર્ણટંકકમમુચ–ા પáિશત્સહસ્ત્રપ્રમાણાઃ સુવર્ણટંકકાઃ સંજાતાર, યદુપદેશાત્ત દ્રવિણવ્યયેન માલવકે મંડપદુર્ગ પ્રભૂતિ પ્રતિનગર ગુર્જરધરાયા-મણહિલ્લપુરપાન-રાજનગર-સ્તંભતીર્થ-બૃગુકચ્છ પ્રમુખ પ્રતિપુર . ચિત્કોશમકાર્ષા પુનર્યદુપદેશાત્ સમ્યકત્વ સ્વદારસંતોષવ્રત વાસિતાન્ત:કરણેન વસ્થામૃત: સફલીચક્રે ૧ તથાહિ..” -આ પરથી જણાય છે કે વૃદ્ધપૌશાલિક-વૃદ્ધ કે બૃહત્ તપાગચ્છના ઉદયવલ્લભસૂરિના શિષ્ય જ્ઞાનસાગરસૂરિ કે જેમણે વિમલનાથ ચરિત (જાઓ પારા ૭૧૯) પ્રમુખ અનેક નવ્ય ગ્રંથો રચી પોતાનું નામ સાર્થક કર્યું હતું. તેમના મુખેથી-બાદશાહશ્રી ખિલચી મહિમ્મદ ગ્યાસુદીન સુલતાને આપેલી “નગદલમલિક' પદવીના ધારણ કરનાર માંડવગઢવાસી વણિકશ્રેષ્ઠ સંગ્રામ સોનીએ ભગવતી નામનું પાંચમું અંગ સટીક સાંભળીને તેમાં જે ગોયમગૌતમ એ શબ્દ આવતાં એક સુવર્ણટંક-સોના મહોર મુકી એમ ૩૬ હજાર સોનૈયા થયા છે, તેમના ઉપદેશથી માલવામાં માંડવગઢ આદિ દરેક નગરમાં અને ગૂર્જરધરામાં અણહિલપુર પાટણ, રાજનગર, ખંભાત, ભરૂચ આદિ દરેક નગરમાં જ્ઞાનભંડાર કરાવ્યા અને જેના ઉપદેશથી તેણે સમ્યકત્વ અને સ્વસ્ત્રીસંતોષવ્રતથી વિશુદ્ધ મનવાળા થઈને વંધ્ય આમ્રવૃક્ષને સફલ કર્યું હતું. (પછી તે આમ્રવક્ષની કથા કહી છે અને ગુજરાતના દરિદ્ર બ્રાહ્મણે માંડવગઢમાં આવી તેની સ્તુતિ કરતાં પોતાનાં આભૂષણો ને લાખ રૂા. દાન કર્યું તે વાત જણાવી છે-ગિરનાર ગલ્પ પ્રત હંસવિજય જૈન ફી લાયબ્રેરી અમદાવાદ). આ પટ્ટાવલીની સાલની માહિતી નથી, પરંતુ આમાં પણ સંગ્રામ સોનીએ ગિરનાર પર મંદિર બંધાવ્યું છે કે ઉદ્ધાર કર્યો તેનો કિચિન્માત્ર ઉલ્લેખ નથી. જ્ઞાનસાગરસૂરિનો સમય સં. ૧૫૧૭થી ૧૫૫૧ સુધી તેમના પ્રતિષ્ઠાલેખ પરથી નિશ્ચિત છે, તે દરમ્યાન સંગ્રામસોની થયા ગણાય. ૧ ખૂબીની વાત એ છે કે આવી જ વાત રનમંદિર ગણિએ પોતાના ઉપદેશ તરંગિણી ગ્રંથમાં (પૃ. ૧૧૫-૬ ભાષાં. ભી. મા.) અને પેથડના ચરિત્રરૂપે રચેલ સુકૃતસાગરમાં (પૃ. ૧૧-૧ આ. સભા) પેથડશાહ-ધર્મઘોષ સૂરિના સંબંધે નોંધી છેઃ ‘શ્રી ધર્મઘોષસૂરિજીના ઉપદેશથી પેથડશાહે તેમના મુખથી (તેમના શિષ્ય મુનિના મુખથી સુ.સા.) અગ્યારે અંગો સાંભળવા માંડયાં, તેમાં પાંચમા અંગ મધ્ય (પાંચમું અંગ સાંભળવા માંડ્યું ને તેમાં સુ. સા.) જ્યાં જયાં “ગોયમાં’ એવી રીતનો શબ્દ આવતો ગયો, ત્યાં ત્યાં તે નામથી આનંદ પામીને દરેક નામે તેણે એકેક સોનામહોર મુકી અને એવી રીતે તેણે છત્રીસ હજાર સોના મહોરોથી તે આગમની પૂજા કરી, અને તે દ્રવ્યથી તેણે સર્વ શાસ્ત્રો લખાવીને ભૃગુકચ્છાદિક દરેક શહેરોના ભંડારમાં (સાત મોટા ભંડારમાં સુ.સા.) રાખ્યાં. (તે સર્વ પુસ્તકોને માટે પટ્ટસૂત્ર, રેશમી દોરાનું વેખન અને સુર્વર્ણની પાટલીઓ કરાવી તે મંત્રીએ પોતાનું ધન કૃતાર્થ કર્યું. સુ. સા.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy