SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ પ્રતિષ્ઠિત કરેલી તે ખંભાતમાં વિદ્યમાન છે. આ બ્લૉક પંડિત શ્રી લાલચંદ સંશોધિત જિનદત્તસૂરિ કૃત અપભ્રંશકાવ્યત્રયી પ્ર. ગાયકવાડ ઓ. સીરીઝ નં. ૩૭માં પ્રથમ પ્રકાશિત થયેલ છે. ૨૧. રાણકપુરનું ધરણાશાનું મંદિર સં. ૧૪૯૭ પારા ૬૬૫ - આ ખાસ જોવા લાયક મનોરમ્ય અને આકર્ષણીય મંદિર છે, તેના સંબંધી ટુંકી હકીક્ત પારા ૬૬૫માં અને ૬૬૮માં આવી છે અને વિશેષમાં જેણે જાણવું હોય તેણે શ્રી જિન વિજયના પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભાગ બીજાના અવલોકનનાં પૃ. ૧૮૫ થી ૧૯૭ વાંચવાં. તેના સંબંધમાં સર જેમ્સ ફર્ગ્યુસને જણાવ્યું છે કે તેનો દરેક સ્તંભ એક એકથી જાદો છે તથા તે બધા ઉત્તમ રીતે ગોઠવ્યા છે અને તેમના ઉપર ભિન્નભિન્ન ઉંચાઈના ઘુમ્મટો ગોઠવેલા છે. આ બધા ઉપરથી મન ઉપર ઘણી સારી અસર થાય તેમ છે. ખરેખર, આવી સારી અસર કરે એવું તથા સ્તંભોની સુંદર ગોઠવણી વિષે સૂચન કરે એવું હિંદુસ્તાનમાં બીજું એકપણ દેવાલય નથી. ગોઠવણીની ઉત્તમતા ઉપરાંત બીજી જાણવાલાયક બાબત એ છે કે તેણે રોકેલી જગ્યા ૪૮૦૦૦ ચો. ફૂટ છે એટલે કે મધ્યકાલીન યુરોપીય દેવળોના જેટલી છે અને કારીગરી તથા સુન્દરતામાં તો તેમના કરતાં ઘણી રીતે ચઢે તેમ છે.” History of Indian and Eastern Architecture પૃ. ૧૪૧-૨. - સ્વ. મણીલાલ વ્યાસ લખે છે કે “મારવાડમાં સાદડી ગામની પાસે રાણકપુરનું જૈન દેરાસર બહુ જોવાલાયક છે. એ દેહરાસરની સામે હજાર બારસે વર્ષ પહેલાંનું એક જૂનું કહેવું છે, અત્યારે તેમાં જૈન તીર્થકરની મૂર્તિ પધરાવી છે, પણ મૂળમાં તે સૂર્યનું મંદિર હતું એમ કહેવાય છે. એ દહેરા ઉપર જે કંઈ પૂતળાં ગોઠવ્યાં છે તે જોઈએ તો તેમાં તદન બિભત્સ સ્વરૂપે કોકનાં ચોરાસી આસનો ગોઠવ્યાં છે. જોનાર આશ્ચર્યચકિત થાય કે ધર્મના દેવળ ઉપર આ શું? આવું આ એક જ દેહરા ઉપર હોય એમ પણ નથી, જૂનાં અનેક દહેરાં આવાં ચિત્રોથી મઢાયાં છે. આ સ્થિતિ ક્યાંથી ઉત્પન્ન થઈ ?” (સુરત ગૂડ સારુ પરિષદ રીપોર્ટ-પ્રદર્શન વિભાગ પૃ. ૧૬) કહેવાતા પહેલાના સૂર્ય મંદિર અને હાલ જૈન મંદિરમાં ઉપલી સ્થિતિ છે એમ અમે ત્યાં ગયા હતા તે વખતે અમારા લક્ષમાં આવ્યું નથી. આ મંદિર તે ધરણાશાના મુખ્ય મંદિરથી અલગ-જૂદું છે. આ ધરણાકના મંદિરનો શિલાલેખ સમજવામાં ઓઝાજીની કંઇક ગેરસમજણ થઇ છે (જાઓ તેમના રાજપૂતાનેકા ઇતિહાસ પૃ. ૬૨૫નું ટિપ્પણ; તેમાં ધરણાક-ધરણાશાહનું નામ જ નથી. તેણે નહિ કે રત્ના તથા તેના પુત્રપૌત્રોએ, તે બંધાવ્યું ને તેણે, નહિ કે ગુણરાજે, અજાહરી આદિનાં મંદિરો બંધાવ્યાં ને જીર્ણોદ્ધાર કર્યો.) ૨૨ સાદડીનું જૈનમંદિર. -આ સ્વ. શેઠ પ્રેમચંદ રાયચંદના ઉત્તેજનથી The Committee of Architectural Antiquities of Western India માટે સને ૧૮૬૬માં Antiquities of Westen India Architecture at Ahmedabad-the Capital of G૦૦zerat કે જેમાં કર્નલ બ્રિગ્સના લીધેલા ફોટો, થિયોડોર હોપનો ઐતિહાસિક અને વર્ણનાત્મક દિગ્દર્શનરૂપી વૃત્તાંત અને જેઈમ્સ ફર્ગ્યુસનની શિલ્પકળાવિષયક નોંધો અંગ્રેજીમાં લંડનમાં છપાયેલ છે તેમાંથી આ બ્લોક લીધો છે. ફર્ગ્યુસન જણાવે છે કે સ્થંભોની એવી ગોઠવણી કરી છે કે જેથી ઇમારતની અંદર સૂર્યનો તડકો જરાપણ પ્રવેશ ન પામે અને તે છતાં પ્રકાશ reflect થઇને - પ્રતિબિંબિત થઈને આવે આવી રીતિ અમદાવાદની મજીદોમાં પૂર્વે વપરાઇ છે. પ્રકાશ લાવવાની આવી રીતે કોઇપણ જૈન મંદિરોમાં હજુ સુધી માલુમ નથી પડી, પણ તે છતાં તેના જેવી કંઇક વ્યવસ્થા સાદડીના જૈન મંદિરમાં છે. આ મંદિરમાં મુખ્યપણે પ્રકાશ અંદરના મંડપોમાંથી આવતો હોવાથી સ્તંભોની જે વ્યવસ્થા કરવાથી પ્રકાશ આવે તેવું મુખ્યપણે આ મંદિરમાં નથી. આ બ્લોક અત્યારથી છાસઠ વર્ષ જૂનો છે તેથી આજ પ્રમાણે સાદડીમાં તે મંદિર જળવાઇ રહ્યું છે કે કેમ તે હું કહી ન શકું. સંભવતઃ જળવાઈ રહ્યું હશે. {પ્રાયઃ જળવાયું નથી. } ૨૩ ચિતોડનો જૈન કીર્તિસ્તંભ. (ટિ. ૪૪૪) -સુપ્રસિદ્ધ ઓઝાજી કહે છે કે ચિતોડ પર “લાખોટાની બારી' નામની ખડકીથી રાજટીલા સુધી સડક સીધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy