SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ દક્ષિણમાં થઇ છે. માર્ગમાં પહેલાં ડાબી બાજુ સાત માળવાળો જૈન કીર્તિસ્તંભ આવે છે કે જેને દિગંબર સંપ્રદાયના બધેરવાલ મહાજન સા (સાહ, શેઠ) નાયના પુત્ર જીજીએ વિ. સં. ની ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં બનાવ્યો હતો. આ કીર્તિસ્તંભ આદિનાથનું સ્મારક છે. તેની ચારે બાજા પર અનેક નાની જૈન મૂર્તિઓ કોતરેલી છે. આ કીર્તિસ્તંભપરની છત્રી વિજળી પડવાથી તુટી ગઈ અને સ્તંભને ઘણી હાનિ પહોંચી હતી, પરંતુ વર્તમાન રાણા સાહેબે એંસી હજાર રૂ. ખર્ચ લગભગ પહેલાં જેવી છત્રી કરાવી અને સ્તંભની મરામત કરાવી છે, જૈન કીર્તિસ્તંભની પાસે જ મહાવીર સ્વામીનું મંદિર છે કે જેનો જીર્ણોદ્ધાર મહારાણા કુંભાના સમયમાં વિ. સં. ૧૪૯૫ (ઇ. સ. ૧૪૩૮)માં ઓસવાલ મહાજન ગુણરાજે કરાવ્યો હતો. આ સમયે આ મંદિર તુટી ફુટી દશામાં પડેલું છે.' (રાજપૂતાનેકા ઇતિહાસ પૃ. ૩૫૨). રા. ભાંડારકરે ઉક્ત કીર્તિસ્તંભ (શ્વેતાંબર) સંઘવી કુમારપાલે બંધાવ્યો હતો એમ તેમણે સં. ૧૪૯૫ માં ચારિત્રગણિએ સંસ્કૃતમાં રચેલી ચિત્રકૂટ મહાવીર પ્રાસાદ પ્રશસ્તિ તેના અંગ્રેજી સાર સહિત રૉ. એ.સો.ના જર્નલ વૉ. ૨૩ નં. ૬૩ માં પ્રકટ કરી છે તેમાં પૃ. ૪૭ ૫૨ જણાવ્યું છે, પણ તેમાં ચૂક થઇ લાગે છે કે જે અમે નીચે જણાવી છે. કુંભારાણાના સમયમાં સં. ૧૪૯૫માં ઉક્ત મહાવીર પ્રાસાદનો જીર્ણોદ્ધાર ગુણરાજે કર્યો એવા ઓઝાજીના કથનમાં પણ ચૂક છે. તે ગુણરાજે રાણા મોકલ (કુંભારાણાના પૂર્વાધિકારી)ના આદેશથી તે પ્રાસાદનો ઉદ્ધાર કર્યો અને તેના પુત્રોએ તેમાં સોમસુંદર સૂરિના હાથે સં. ૧૪૮૫ માં પ્રતિષ્ઠા કરાવી એવો તે પ્રશસ્તિમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. તે પ્રશસ્તિ કુંભારાણાના રાજ્યમાં સં. ૧૪૯૫માં રચાઈ તે પરથી આ ભૂલ થઇ લાગે છે તેના મૂળ શ્લોક નીચે પ્રમાણે છેઃ X X X उच्चै मंडप पंक्ति देवकुलिका निस्तीर्यमाणश्रियं कीर्त्तिस्तंभसमीपवर्तिनममु श्रीचित्रकूटाचले प्रसादं सृजतः प्रसादमसमं श्रीमोकलोर्वीपते-रादेशाद् गुणराज साधुरमितस्वर्दध्यो दधार्षीन्मुदा ॥ ८६ ॥ X X X वर्षे श्रीगुणराज साधु तनयाः पंचाष्टरत्नप्रभे न्यास्यन्त प्रतीमामिमामनुपमां श्रीवर्धमानप्रभोः ॥ ९१ ॥ X X X प्राग्वंशस्य ललाम मंडपगिरिं शोभां नयन्नैष्टिक प्रष्ठः प्रत्यहमष्टधा जिनपतेः पूजाः सृजन् द्वादश । संघाधीश कुमारपाल सुकृती कैलासलक्ष्मीहृतौ दक्षं दक्षिणतोऽस्य सोदरमिव प्रासादमादीधपत् ॥ ९५ ॥ આ શાર્દુલનો ભાવાર્થ પુરાતત્ત્વજ્ઞ શ્રી ડી. આર. ભાંડારકરે એવો મૂકયો છેઃ- ‘પહેલાં તો આપણને ખબર મળે છે કે આ રચના એટલે કે કીર્તિસ્થંભ પહેલાં પ્રથમ સંઘનાયક પ્રાધ્વંશ એટલે પોરવાડ વંશના, ગિરિ જેવા મંડપની લક્ષ્મી આપતા એવા, અને જિનપતિની આઠ પ્રકારે બાર પૂજા હમેશાં કરતા એવા કુમારપાલે બાંધ્યો હતો' (આજ કારણે મેં ટિ. ૪૪૪ માં તે પ્રમાણે જણાવ્યું છે. પરંતુ આ ચિત્રપરિચય લખતા પુનઃ વિચાર કરતાં આ ભાવાર્થ ચૂકવાળો લાગે છે, ને ખરો એ લાગે છે કે પ્રાગ્વેશના ભૂષણરૂપ મંડિિગર-માંડવગઢને શોભા આપતો એટલે તેનો નિવાસી નૈષ્ઠિકમાં ઉત્તમ, જિનપતિની બાર પૂજા અષ્ટપ્રકારે હમેશાં કરતો એવો જે સંઘપતિ ધન્ય કુમારપાલ તેણે આની (મંદિર કે કીર્તિસ્તંભની) દક્ષિણે એક બીજો ભાઇ હોય તેવું બીજું મંદિર બંધાવ્યું. આજ રીતે પછીના શ્લોકમાં જણાવ્યું છે કેઃ ऊकेशवंशतिलकः सुकृतोरुतेजा - स्तेजात्मजः प्रतिवसन्निह चित्रकूटे चाचाह्वयः सुजनलोचनदत्तशैत्यं चैत्यं च चारु निरमीमपदुत्तरस्याम् ॥ ९६ ॥ - ઉકેશ (ઓશવાલ) વંશના તિલક રૂપ સુકૃત રૂપી મહાતેજવાળો તેજાનો પુત્ર અહીં ચિત્રકૂટ (ચિતોડ) માં જ વસતો ચાચા (નામનો હતો) તેણે આની ઉત્ત૨માં સજ્જનોનાં લોચનને ટાઢક આપતું એવું સુંદર ચૈત્ય બંધાવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy