SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૧ પણ છે. તે શિલા છે ને સિંહનાદિકે સ્થાપેલ છે. તેની વચ્ચે જૈન તીર્થંકરની પ્રતિમા કોતરેલી છે અને આસપાસ જૂદી જૂદી જાતની પવિત્ર નિશાનીઓ છે. અષ્ટમંગલમાં દર્પણ, ભદ્રાસન, વદ્ધમાન, શ્રીવત્સ, મત્સ્ય યુગ, સ્વસ્તિક, કુંભ અને નંદાવર્ત ગણાતા પૈકી કેટલાક જોવામાં આવે છે, તે પટ પર ઘણી પ્રાચીન લિપિમાં લખાયેલો લેખ છે કે જે પ્રાયઃ કનિષ્કના રાજ્યના સમયમાં ઇ.સ. પ્રારંભ લગભગ લખાયેલો હોવો જોઈએ. તે આ પ્રમાણે છે: १ नमो अरहंताणं सिंहकस वणिकस पुत्रेण कोशिकिपुत्रेण २ सिंहनादिकेन आयागपटो प्रतिथापितो अरहंतपूजये –અર્વતોનો નમસ્કાર, સિંહક વણિકના પુત્ર અને કૌશિકીના પુત્ર સિંહનાદિક (સિંહનાંદિક)થી આયાગપટ અત્ની પૂજા અર્થે પ્રતિસ્થાપિત-પ્રતિષ્ઠાપિત થયો. ૬ સં. ૯૫ માં જૈન યતિ કણહની મૂર્તિ-મથુરા –આ એક જૈન સ્તૂપનો ભાગ છે કે જે ઉક્ત મથુરાની કંકાલી તીલા ટેકરીમાંથી નીકળેલ છે. તે સ્તૂપના બે ભાગ પાડેલા છે. ઉપલો ભાગ સાંકડો છે અને તેના મધ્યમાં સ્તૂપની આકૃતિ છે અને સ્તૂપની બંને બાજુએ જિનની બબ્બે આકૃતિઓ છે. કુલ તે ચાર આકૃતિઓ (મૂર્તિઓ) છેલ્લા ચાર તીર્થકર નમિ, નેમિ, પાર્શ્વ અને વર્ધમાનની છે. નીચેના ભાગમાં કહ (3) ની મૂર્તિ છે કે જેના માનમાં આ સૂપ બનાવવામાં આવ્યો હતો. કહની મૂર્તિને વસ્ત્ર પહેરાવેલાં હોવાથી તે શ્વેતાંબર મૂર્તિ માની શકાય. આમાં આવેલ મૂળ લેખ કોઈ અનિર્ણત લિપિમાં છે. આરંભમાં ૯૫ (?) ની સાલ હોવાનું જણાય છે કે જે વખતે વાસુદેવનું રાજ્ય હતું. તે લેખ આ પ્રમાણે છે ૨ (f)દ્ધમ સં. ૧૫(?) રો રદ્ધિ ૨૮ ફ્રોટ્ટય (T) તો નાતો થાનીયાતો તાતો વિફર(તો) (૪)વાતો કાર્ય અરઢ (૬) २ सिसिनि धामथाये (?) ग्रहदतस्य धि...धनहथि -સિદ્ધ સંવત ૯૫ (?) માં બીજા (માસ) માં ૧૮ દિવસે કોટ્ટાય (કોટિક) ગણના થાનીય કુલના વરશાખાના આર્ય મહા(દિન)ની શિષ્યણી ધામથ (?) ની વિનતિથી ગૃહદત્તની પુત્રી અને ધનથી (ધનહરિત)ની સ્ત્રીની (ભેટ) આમાં કહની વસ્ત્ર પરિધાનવાળી મૂર્તિ ઉપરાંત ચાર તીર્થકરની પ્રતિમાઓ કોતરેલી છે. ૭ ધાતુની અર્ધ પદ્માસનસ્થ જિનમૂર્તિ-જૂની કર્ણાટકી લિપિલેખ સહિત -જિનમૂર્તિ સામાન્ય રીતે વિશાલ પ્રમાણમાં પદ્માસનસ્થ જોવામાં આવે છે અને જે કેટલીક ઉભી-કાર્યોત્સર્ગસ્થ હોય છે તેને “કાઉસગ્ગીઆ' કહેવામાં આવે છે. અદ્ધપદ્માસનસ્થ જિનમૂર્તિ વિરલ જોવાય છે, જયારે તેવી બુદ્ધની મૂર્તિઓ ઘણી દેખાય છે. રખેને આ બદ્ધમૂર્તિ હોય એવો કોઇને ભ્રમ થાય તો તે દૂર કરવા માટે આમાં અનેક યોગો એવા છે કે જે આ મૂત્તિને જિનમૂર્તિ તરીકે સિદ્ધ કરે છે. (૧) આની કર્ણાટકી લિપિનો ઉકેલ શ્રી પૂરણચંદ્રજી નાહરે મહામહોપાધ્યાય રાય બહાદુર પંડિત ગૌરીશંકરજી ઓઝા અને ડા) હીરાનન્દ શાસ્ત્રી જેવાં બે મહાવિદ્વાન પાસે વંચાવી કરાવ્યો છે તે અનુક્રમે આ રીતે છે :- શ્રી ગીનવનન નનન મની વય મણિ પ્રતમ: શ્રીનિવમન સઝન વેટિક મી ડીસ તને “મડિસિદ'નો અર્થ-ની વિનતિથી -ના કહેવાથી એમ થાય છે. શ્રી જિનવલ્લભની સજ્જન ભગીયબય-ચેટિયભયના કહેવાથી પ્રતિમા–એવો કંઈ અર્થ છે કે તેમાં જિનનું સ્પષ્ટ નામ છે. (૨) આખી બેઠકની નીચે નવગ્રહની નવ નાની આકૃતિઓ છે, કે જે કોઇ પણ બુદ્ધમૂર્તિમાંથી મળી આવતી નથી (૩) શિર ઉપર ત્રણ છત્ર છે અને શાસન દેવ અને દેવી છે. આ સર્વ પરથી જિનમૂર્તિ સિદ્ધ થાય છે. આ પીતળની મૂર્તિની કર્ણાટકી લિપિ આઠમી સદીની આસપાસની જૂની છે એમ ઓઝાનું કહેવું છે. આ મૂર્તિ શ્રી પૂરણચંદ નાહરને ઉદયપુર પાસેના ગામ સવીનાખેડામાંથી પ્રાપ્ત થઇ છે ને તે તેમની પોતાની પાસે કલકત્તામાં હજાર નાહરજી જણાવે છે કે “વીર'ના મહાવીર જયંતી અંક વર્ષ ૪ અંક ૧૨-૧૩ માં પૃ. ૩૦૦ પર એક ચિત્ર-ફોટો મૂકેલ છે કે જેમાં પારીસના પ્રદર્શનમાંથી એક ધાતુની મૂર્તિનો એક બ્લૉક છે કે જે આ મૂર્તિના જેવો છે. વળી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy