SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ૧૯ કચ્છ-ભદ્રેશ્વરનું પ્રસિદ્ધ મંદિર (જગડુશાનું) -કચ્છના પૂર્વ કિનારે હાલના ભદ્રેશ્વરથી જૂનું ભદ્રેશ્વર-ભદ્રાવતી મોટા વિસ્તારમાં આવેલું છે. હાલ ત્યાં જૈન દેવાલય, શિવમંદિરના ઘુમટના થાંભલા વગેરે તથા દુદાવાવ અને તેની પાસે બે મજીદના બાકી રહેલાં ખંડેરો છે. જૂનું જૈન દેરાસર છે તેને જગદેવશાહ-જગડૂશાહનું દેવળ કહેવામાં આવે છે. તે પ્રાચીન કૃતિ છે તે પર સુધારા વધારા થયા છે; કેટલા ને કયારે તે જણાયું નથી. દેવળનો નીચલો ભાગ સૌથી જૂનો લાગે છે. બાકીનો ભાગ હાલની બાંધણી મુજબનો છે, અથવા તે સાવચેતીથી દુરસ્ત થયો હોય અને તે જગડુશાહે સં. ૧૩૧૨ માં સમરાવેલ હોય. દેરાસરના તૂટેલા ભાગના ટેકામાં મૂકાયેલી કમાનો જૂના વખતની હશે અને બાકીનો બહારનો ભાગ પાછળથી બનાવેલો છે. દેવળના થાંભલા પર લેખ હતા. હાલ માત્ર “સં. ૧૧૩૪ ના વૈશાક સુદ ૧૫' એટલા શબ્દો વંચાય છે તે જીર્ણોદ્ધારની મિતિ સમજાય છે. તેની આસપાસની દેરીઓ તેરમા સૈકાથી યાત્રાળુઓએ બંધાવેલી લાગે છે. આના જૂના કિલ્લાની દિવાલો સને ૧૭૬૩માં પાડી નંખાઈ હતી અને સને ૧૮૧૦માં મુંદ્રાગામ વસાવવામાં આ મંદિરના પત્થરો વપરાયા છે. - ભદ્રેશ્વરના દેરાસરની રચના આબૂ પરનાં જૈન મંદિરો જેવી છે. તેને ૪૮ X ૮૫ ફૂટનો ચોક આવેલો છેફરતી પર દેહરીઓ છે અને ભમતી છે. પછી દેરાસર છે કે જેના આગલા ભાગમાં થાંભલાવાળા ત્રણ ઘુમટ છે. મોટા ઘુમટ નીચે રંગમંડપ છે. તેના એક સ્તંભ પર સં. ૧૩૨૩ અને એક ઉપર ૧૩૫૮ કોરેલા હતા. એક બાજા પ્રતિમાઓ સંતાડવા ઓરડીઓ છે ને તેની નીચે બીજા ખંડો છે કે જેમાં ભૉપરના પત્થર ઉપાડી જઈ શકાય છે. મુસલમાન વગેરેના ત્રાસ વખતે તેમાં પ્રતિમાઓ પધરાવી ઉપર રેતી નાખી જમીન જેવો દેખાવ કરવામાં આવતો. દેરાસર ઓતરાદા બારનું છે. (એવા બારનું સામાન્યતઃ હોતું નથી). ગભારામાં શ્વેત આરસની ત્રણ પ્રતિમા છે. મૂળનાયક અજીતનાથ છે. તેની નીચે ૬૨૨ (? ૧૬૨૨)ની સાલ હોવાનું જણાય છે. તેની જમણી બાજાએ ફણાવાળા પાર્શ્વનાથ છે. તેના પર સં. ૧૨૩૨ની સાલ છે. ને ડાબી બાજાના શાંતિનાથ પર પણ તેજ સાલ છે. પીઠની દીવાલ ઉપર મૂળનાયકની આસપાસ કાઉસગ્ગીઆ છે, જમણી બાજુના છેડે શામળા પાર્શ્વનાથજી છે (વિશેષ માટે જાઓ રા. બ. દલપતરામ ખખ્ખરનો “રીપોર્ટ ઓન ધ એન્ટિક્વિટિઝ ઓફ કચ્છ એન્ડ કાઠિયાવાડ પાનું ૨૦૬-૨૦૯ તથા રા. મગનલાલ દ. ખખ્ખરનું જગડુ ચરિતનું ભાષાંતર) {ઇ. સ. ૨૦૦૧ જાન્યુ.ના આવેલ ભૂકંપમાં આ જિનાલયને ઘણું નુકશાન થવાથી તેનો પાયાથી જિર્ણોદ્ધાર ચાલી રહ્યો છે.) આ ભદ્રાવતીનું પ્રાચીન મંદિર સંપ્રતિ રાજાએ કરાવેલું કહેવાય છે ને તેમાં મુખ્ય નાયક પાર્શ્વનાથ હતા. વર્ધમાનશા અને તેના ભાઈ પદમસીએ સં. ૧૬૮૨ અને ૧૬૮૮ વચમાં તેનો ઉદ્ધાર કરાવ્યો એ વાત કલ્યાણસાગર સૂરિના રાસ (ઢાલ ૩૫) માં આ પ્રમાણે છે: ભદ્રાવતી નગરી માંહજી, પ્રાચીન જેહ પ્રાસાદ પાર્શ્વ પ્રભુનું જેહ કહેજી, સંપ્રતિનો જશવાદ, ગુરૂ ઉપદેશે કરાવીયજી, તેહનો જીર્ણોદ્ધાર દોઢ લાખ કોરી ખરચીજી. તેઓએ તિહાં મનોહાર. ૨૦ જિનદત્તસૂરિની મૂર્તિ પ્રઢ સં. ૧૩૩૪ પાટણ (પારા ૩૧૭-૩૧૯) -પાટણના ટાંગડિયાવાડા નામના વાડામાં જિનમંદિર છે ત્યાં આ મૂર્તિ છે કે જેની પ્રતિષ્ઠાલેખ નીચે પ્રમાણે છે: “સંવત્ ૧૩૩૪ વૈશાખ વદિ ૫ શ્રી જિનદત્તસૂરિ મૂર્તિ શ્રી જિનેશ્વર સૂરિશિષ્ય શ્રી જિનપ્રબોધસૂરિણા....(પ્રતિષ્ઠતા) - આ પ્રતિષ્ઠા કરનાર જિનપ્રબોધ સૂરિ - મૂળ પ્રબોધમૂર્તિ ગણિ કે જેમણે સં. ૧૩૨૮ માં કાતંત્ર દુર્ગપદ પ્રબોધ નામની કાતંત્ર વ્યાકરણ પર ટીકા રચી (પારા ૫૯૬), તે જિનદત્તસૂરિના શિ. જિનપતિ શિ. જિનેશ્વર સૂરિના શિષ્ય ને પટ્ટધર હતા ને તેમની મૂર્તિ પણ પાલણપુરમાં તેમના શિષ્ય જિનચંદ્રસૂરિએ સં. ૧૩૫૧માં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy