SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૯૪૧ થી ૯૪પ ઉપાયશોવિજયનું વિપુલ સાહિત્ય ૪ ૨ ૩ નથી તેમ તે કોણ હતા તે પણ જણાયું નથી. તત્ત્વાર્થ ટીકા કે જે હરિભદ્રસૂરિએ પ્રારંભેલી અને જેને યશોભદ્ર કે યશોભદ્રસૂરિ શિષ્ય પૂરી કરેલી ઉપલબ્ધ થાય છે તે ટીકાના રચનાર યશોભદ્ર ને ષોડશકના ટીકાના રચનાર યશોભદ્ર બંને એક હશે કે ભિન્ન તે પણ નક્કી થતું નથી. ૯૪૩. ઉપલબ્ધ પણ અપ્રકટ કૃતિઓ :- ૧. અનેકાંતમત વ્યવસ્થા (વિજયવલ્લભસૂરિ હસ્તકનો પંજાબનો ભંડાર), ૨. સમન્તભદ્રકૃત આપ્ત પરીક્ષા ઉપર દિ૦ અકલંક દેવના ૮૦૦ શ્લોકના ભાષ્ય પર દિ0 વિદ્યાનંદ સ્વામીની આઠ હજાર શ્લોકની ટીકા નામે અષ્ટસહસ્ત્રી પર વિવરણ (ભા. ઈ. પી. ૬ પૃ. ૩૮ {સંપા. વિજયોદયસૂરિ પ્ર. જૈન ગ્રંથ પ્ર.સ. મુનિ વૈરાગ્યરતિ વિ. એ આનુ પુનઃ સંપાદન સંશોધન કર્યું છે. અનેક પરિશિષ્ટો સાથે પ્રવચન પ્રકાશન પુનાથી પ્રકાશિત થયું છે. }). આમાં કેટલાક ૩. સ્યાદ્વાદમંજરી પર વૃત્તિ નામે સ્યાદ્વાદમંજpષા, ૪. સ્તોત્રાણિ-સ્તોત્રાવલિ, ૫. સ્તવપરિજ્ઞા પદ્ધતિ ઉમેરે છે. ૯૪૪. અનુપલબ્ધ કૃતિઓ :- ૧. આકર, ૨. મંગલવાદ, ૩. વિધિવાદ, ૪. વાદમાલા. {છે. દિવ્યદર્શન } ૫ ત્રિસૂયાલોક, ૬. દ્રવ્યલોક, ૭. અમારહસ્ય, ૮. “સ્યાદ્વાદ રહસ્ય-અથવા યા અને-વાદરહસ્ય છે. દિવ્ય દર્શન) ૯. જ્ઞાનાર્ણવ, અપૂર્ણ પ્રગટ થયેલ છે.) ૧૦. કૂપદષ્ટાંતવિશદીકરણ {પ્ર. દિવ્ય દર્શન) ૧૧. અલંકારચૂડામણી ટીકા, તત્ત્વાર્થ ટીકામાં પ્રથમોધ્યાય સિવાયના બીજા અધ્યાયો પરની ટીકા, ૧૨. આત્મખ્યાતિ. {પ્ર. યશોભારતી} આ સર્વેનો પોતાના ઉપલબ્ધ ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે. તેથી તે ગ્રંથો તેમના રચેલા હોવાનું સુનિશ્ચિત છે. આ ઉપરાંત કેટલાક બીજા ગ્રંથો ઉમેરે છે કે ૧. અધ્યાત્મબિંદુ, ૨. કાવ્યપ્રકાશ ટીકા, પ્ર. યશોભારતી.} ૩. છંદ-ચૂડામણિ ટીકા, ૪. તત્ત્વાલક વિવરણ, ૫. વેદાન્ત નિર્ણય, ૬. વૈરાગ્યરતિ, {પ્ર. યશોભારતી.} ૭. શઠ પ્રકરણ, ૮. સિદ્ધાન્ત તર્ક પરિષ્કાર, ૯. સિદ્ધાંતમંજરી ટીકા વગેરે. {ઉપરોક્તમાંથી કેટલીક કૃતિયો પાછળથી મળી છે. પ્રકાશિત પણ થઈ છે. } ૯૪૫. ઉપરોક્ત ગ્રંથો પૈકી એકમાં પણ રચના સંવત આપેલ નથી. તેથી તેનો નિર્માણકાલ આશરે નિશ્ચિત કરવા માટે જેટલા ગ્રંથો પ્રસિદ્ધ થયા છે તે સર્વ તથા અપ્રસિદ્ધ પૈકી અનેકાંતવ્યવસ્થા અને વિચારબિંદુ પ્રાપ્ત કરી તેમાં ઉલ્લેખેલા પોતાના સર્વ ગ્રંથોનું કોઇક કરીને તે સર્વેનો પૌર્વાપર્યક્રમ (કયા પછી કયો રચાયો તેનો ક્રમ) બને તેટલો નિર્ણિત મેં કરી રાખ્યો છે. પણ તે અત્ર અવકાશાભાવને લઈને ખુલાસા સહિત બતાવ્યો નથી. આ મહાપુરુષ મોટા ભાગે પોતાની રચનાના પ્રારંભમાં Vદ્ર શબ્દ મૂકતા; તે શબ્દનો પહેલો અક્ષર છે એ મંત્રના બીજાક્ષરથી સરસ્વતીદેવીએ તેમને ગંગાનદીને કાંઠે તુષ્ટ થઈ તર્ક અને કાવ્યનો વર આપ્યો હતો એમ પોતે જ જણાવે છે. {ઉપાધ્યાય યશોવિજયજી વિષે કેટલુંક વિશિષ્ટ સાહિત્ય પ્રગટ થયું છે તે આ પ્રમાણે યશવંદના સંપં. પ્રદ્યુમ્ન વિ. ગણી શ્રુતાંજલી સં. પં. પ્રદ્યુમ્ન વિ. ગ. અને મુનિ યશોવિજય મહો. યશોવિ. સ્મૃતિ ગ્રંથ – મુનિ યશોવિજયજી મહા. યશોવિજય સ્વાધ્યાય ગ્રંથ, ‘અમર ઉપાધ્યાય” આ. પૂર્ણચંદ્રસૂરિ થશોજીવન પ્રવચનમાળા' આ પ્રદ્યુમ્નસૂરિ યશોભારતી સં. કુમારપાળ દેસાઈ પ્ર. ચંદ્રોદય ચે. ટ્રસ્ટ. } {યશોવિજય વાચક ગ્રંથ સંગ્રહમાં ૧૦ ગ્રંથા પ્રગટ થયા છે. પ્ર. જૈન ગ્રંથ પ્ર. સભા. વાદસંગ્રહમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy