SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ તે પહેલાની પ્રત છે ને બીજી મુગલ સમયની છે તેથી તે તે વખતે ચિત્રકળા કેવી હતી તેનો નમુનો આપવા ખાતર તેને અત્ર મૂકયાં છે. પહેલાં શ્રી પૂરણચંદ્ર નાહરજીએ તેના બ્લોક કરાવી પોતાના Epitome of Jainism નામના અંગ્રેજી પુસ્તકમાં મૂકયાં હતાં. પ્રસંગ એ છે કે કમઠ નામનો તાપસ અગ્નિનો તાપ લઈ તપશ્ચર્યા કરતો હતો. તે તપશ્ચરણ ધ્યેય વગરનું છે અને મોક્ષદાયક નથી એમ સિદ્ધ કરવા પાર્શ્વનાથ કુમારે આવીને જે સળગતાં લાકડાથી અગ્નિ કરવામાં આવ્યો હતો. તેમાંથી બળતો સર્પ કાઢી બતાવ્યો હતો ને આવી હોળીના તાપમાં અનેક જીવો બળી મરે છે તો તેવા હિંસક તપથી આત્મિક લાભ નથી એમ સમજાવ્યું હતું. ૩ શ્રી આદિનાથ પ્રભુની ધાતુ-પ્રતિમા સં. ૧૦૭૭ - આ પ્રાચીન મૂર્તિ ભારતના વાયવ્ય પ્રાંતમાંથી બાબુ પૂરણચંદ નાહરને પ્રાપ્ત થઇ છે. બંને બાજુ કાયોત્સર્ગમાં ઊભી રહેલી અને મધ્યમાં પદ્માસનમાં બેઠેલી મૂર્તિઓ છે. સિંહાસનની નીચે નવ ગ્રહ અને તેની નીચે વૃષભ-યુગલ છે. આ કારણે મૂલ મૂર્તિ શ્રી આદિનાથજીની છે અને તે યક્ષ યક્ષિણી આદિ સહિત બહુ મનોજ્ઞ અને પ્રાચીન છે. દરેક ધાતની પ્રતિમાની પાછળ લેખ પ્રાયઃ કોતરેલ હોય છે તે પ્રમાણે આની પાછળનો લેખ આ પ્રમાણે છે: “પર્જક સત અંબદેવના સં. ૧૦૭૭' પૂના, ૨. નં ૧૦૦૧] આના કરતાં પ્રાચીન સંવતવાળી પ્રતિમા અતિ વિરલ-કોકજ દેખવામાં આવી છે. પ્રાચીન શિલાલેખોમાં મથુરા અને કલિંગના લેખો એક બાજુએ મૂકતાં હસ્તિકુંડનો સં. ૯૯૬ નો ને સં. ૧૦પ૩નો (જિ. ૨ નં. ૩૧૮ તથા ના. ૧. નં. ૮૯૮) સાંપડે છે અને સં. ૧૦૮૮ માં વિમલવસતિનું સ્થાપત્ય આવે છે. ત્યારપછી ૧૦૯૧, ને ૧૧૦૦ (જિ. ૨. નં. ૪૨૭ ને પ૪૪)ના સાંપડે છે એટલે ૧૦ ૧૧મા સૈકાના કોક લેખ મળે છે ને તે પહેલાંના છે. લેખો મથુરા ને કલિંગ સિવાય બીજે કયાંય પ્રાયઃ બિલકુલ મળતા નથી. શ્રી જિનવિજયજીએ સં. ૧૯૭૭માં લખ્યું હતું કે “ભારતના ઇતિહાસમાં જેને “મધ્યયુગ” કહેવામાં આવે છે તે યુગના જૈન લેખો ભાગ્યે જ મળી આવે છે. જૈન ઇતિહાસ માટે આ એક વિચારણીય પ્રશ્ન છે. કેવળ લેખોની દૃષ્ટિએ જ નહિ, પરંતુ સમગ્ર જૈન સાહિત્યની દૃષ્ટિએ પણ આ પ્રશ્ન વિચારવા જેવો છે. શ્વેતાંબરીય સૂત્ર સાહિત્યને બાદ કરતાં બીજાં સાહિત્ય પણ એ યુગમાં જૈનોના હાથે વધારે લખાયું નથી, તેમજ સ્થાપત્ય પણ જાણવા જેવું કે નોંધવા જેવું મંડાયું નથી. હિંદુસ્થાનના રાષ્ટ્રીય ઇતિહાસની દૃષ્ટિએ પૂર્ણ જાહોજલાલીવાળો ગણાતો એ કાળ જૈન ઇતિહાસની દૃષ્ટિએ બહુ જ અપ્રકાશિત દેખાય છે...” આના ઉત્તરમાં જણાવીશું કે તે યુગના ઇતિહાસને માટે જોઈએ તેટલી શોધખોળ તે વખતે થઈ નહોતી. હમણાં મુનિશ્રી કલ્યાણવિજયજીએ પ્રાચીન આગમ-ચૂર્ણિઓ વગેરે પરથી અનેક ઐતિહાસિક તત્ત્વો ખોળી કાઢ્યાં છે કે જે તેમણે ‘વીર નિર્વાણ સંવત્ ઔર જૈન કાલગણના” નામના હિંદી વિશાલ નિબંધમાં {૧. આનું પુનઃ પ્રકાશન શારદાબાઈ ચી.એ.ટી. સેંટર દ્વારા અમદાવાદથી થયું છે.) તેમજ પ્રભાવક ચરિતની પ્રસ્તાવનામાં {૨. આનું પુનઃ પ્રકાશન ૐકાર સૂરિજ્ઞાનમંદિર ગ્રંથાવલીમાં સૂરતથી થયું છે.) પ્રકટ કર્યા છે ને ધીમે ધીમે વિશેષ શોધખોળ થતાં વધુ પ્રકાશ પડશે એ નિર્વિવાદ છે. ૪ ભગવાન શ્રી મહાવીર -આ એક હમણાંનું નવીન ચિત્ર છે. કમલમાં પદ્માસનસ્થ મહાવીર પ્રભુની મૂર્તિ છે. પાસે તેમના લાંછનચિન્હરૂપી સિંહને મૂકેલ છે. આસપાસ ચમર ઢોળાય છે. પોતે ઉપદેશ દેતા હોય તેને સાંભળનાર એક બાજુ જણાવેલ છે. મસ્તક પાસે અશોકનું વૃક્ષ છે ને ઉપર ત્રણ છત્ર છે. ૫. .સ. પ્રારંભનો અહેસૂજા માટેનો આયા પટમથુરા પારા ૧૭૪ –મથુરાના નૈઋત્ય ખૂણા પાસે આગ્રા અને ગોવર્ધનના રસ્તાની વચ્ચે આવલી કંકાલી-તીલા નામની ટેકરી છે તે ખોદાવતાં સને ૧૮૭૦ માં મળેલ ઘણા શિલાલેખો અને બીજી વસ્તુઓમાં ખંડિત અને અખંડિત જૈન પ્રતિમાઓ, થાંભલાઓનું વર્ણન કનિંગહામે કરેલું છે. આ માટે જુઓ વિન્સેન્ટ સ્મિથનું પુસ્તક નામે “જૈન ઍન્ડ અધર એન્ટિક્વિટિઝ ઓફ મથુરા” અને “આર્કિઓલૉજિકલ સર્વે ઓફ ઇડિઆ સને ૧૮૭૦’ તે પૈકી આ આયાગપટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy