SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ સંચાલક (ઈશ્વરની અજાયબી ભરેલી અનામત છે; તેઓ પોત પોતાના શ્રેષ્ઠ માર્ગમાં દૃઢ રહીને તથા તન અને મનનું સુખ ભોગવીને પ્રાર્થના અને નિત્ય ક્રિયાઓમાં તેમજ પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં લાગેલા રહી, શ્રેષ્ઠ બક્ષીસ કરનાર (ઇશ્વર) તરફથી લાંબી ઉંમર મળે, અને સારાં કામ કરવાની પ્રેરણા થાય, એવી દુવા કરે, કારણ કે-માણસજાતમાંથી એકને રાજાને દરજ્જે ઉંચે ચઢાવવામાં અને સરદારીનો પહેરવેશ પહેરાવવામાં પૂરે પૂરૂં ડહાપણ એ છે કે-તે સામાન્ય મહેરબાની અને અત્યંત દયા કે જે પરમેશ્વરની સંપૂર્ણ દયાનો પ્રકાશ છે, તેને પોતાની નજર આગળ રાખી જો તે બધાઓની સાથે મિત્રતા મેળવી ન શકે, તો કમમાં કમ બધાઓની સાથે સલાહ-સંપનો પાયો નાખી પૂજવા લાયક જાતના (પરમેશ્વરના) બધા બંદાઓ સાથે મહેરબાની, માયા અને દયાને રસ્તે ચાલે, અને ઈશ્વરે પેદા કરેલી બધી વસ્તુઓ (બધાં પ્રાણીઓ) કે જે ઉંચા પાયાવાળા પરમેશ્વરની સૃષ્ટિનાં ફળ છે, તેમને મદદ કરવાની નજર રાખી તેમના હેતુઓ પાર પાડવામાં અને તેમના રીતરીવાજો અમલમાં લાવવામાં મદદ કરે, કે જેથી બળવાન નિર્બળ ઉપર જાલ્મ નહિં ગુજારતાં, દરેક મનુષ્ય મનથી ખુશી અને સુખી થાય. આ ઉપરથી યોગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ, હીરવિજયસૂરિ સેવડા (સં. શ્વેતપટ-શ્વેતાંબર) અને તેમના ધર્મને પાળનારા, કે જેમણે અમારી હારમાં હાજર થવાનું માન મેળવ્યું છે અને જેઓ અમારા દરબારના ખરા હિતેચ્છુઓ છે, તેમના યોગાભ્યાસનું ખરાપણું, વધારો અને પરમેશ્વરની શોધ ઉપર નજર રાખી હુકમ થયો કે તે શહેરના (તે તરફના) રહેવાસીઓમાંથી કોઇએ એમને હ૨કત-અડચણ કરવી નહિં, અને એમનાં મંદિરો તથા ઉપાશ્રયોમાં ઉતારો કરવો નહિં. તેમ તેમને તુચ્છકારવા પણ નહિં. વળી જો તેમાંનું (મંદિરો કે ઉપાશ્રયોમાંનું) કંઇ પડી ગયું કે ઉજ્જડ થઇ ગયું હોય, અને તેને માનનારા ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કોઇ તેને સુધારવા કે તેનો પાયો નાખવા ઇચ્છે તો તેનો, કોઇ ઉપલક જ્ઞાનવાળાએ (અજ્ઞાનીએ) કે ધર્માન્ધે અટકાવ પણ કરવો નહિં અને જેવી રીતે ખુદાને નહિં ઓળખનારા, વરસાદનો અટકાવ અને એવાં બીજાં કામો કે જે ઇશ્વરના અધિકારનાં છે તેનો આરોપ, મૂર્ખાઇ અને બેવકુફીને લીધે જાદુનાં કામ જાણી, તે બીચારા-ખુદાને ઓળખનારા ઉ૫૨ મૂકે છે અને તેમને અનેક પ્રકારનાં કષ્ટો આપે છે; એવાં કામો તમારા રક્ષણ અને બંદોબસ્તમાં, કે જે તમે સારા નસીબવાળા અને બાહોશ છો, થવાં જોઇએ નહિં. વળી એમ પણ સાંભળવામાં આવ્યું છે કે હાજી હબીબુલ્લાહ' કે જે અમારી સત્યની શોધ અને ખુદાની ઓળખાણ વિષે થોડું જાણે છે, તેણે આ જમાતને ઇજા કરી છે, એથી અમારા પવિત્ર મન કે જે દુનિયાનો બંદોબસ્ત કરનાર છે તેને ઘણું ખોટું લાગ્યું છે. (દુખનું કારણ થયું છે); માટે તમારે તમારી રીયાસતથી એવા ખબરદાર રહેવું જોઈએ કે-કોઈ કોઈના ઉપર જુલ્મ કરી શકે નહિ. તે તરફના વર્તમાન અને ભવિષ્યના હાકેમો, નવાબો અને રીયાસતનો પૂરેપૂરો અથવા કેટલેક અંશે કારભાર કરનારા મુસદીઓનો નિયમ એ છે કે રાજાનો હુકમ કે જે પરમેશ્વરના ફરમાનનું રૂપાન્તર છે તેને પોતાની સ્થિતિ સુધારવાનો વસીલો જાણી તેનાથી વિરૂદ્ધ વર્તન કરે નહિં, અને તે પ્રમાણે કરવામાં દીન અને દુનિયાનું સુખ તથા પ્રત્યક્ષ સાચી આબરૂ જાણે. આ ફરમાન વાંચી તેની નકલ રાખી લઈ તેમને આપવું જોઇએ, કે જેથી હમેશાંની તેમને માટે સનદ થાય. તેમ તેઓ પોતાની ભક્તિની ક્રિયાઓ કરવામાં ચિંતાતુર પણ થાય નહિં; અને ઈશ્વરભક્તિમાં ઉત્સાહ રાખે. એ જ ફરજ જાણી એથી વિરુદ્ધનો દખલ થવા દેતા નહિં. ઇલાહી સંવત્ ૩૫ (સં. ૧૬૪૭) ના અઝાર મહિનાની છઠ્ઠી તારીખ ને ખુરદાદ નામના દિવસે લખ્યું, મુતાબિક ૨૮ માહે મુહરમ સને ૯૯૯ હીઝરી. ૧ આ સુલતાન હબીબલો એ નામે ઓળખાતો ખંભાતનો ખોજો હતો. તેણે સૂરિજીનું અપમાન કરી તેમને ખંભાત બહાર કાઢયા હતા. આથી તેમના શિષ્ય ધનવિજય દિલ્હી જઈ ત્યાં દરબાર પાસે રહેતા શાંતિચંદ્ર ઉપાધ્યાયને મળ્યા કે જેણે બાદશાહ પાસેથી ફરમાન મેળવ્યું. પછી તે ખોજાએ સૂરિને બોલાવી ભારે સ્વાગત કર્યું ને તેમના ઉપદેશથી બંદીવાનોંને મુક્ત કર્યાં ને આખા ગામમાં ‘અમારી પડહ’ વગડાવ્યો. (સૂરીશ્વર અને સમ્રાટ પૃ. ૧૮૮ થી ૧૯૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy