SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ચંપકસાહ કરાવીઉ એ ચઉથુ જીર્ણ ઉદ્ધાર ઊલટું હઇડું ઉલ્લસિઉં એ નિર૦ દેખી સિંહ દૂઆર. ૨૦ –એટલે આ મંદિરના ચાર ઉદ્ધાર થયા-પહેલો વચ્છરાજનો, બીજો (રાજા) કુમારપાલનો, ત્રીજો ગોવિંદરાજનો અને ચોથો ચંપકશાહનો, આમાં પહેલો ઉદ્ધારક વચ્છરાજ કોણ હતો તે જણાવ્યું નથી. છેલ્લા ચંપકશાહ સંબંધમાં પણ વિશેષ હકીક્ત મળી નથી. આ આદિનાથ મંદિરના આદિનાથનું બિંબ ત∞ વિજયદેવસૂરિના સમયમાં તેઓ અમદાવાદ ચોમાસું હતા ત્યારે યવનોએ ભાંગી નાંખ્યું. તેથી તેના પ્રમાણ જેટલું જ નવીન બિંબ પાછું શ્રાવકોએ કરાવ્યું અને નટીપદ્ર (હાલના નડીયાદ)ની મ્હોટી પ્રતિષ્ઠામાં તે બિંબની સૂરીશ્વરના હસ્તે પ્રતિષ્ઠા કરાવી ગિરિ ઉપર રહેલા તે ચૈત્યમાં ચૈત્યોદ્વારપૂર્વક તેને સ્થાપિત કર્યુંઃ राजनगरे चतुर्मासं स्थिताः । तत्रावसरे इलादुर्गे श्री ऋषभदेवबिम्बं यवनै र्व्यंगितं ततस्तत्प्रमाणमेव नवीनं बिम्बं श्राद्धैर्विधाप्य नटीपद्रे महत्यां प्रतिष्ठायां श्री सूरिभिः प्रतिष्ठाप्य गिरिशिरः स्थ- चैत्ये चैत्योद्धारपूर्वकं स्थापितं । એમ ગુણવિજય તપગણપતિ ગુણપદ્ધતિમાં જણાવે છે (જુઓ વિજયદેવ સૂરિ માહાત્મ્યનું પરિશિષ્ટ). તેજ ગુણવિજય પોતાની સં. ૧૬૮૮ ની વિજયપ્રશસ્તિ ટીકાની પ્રશસ્તિમાં એજ પ્રકારનું જણાવે છેઃ जीर्णे श्रीमद्युगादीशे यवनैर्व्यंगिते सति । तत्पदे स्थापितो येन नूतनः प्रथमप्रभुः ॥ १५ ॥ આ મંદિરનો હમણાં પુનઃ ઉદ્ધાર શ્રી શ્વેતાંમ્બર સંઘ તરફથી કરવામાં આવ્યો છે ને તેનો રીપોર્ટ સં. ૧૯૭૫માં બહાર પડ્યો છે. જુઓ તે રીપોર્ટમાં અને જૈનયુગના ૧૯૮૨ના માગશરના અંકમાં મારો લખેલો ‘ઇડરનો સંક્ષિપ્ત ઇતિહાસ.' ૧૪. કુમારપાલનું અજીતનાથ મંદિર-તારંગા. પારા ૩૭૪-૩૭૬ —તારંગા--તારણદુર્ગ પર કુમારપાલે અજીતનાથનું સુંદર દેવાલય બંધાવ્યું હતું અને તેમાં અજિતનાથની મ્હોટી પ્રતિમા પ્રતિષ્ઠાપિત કરી હતી; પરંતુ પ્રતિમાને મ્લેચ્છોએ ભગ્ન કરતાં સોમસુંદરસૂરિના સમયમાં ઇડરના ગોવિંદશાહે નવીન પ્રતિમા કરાવી તેમના હસ્તથી સ્થાપી હતી. મુનિસુંદરસૂરિએ તારણદુર્ગાલંકાર અજિતસ્વામિસ્તોત્રમાં પોતાના જિનસ્તોત્રરત્નકોશમાં (યશોવિજય-ગ્રંથમાલા નં. ૯ જૈનસ્તોત્ર સંગ્રહ ભા. ૨) તે બંનેનું સ્મરણ કર્યું છે કે:-- कुमारपालस्य कथं न मित्रं गोविन्दसंघाधिपतिर्भवेत्सः । ग्रीष्मे कलौ म्लेच्छदवाग्नितापै- स्तन्न्यस्तबिंबापगमेन शुष्कम् ॥ ९ ॥ સોમસૌભાગ્ય કાવ્યમાં આ ગોવિન્દમૃત ઉદ્ધારનું વર્ણન આ પ્રમાણે આપ્યું છે: यस्तारणक्षितिधरे कृतचित्तशैत्ये- चैत्ये कुमारनृपते र्द्युपते महोभिः । चिक्षेप दक्षविनतो नवभारपट्टान् स्तंभाश्च दंभरहितो महितो नरेंद्रैः ॥ ११ ॥ सर्ग ७॥ દક્ષ પુરૂષોથી નમેલા, દંભરહિત અને રાજાઓથી સન્માન પામેલા એવા (ગોવિંદ સાધુએ) તેજથી સૂર્ય જેવા એવા શ્રી કુમારપાલ નૃપતિના ચિત્તને શીતળ કરે તેવા તારંગાજીના પર્વતના ચૈત્યમાં નવ ભારપદ (ભારવાડ) અને સ્તંભો નંખાવ્યા. ત્યારપછી તેજ સર્ચમાં જણાવ્યું હતું કે આરાસણમાંથી મોટી શિલા મંગાવી તેમાંથી મોટું અજિતનાથનું બિંબ કરાવી તેને ઇડરના રાવ પુંજાના સમયમાં ભારે ઠાઠમાઠથી સોમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠિત કરાવ્યું (શ્લો. ૮૩) તેનો સં. ૧૪૭૯ છે. જાઓ પારા ૬૬૪. ગુરૂગુણરત્નાકર પૃ. ૧૧ શ્લો. ૬૦માં ગોવિન્દ્રાતિ ગાંગિનપ્રતિષ્ઠા, તારંòડથ મહતી મુળરાનયાત્રા । એમ કહેલું છે. તે બિંબ હાલ વિદ્યમાન છે. આ મંદિરનો ઉદ્ધાર અઢીલાખ કોરી ખર્ચી શાહ વર્ધમાન અને પદમશી એ બે ભાઇઓએ સં. ૧૬૮૨ અને ૧૬૮૮ વચમાં કરાવ્યો હતો. એવો ઉલ્લેખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy