SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ કલ્યાણસાગરસૂરિના રાસ (ઢાલ ૩૫) માં છે. આ સાથે કહીએ કે આબૂ પરના સં. ૧૨૯૬ના એક લેખ પરથી જણાય છે કે અજિતનાથના ગૂઢ મંડપમાં નાગપુરીય સા લાહડે આદિનાથનું બિંબ કરાવી ખત્તક-ગોખલામાં ભરાવ્યું હતું. તારંગા તીર્થ યાત્રા કરવા લાયક છે, વળી તેનું વાતાવરણ બહુ આરોગ્યપ્રદ છે. ૧૫ “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્ર સૂરિ; પરમાહંતશ્રી કુમારપાલ ભૂપાલ - આ ચિત્રો ૧૭ ક્રમાંકના (૧૨૯૪ની તાડપ્રત પર ચિતરેલા) ચિત્ર ઉપરથી પ્રસિદ્ધ વર્તમાન ચિત્રકાર ધુરંધર પાસે સુધરાવી તેને સુંદર રંગોથી સુશોભિત કરાવી તેનો રંગીન બ્લોક જૈન આત્માનંદ સભાએ સોમપ્રભાચાર્ય કૃત કુમારપાલ પ્રતિબોધના ગૂ૦ ભાષાંતર (વિ.સં. ૧૯૮૩)માં મૂકેલ તેજ અત્ર વાપરેલ છે. જpના પરથી વર્તમાનમાં કેવું ‘ટચિંગ’ કરી રૂપ અપાય છે તે બન્નેને સરખાવવાથી જણાશે. વધુ માટે જુઓ નીચે ઉક્ત ચિત્રનો પરિચય, ચિત્ર નં. ૧૭. ૧૬ મહં. શ્રી વસ્તુપાલ-મહં. શ્રી લલિતાદેવી-મહં. શ્રી વેજલદેવી -ગુજરાતની ધંધુકાની ગાદી પર રાજ કરતા વીરધવલના પ્રસિદ્ધ મંત્રી વસ્તુપાલ મહાન્ યોધ્ધો હોવા ઉપરાંત એક સાહિત્યરસિક, અને સાહિત્યકાર પણ હતો; ને વિશેષમાં તેણે તથા તેના ભાઈ તેજપાલ મંત્રીએ અનેક સુંદર અને ભવ્ય સ્થાપત્યકલાના નમુનેદાર મંદિરો બંધાવી ગુજરાતની શિલ્પકલામાં મહાન્ ફાળો આપ્યો છે. વસ્તુપાલ અને સાથે તેની બે સ્ત્રીઓનાં તથા તેના ભાઈ તેજપાલ ને તેની સ્ત્રી અનુપમા દેવીનાં બાવલાં આબૂ પરની ભૂણિગવસહીમાં છે તે તેના સમયમાં જ શિલ્પીએ બનાવેલાં છે. તે પૈકી મહત્તમ વસ્તુપાલ અને સાથે સાથે તેની સ્ત્રીઓ મહત્તમ લલિતાદેવી અને વેજલદેવી હોવાથી તે બધાનું એકી સાથે ચિત્ર અત્ર મૂકવામાં આવ્યું છે, જ્યારે તેજપાલ ને તેની સ્ત્રીનું ચિત્ર મૂકવામાં નથી આવ્યું. આ મૂર્તિઓનું ચિત્ર ગા.ઓ.સી.માં પ્રગટ થયેલા વસ્તપાલ કત નરનારાયણાનંદ નામના મહાકાવ્યમાં પ્રથમ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ૧૭ સં. ૧૨૯૪ની તાડપત્રની પ્રતમાં ચિત્રિત શ્રી હેમાચાર્ય અને રાજન્ કુમારપાલ –આ પાટણના ભંડારમાંની હેમાચાર્યકત ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્રની તાડપત્રની પ્રત ઉપરના ચિત્રનો ફોટો લઈ તે પરથી કરેલ બ્લોક છે, તેમાં હેમાચાર્ય અને કુમારપાલ સ્વર્ગસ્થ થયે લગભગ ૬૨ વર્ષ ગયાં પછી ચિત્રલ તેમનાં ચિત્રો છે તે પર પ્રથમ ધ્યાન પ્રસિદ્ધ જૈન સાક્ષરશ્રી સદ્ગત ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ.એ.નું ત્યાં ભંડારોની ફેરિત કરવા જતાં ગયું ને તેમણે ફોટો લઈ તેની નકલ મારા પર મોકલતાં તેનો બ્લૉક જૈન છે. કૉન્ફરન્સ તરફથી કરાવી તેના મુખપત્ર શ્રી જૈન. જે. કૉ. હેરલ્ડના જુલાઈ-ઓકટોબર ૧૯૧૫ના જૈન ઇતિહાસસાહિત્ય અંકના વિશેષાંકમાં તંત્રી તરીકે મેં પૃ. ૨૭૫ પાસે પ્રગટ કર્યો હતો તે આટલા વર્ષે પુનઃ પ્રગટ થાય છે. તેથી બ્લૉક સારો નથી રહ્યો ને સારી પ્રતિકૃતિ આવી શકી નથી. ૧૮ મહામાત્ય વસ્તુપાલ તેજપાલનાં મંદિર-ગિરનાર (પારા પર૭ અને પરક) -ગિરનાર પર નેમિનાથ મંદિરના મૂળ દ્વારા સામે વસ્તુપાળ તેજપાળનાં મંદિર આવેલાં છે. ‘પ્લાનની વ્યવસ્થામાં મને આ સર્વ કોઇ કરતાં સારાં લાગે છે. મુખ્ય મંડપની ત્રણ બાજુ પર વિમાનો ગોઠવેલાં છે અને તેને ફરતો ઓટલો છે. symmetry સમાનત્વથી આ મંદિરો ઘણાં ભવ્ય લાગે છે.” (રા. પાઠક). ત્યાં શિલાલેખ પર (જિ. ૨ નં. ૪૪) લખેલ છે કે વિ. સં. ૧૨૮૯ ના આશ્વિન વદિ ૧૫ સોમ દિને મહામાત્ય શ્રી વસ્તુપાલે પોતાના કલ્યાણ માટે, જેની પાછળ કપર્દિ યક્ષનું મંદિર છે એવું “શત્રુંજયાવતાર' નામનું આદિનાથનું મંદિર, તેના અગ્રભાગમાં ડાબી બાજુએ પત્ની લલિતાદેવીના પુણ્યાર્થ ૨૦ જિનોથી અલંકૃત એવું “સંમેત શિખરાવતાર' નામનું મંદિર, તેમજ જમણી બાજુ બીજી પત્નિ સોખુકાના શ્રેય સારૂ ૨૪ જિનવાળું એવું “અષ્ટાપદાવતાર' નામનું મંદિર એમ ચાર મંદિરો કરાવ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy