SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ ચિત્રકારો તે વખતે ગમે તેમ ચિતરતા, મૂલ પુરૂષની આબાદ પ્રતિકૃતિ પર લક્ષ ન રાખતા, તેમજ ચિત્રનું દેહપ્રમાણ અંગોપાંગની યથાસ્થિતતા વગેરે પર પણ ધ્યાન રહેતું નહોતું. તે સમયના ચિત્રકલાના નમુના રૂપે આ ગણવાનું છે. ૧૩. ઇડર ગઢનું બાવન જિનાલય. –આ ઇડરના ગઢ ઉપર આવેલું આદિનાથ મંદિર છે, તે કુમારપાલ રાજાએ બંધાવી તેમાં ભ. આદિનાથની પ્રતિમા સ્થાપિત કરી. ખરતર ગચ્છના જિનપતિ સૂરિ કે જેઓ કુમારપાલના સમકાલીન હતા (વિ. સં. ૧૨૧૦ થી ૧૨૭૭) તેમણે પોતાની બનાવેલી તીર્થમાળામાં લખ્યું છે કે इडरगिरौ निविष्टं चौलुक्याधिपकारितं जिनं प्रथमं । સોમસુંદર સૂરિના શિષ્ય પ્રશિષ્યમાંથી એકે સં. ૧૫૩૩ લગભગ રચેલી ઇડરગઢ ચૈત્યપરિપાટી (જૈનયુગ-માહથી ચૈત્ર સં. ૧૯૮૫ પૃ. ૩૪૧-૩૪૩)માં પણ જણાવ્યું છે કે– ગઢ ઊપરિ ગિરિસમીસુંઇ, પ્રાસાદ કરાવી કુમર નરેસર આદિનાહ, પડિમા સંઠાવી. ૧૦ X X X X ‘રાય વિહાર’ વિહાર કંતિ ઇણિ કારણિ કહીઈ ૧૧ X X X X કુમાર નરવરઇ કુમાર નરવરઇ ગુરુ અ વિહાર ગિરિ ઉપરિ કારવીઆ આદિનાહ જિણબિંબ ઠાવિસ ૧૭ X X X X ‘કુમર નરિંદ વિહાર' પૂઢિ પાસાય પઇક્રિય. ૧૬ આ પરથી તેને ‘રાયવિહાર’ ‘કુમારવિહાર’ કહેવામાં આવતો. આનો જીર્ણોદ્ધાર ઈડરના વચ્છરાજ શેઠના પુત્ર ગોવિંદશાહે સોમસુન્દર સૂરિના સમયમાં કરાવેલો એવું સોમસૌભાગ્ય કાવ્યમાં સર્ગ ૭ શ્લો. ૧૦ પૃ. ૧૦૭ માં સ્પષ્ટ જણાવ્યું છેઃ यः पर्वतोपरि गरिष्टमति: कुमार- पालोर्वरेश्वरविहारमुदारचित्तः । जीर्णं सकर्णमघवानघवासनावान् द्रव्यव्ययेन बहुलेन समुद्दधार ॥ --જે મોટી બુદ્ધિવાળા, ઉદાર ચિત્તવાળા, વિદ્વાનોમાં ઇંદ્રરૂપ અને નિષ્પાપ વાસનાવાળા એવા તે ગોવિન્દસાધુએ ઘણું દ્રવ્ય ખર્ચી પર્વત૫૨ ૨હેલા કુમારપાલ પૃથ્વીનાથ-રાજાના વિહારનો સારી રીતે ઉદ્ધાર કર્યો. આ વાત ગોવિન્દશાહના સમકાલીન ગુણરત્ન સૂરિએ પોતાના સં. ૧૪૬૬ના ક્રિયારત્ન સમુચ્ચયની પ્રશસ્તિમાં કહી છે કે तेष्वाद्यो गुणवान्नियद्दरपुरे प्रोत्तुंगमाद्यार्हतो ય: પ્રાપ્તામીરત્ન વિનયી ગોવિન્દ્રસંધાધિપ: । (પી. ૬ પૃ. ૧૭-૧૮) —તે (વછરાજના) પહેલા પુત્ર ગુણવાન્ અને વિનયી ગોવિન્દ સંઘપતિએ ઇડર પુરમાં આદિનાથ જિનનો ઉચ્ચ પ્રાસાદ કર્યો. (આમાં ઉદ્ધાર કર્યો એવું ખાસ લખ્યું નથી) મુનિસુંદર સૂરિએ જિનસ્તોત્ર રત્નકોશમાં ઇલદુર્ગાલંકાર શ્રી ઋષભદેવ સ્તોત્ર રચ્યું છે. તેમાં કુમારપાલ અને ગોવિન્દ બંનેનો ઉલ્લેખ કર્યો છે. (જૈન સ્તોત્ર સંગ્રહ ભા. ૨, પૃ. ૧૪૧-૨ પ્ર. યશો. ગ્રંથમાલા નં. ૯)ને ત૦ હેમવિમલ સૂરિના પ્રશિષ્ય જિનમાણિકય ગણિના શિષ્ય અનંતહંસ ગ. ઈડર ચૈત્યપરિપાટીમાં વળી એમ જણાવે છે કે: વચ્છરાજ પહિલુ ઉદ્ધાર બીજા કુંઅરપાલ ત્રીજુ સાહ ગોવિંદરાજ ચઉપટ ચઉસાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy