SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ ચિત્ર-પરિચય. [આ ગ્રંથમાં બધાં મળી સાઠેક ચિત્રો છે. તેના આઠ પ્રકાર પાડી શકાય; (૧) ધાતુ તેમજ પાષાણની પ્રાચીન જિન મૂર્તિઓ (૨) પાષણનાં આયાગપટ અને જિનમંદિરો. (૩) પાષાણની ઐતિહાસિક વ્યક્તિઓની મૂર્તિઓ (૪) પાષણપર કોતરેલ કાવ્યમય યંત્ર (૫) હસ્તપ્રતો પૈકી તડપત્રની પ્રત કે તેના કાષ્ઠફલક પરનાં ચિત્રિત ગ્રંથકારો-આચાર્યો આદિનાં ચિત્રો (૬) કાગળપરની કલ્પસૂત્રની પ્રતોમાંનાં રેગિત ચિત્રો (૭) કાગળ પર લિખિત પ્રતોમાંના કવિના સ્વહસ્તાક્ષરોના નમુના બતાવતાં તેનાં પાનાંઓ (૮) અર્વાચીન સમયની વ્યક્તિઓના ફોટાઓ. તે સર્વે ગ્રંથના આકાર ને કદને અનુરુપ હતા તેજ પસંદ કરી મૂકેલ છે. શેઠ પ્રેમચંદ રાયચંદ અને રાજબાઇ ટાવરના બ્લૉક શ્રી કૉન્ફરન્સ ઑફિસના ખર્ચે કરાવવા પડ્યા હતા. બાકી અન્ય બધા માંગણી કરતાં તુરત જ મોકલી આપવામાં નીચેની વ્યક્તિઓ અને સંસ્થાઓએ સૌજન્ય બતાવ્યું છે તે માટે તે સર્વેનો ઉપકાર છે ૧. બાબુ પૂરણચંદ નાહર M.A.B.L. કલકત્તા, ૨ બી.બી.ઍડ.સી.આઈ.રેલ્વે, ૩ શેઠ જીવણચંદ સાકરચંદ, સુરત, ૪-૫ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ અને આગોદય સમિતિ ૬ ગાયકવાડ ઓરિયેંટલ ઇન્સ્ટટ્યુટ, વડોદરા, ૭ જૈન આત્માનંદ સભા. ભાવનગર, ૮ જૈન સસ્તી વાંચનમાળા પાલીતાણા, ૯ ડૉ. ત્રિભોવનદાસ લહેરચંદ શાહ, મુંબઈ, ૧૦ મુંબઇ માંગરોળ જૈન સભા. આ પૈકી મારા મુરબ્બી શ્રી પૂરણચંદ નાહરનો ફાળો જબરો છે. તેમણે તો પોતાની પાસેનો બધો સંગ્રહ પૈકી જેટલું માંગ્યું તેટલું વિના આંચકે અને પ્રસન્નતાથી મને મોકલી આપ્યું પરંતુ દિલગીર છું કે તેમાંથી આ ગ્રંથના કદ કરતાં વધુ મોટા બ્લોકો ઘણી સુંદર શિલ્પકૃતિઓના હોવા છતાં તેનો લાભ લઈ શકાયો નથી. આવા નિઃસ્વાર્થ સાહિત્યના કાર્યમાં કયો સાહિત્યરસિક નિઃસ્વાર્થ સહાય આપવાની તક ન લે ? ભાગ્યે જ રડ્યાખડ્યા એક બે હતા કે જેનાથી નિઃસ્વાર્થભાવે સહાય ન આપી શકાઈ. જે જૈન હોય તે તો આપે, પણ જૈનેતર સંસ્થા જેવી કે બી. એન્ડ સી. આઇ. રેલ્વે અને ગાયકવાડ ઓરિયેન્ટલ ઈન્સ્ટટ્યૂટે માંગ્યા ભેગા તુરત જ પ્રતિકૃતિના બ્લોકો મોકલી આપ્યા તે માટે તેઓ વિશેષ ધન્યવાદને પાત્ર છે. આવી ભાવના જૈનોમાં જૈનેતરો પ્રત્યે સદા રહો એમ ઈચ્છીશું. | નવા બ્લોકો અનેકના બનાવી શકાય એમ હતું. છતાં ફંડના અભાવે તે બની શક્યું નથી. આથી તૈયાર બ્લોકો પર જ મુખ્યત્વે આધાર રાખવો પડ્યો છે.] ૧ કમઠ તાપસ અને પાર્શ્વનાથ રાજકુમાર-(મુસલમાન પૂર્વના સમયના કલ્પસૂત્રમાંથી). ૨ શ્રી પાર્શ્વનાથ કુમાર અને કમઠ તાપસ-(મુગલ સમયના કલ્પસૂત્રમાંથી). –આ ચિત્ર રંગીન છે. આવાં ચિત્રો કલ્પસૂત્રની અનેક પ્રતિઓમાં સાંપડે છે. કલ્પસૂત્ર મૂલ લગભગ બારસો ગાથામાં છે, અને તે પર્યુષણ પર્વમાં ઉપાશ્રયમાં શ્રાવકસમુદાય પાસે વંચાય છે, અને તેની પ્રતિમાંનાં ચિત્રો બતાવાય છે. આ પ્રથાથી પૂર્વે કલ્પસૂત્રની અનેક પ્રતો સુવર્ણ અને રીપ્ય અક્ષરોમાં લખાયેલી અને રંગીન ચિત્રોથી ચિત્રાયેલી, અનેક ભંડારોમાં ઉપલબ્ધ થાય છે. જે બે પ્રતમાંથી આ ચિત્ર લેવાયાં છે તેમાંથી એક મુસલમાન આવ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy