SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર આવી જાતની એક બીજી જિનમૂર્તિ પણ નાહરજીને ઉપલબ્ધ થઇ છે. તેમાં ૧૦-૧૧ સદીનો કર્ણાટક શિલાલેખ છે, કે જેને ત્રિમાસિક “રૂપ” માં (નં. ૧૭ જાન્યુ. ૧૯૨૪ પૃ. ૪૮ ઉપર) પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. ૮. અજંટા પાસે જૈનમંદિરના દ્વાર મંડપ -અજંટાની ગુફા એ ભારતનું એક જોવા લાયક પ્રસિદ્ધ સ્થળ છે. તેમાં મુખ્ય બૌદ્ધ મંદિરો અને તેમાંનાં રંગીન ચિત્રો બહુ પ્રાચીન હોવા છતાં તેની સુંદરતા ને રંગો જળવાઈ રહ્યાં છે. આ ગુફામાં જૈન મંદિરો પણ હતાં કે જે હાલ શીર્ણ વિશીર્ણ દશામાં છે તે પૈકી એકનો ફોટો સને ૧૮૬૬ માં પ્રકટ થયેલ Architecture at Ahmedabad માં પ્રસિદ્ધ થયો હતો તે અત્ર મૂકેલ છે. તેનું શિખર નાશ પામ્યું છે પણ તે ઘણું મોટું અને પિરામિડ આકારનું હોવું જોઇએ. કારણ કે તેનો મંડપ અતિ વિશાલ છે. તેના મંડપના થાંભલા ને તે દરેકની કારીગરી અતિશય સુંદર છે. તે મંદિર આઠમા સૈકાનું અનુમનાય છે. ૯. આબૂ પર વિમલશા મંત્રીનું દહેરૂ-વિમલ વસહિ' પારા ૨૮૯ ૧૦ આબૂ ‘વિમલવસહિ'ના ઘુમટનું અપ્રતિમ નકશી કામ પારા ૨૮૯ -પહેલું ચિત્ર સન ૧૮૬૬માં પ્રકટ થયેલ Architecture at Ahmedabad નામના પુસ્તકમાં આવેલા ફોટાનો બ્લોક છે, બીજું ચિત્ર શ્રી પૂરણચંદ નાહરે પોતાના Epitome of Jainism માં પ્રગટ કરેલ છે તે છે ને તે તેમના સૌજન્યથી અમને પ્રાપ્ત થયું છે કે જે વાત ચિત્રપર નોંધવી ભૂલથી રહી ગયેલ છે. “આ મંદિરો પ્રેક્ષકને તેના અણીશુદ્ધ નકશી કામથી વિચારમાં ગરક કરી દે છે. તેના ખ્યાલમાં આ મનુષ્યકૃતિ હોય એમ આવી શકતું નથી. તે એટલા તો પૂર્ણ છે કે તેમાં કોઈ ફેરફાર કરી ન શકાય. દહેરાંના પ્લાનની વ્યવસ્થા એવી છે કે ચારે બાજુ દહેરીઓ અને વચમાં મુખ્ય મંદિર છે, અને તેવી વ્યવસ્થા ગિરનાર પરનાં દેવળોમાં છે. પ્રવેશદ્વાર આગળ એક મંડપ છે, તે મંડપ આગળ ૬ સ્તંભવાળો એક લંબચોરસ ઓરડો છે, કે જેમાં હાથીઓ પર અંબાડીમાં બેઠેલા વિમળશા તથા તેના કુટુંબીઓ વિરાજે છે. હાથીનાં પુતળાં કદમાં ન્હાનાં પણ પ્રમાણસર છે ને અંબાડીનું કામ ઘણું સારું કર્યું છે. વિમાનમાં ઋષભદેવ-આદિનાથની પદ્માસને બેસાડેલી મૂર્તિ છે. શિખર નીચું છે. તદન આગળના ભાગના મંડપનું કામ પણ બહુ સરસ છે. “મંડપ અને વિમાન વચ્ચે ગર્ભગૃહ છે. મંડપ પ્રમાણસર ઉંચાઇનો અને તેમાં સફેદ આરસ પરના નકશી કામથી એટલો તો સુંદર લાગે છે કે તેને જોઈને પ્રેક્ષક તો સ્તબ્ધ જ બની જાય છે. ઉપરનો ઘુમટ અષ્ટકોણમાં આવેલા થાંભલા પર ઉંચકવામાં આવ્યો છે ને તેનાં થરો અંદરથી જુદી જાદી નકશી કામમાં કોરેલાં છે. આ નકશીકામમાં આલેખન હાલના જમાનામાં માણસોની ધીરજ ન રહે તેમ છે. આ દરેક થર પરનું કામ એવું તો એક બીજાને ઘટત કર્યું છે કે તેમાં કોઇપણ જાતનો ફેરફાર ઘટે નહિ, લગભગ દરેક યુરોપિયન પ્રવાસી તો આને જોઈને પોતાનું અભિમાન કોરે મુકી દે છે અને તેજ વખતે તે આ કામની શ્રેષ્ઠતા પોતાના મનમાં લાવે છે અને સ્વીકારે છે. આ મુખ્ય મકાનની આસપાસ થોડે છેટે ચારે બાજા બેવડા થાંભલાની હારોવાળી ઓશરી છે, ને તેમાં ચારે બાજુ નાની નાની દહેરીઓ છે. આ ઓશરી પર અગાસી છે. થાંભલા પર એક ચોરસની અંદર બીજો ચોરસ જેના ખુણાઓ પહેલાની બાજુના મધ્ય પર પડે એવી આકૃતિથી પત્થરો ગોઠવ્યા છે અને તે દરેક ખાતામાં જુદાં જુદાં કાલ્પનિક ચિત્રો કરેલાં છે. કોઇમાં ભૌમિતિક આકૃતિઓ તો કોઇમાં વેલો, તો કોઇમાં દેવદેવીઓનાં ચિત્રો કરેલાં છે.” -રા. પાઠક વિશેષ માટે જાઓ મુનિ જયંતવિજય લિખિત “આબૂ' નામનું પુસ્તક. ૧૧. જે. ભ. તાડપત્ર પુસ્તકના કાષ્ટફલક પર ચિત્રિત જિનવલ્લભ સૂરિ પારા ૩૧૪-૬ ૧૨. જે. ભ. તાડપત્ર પુસ્તકના કાષ્ઠફલક પર ચિત્રિત જિનદત્ત સૂરિ પારા ૩૧૭-૩૧૯ --જેસલમેરના ભંડારમાં પાંચસો વર્ષના જાના પ્રાચીન તાડપત્રના પુસ્તકની કાષ્ઠપટ્ટિકા ર૬Y, X, ના માપની હતી તે પર જિનવલ્લભસૂરિ અને જિનદત્તસૂરિનું ચિત્રફલક હતું તે જિનકૃપાચંદ્રસૂરિના પ્રસાદથી ૫. લાલચંદે અપભ્રંશકાવ્યત્રયીના પુસ્તકમાં પ્રકટ કરાવ્યું તે અત્ર પુનઃ મૂકવામાં આવેલ છે. તે ચિત્ર જોતાં એમ જણાય છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy