SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ ૨૪ ચિતોડમાં ‘અષ્ટાપદ’ જૈનમંદિર-‘શૃંગાર ચાવડી'-સિંગાર ચૌરી સં. ૧૫૦૫ -ચિતોડપર મહેલોની પાસે ઉત્તરે સુંદર કોતરણીવાળું એક નાનું મંદિર છે તેને સિંગાર ચૌરી (શૃંગાર ચૌરી)-શૃંગાર ચાવડી કહે છે. આના મધ્યમાં એક નાની વેદી ૫૨ ચાર સ્તંભવાળી છત્રી બનાવેલી છે. લોક કહે છે કે અહીં રાણા કુંભાની રાજકુમારીનો વિવાહ થયો હતો ને તેની આ ચોરી છે. વાસ્તવમાં ઇતિહાસના અંધકારમાં-અજ્ઞાનપણામાં આ કલ્પનાની સૃષ્ટિ થઇ છે કારણ કે તેના એક સ્તંભ ઉપર કોતરેલા વિ. સં. ૧૫૦૫ (ઇ.સ. ૧૪૪૮)ના શિલાલેખથી વિદિત થાય છે કે રાણા કુંભાના ભંડારી (કોષાધ્યક્ષ) વેલાક કે જે સાહ કેલ્હાનો પુત્ર હતો તેણે શાંતિનાથનું આ જૈન મંદિર બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠા ‘ખરતગચ્છના જિનસેન (? જિનચંદ્ર) સૂરિએ કરી હતી. જે સ્થાનને લોકો ચોરી બતાવે છે તે ખરી રીતે ઉક્ત મૂર્તિની વેદી છે અને સંભવ છે કે મૂર્ત્તિ ચોમુખ (જેની ચારે બાજુએ એક એક મૂર્તિ હોય છે એવી) હોય. શૃંગાર ચૌરીની થોડે છેટે નવલખ્ખા (નવકોઠા) નામનું સ્થાન છે. જાઓ પારા ૭૧૯ ને ટિ. ૪૬૬ માં જણાવેલાં પ્રમાણ. ૨૫ ગિરનારની સંગ્રામ સોની (?સમરસિંહ)ની ટુંક (સં. ૧૪૯૪) -સંગ્રામ સોની કોણ ને કયારે થયા તેને માટે વિશ્વસ્ત પ્રમાણોની ખોટ છે અને અમે તેમના સંબંધી આ ગ્રંથમાં કંઇ જણાવ્યું નથી. તેથી જે કંઇ ઉપલબ્ધ થાય છે તેનો વિચાર કરીશું. આ સંગ્રામસોની તે સમરાશાહ કે જેણે શત્રુંજયનો ઉદ્ધાર કર્યો તે સાથે ભેળવી દેવાના નથી. તે એક ભિન્ન વ્યક્તિ લાગે છે. ગિરનાર સંબંધી રેવયકપ્પસંખેવો (ગદ્યપ્રાકૃત), જિનપ્રભસૂરિકૃત ઉજ્જયન્તસ્તવ (સં.) અને શ્રી રૈવતકલ્પ (ગદ્ય પ્રા૦), શ્રી ઉજ્જયન્ત મહાતીર્થકલ્પ (પ્રા. ગદ્ય), અને તપા ધર્મઘોષસૂરિત શ્રી ગિરિનારકલ્પ (સં. ગદ્ય) કે જે સર્વ પ્રાચીન ગૂર્જર કાવ્ય સંગ્રહના પરિશિષ્ટ તરીકે પ્રગટ થયેલ છે. તેમજ ત્યાં પ્રકટ થયેલ વસ્તુપાલતીર્થયાત્રાવર્ણનમાં તથા તેની અંદરના વિજયસેનસૂરિષ્કૃત રેવંતગિરિ રાસમાં કયાંય પણ સંગ્રામ કે સમરસિંહ સોનીનો ઉલ્લેખ નથી. એટલે ત૦ ધર્મઘોષસૂરિ સુધીમાં તે થયા નહોતા એમ કહી શકાય. પ્રથમ ત૦ સોમસુંદરસૂરિના શિષ્ય પ્રશિષ્યમાંના એક હેમહંસગણિએ ત. રત્નશેખર સૂરિના રાજ્યે (સં. ૧૫૦૨ થી ૧૫૧૭ વચ્ચે) ગિરનાર-ચૈત્ર પ્રવાડી ગૂજરાતીમાં રચી છે (પ્ર. પુરાતત્ત્વ ૧-૩ પૃ. ૨૯૨) તેમાં ઓસવાલ-સોની સમરસિંહ-માલદેવનો (સંગ્રામસિંહનો નહિ) ઉલ્લેખ આવે છેઃ સમરસિંહ-માલદેવ તણઉ ઉદ્ધાર નિહાલઉ મંડિપ મંડિઅ અતિ વિસાલ ચવીસ જિણાલઉ. ૬ X X X ધન ધન સોની સમરસિંહ માલદે વ્યવહારિઅ જેહિ કલ્યાણત્રય-વિહાર-ઉદ્ધાર કરાવિઅ ચિહું દિસિ ત્રિકું ભૂમીહિં મૂલનાયક તિહાં બાર કાગિ રહિઆ પ્રથમ ભૂમિ સિ૨િ નેમિકુમાર ઘડતાં જસુ ચાલિ અંજલિઇ સર્વે ટલતા રોગ સેવિઉ સ્વામી પૂરવઈ નિરમાલડીએ અનુદિન ભોગસંયોગ ૨૫ ? (૨૧) દિકખ-નાણ-નિવ્વાણ તિહાં સિરિ સોહઇ છઇત્ર જીરણ પ્રતિમા વામ પાસિ રિ તાસુ સનાત્ર મંડપ સયલ વિસાલ મેઘમંડપ રૂલિઆલઉ ત્રિહું દિસિ ભદ્રતણા પ્રસાદ બાવન્ન જિણાલ ઓસર્વિસ શ્રી સમરસી માલદેવિ મનરંગ સંવત ચઉદ ચુરાણવઇ નિરમાલડીએ ઉદ્ધરિઉ ઉત્તુંગ ૨૬ ? (૨૨) Jain Education International X For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy