SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ પારા ૯૩૫ થી ૯૪ ઉપા. યશોવિજયની આધ્યાત્મિકકૃતિઓ ૪૨૧ ૯૩૯. જૈન દર્શનમાં તર્ક પદ્ધતિમાં સ્યાદ્વાદ, કાર્યકારણ ભાવમાં કર્મવાદ પ્રસિદ્ધ છે. તદુપરાંત પદ્રવ્ય અને નવતત્ત્વના ખાસ સિદ્ધાંત છે તે સર્વને અનુકૂળ રહીને અધ્યાત્મવાદનો સ્પષ્ટ રીતે સમન્વય કરનાર યશોવિજય છે. તેમણે ભગવદ્ગીતા, યોગવાશિષ્ઠ અને પાતંજલ યોગદર્શનને અવગત બરાબર કર્યા હતાં અને પોતાની મૌલિક પૃથક્કરણ અને સમન્વય કરવાની બુદ્ધિ અને શક્તિથી જૈનદષ્ટિને અનુકૂલ રહી આધ્યાત્મિક વચનોના સમૂહમાંથી શાસ્ત્રીયપદ્ધતિપુરઃસર અને તર્કપ્રચુર બુદ્ધિગ્રાહ્ય જે અધ્યાત્મશાસ્ત્રની રચના કરી છે, તે કૃતિ અધ્યાત્મસાર. તેમાં શાસ્ત્ર, અને સંપ્રદાય બે બંને ઉપરાંત પોતાનો અનુભવયોગ પણ મિશ્રિત કર્યો છે. (જુઓ તેનો પ્રથમ અધિકાર શ્લો. ૭), મનુષ્યનું ચંચલ મન, તેની જાદી જાદી પ્રવૃત્તિ-પ્રકૃતિ વગેરેનું માનસશાસ્ત્રના જ્ઞાનપૂર્વક નિરૂપણ કરવા ઉપરાંત જૈનદર્શનવિહિત ગુણસ્થાનની શ્રેણીઓ સાથે અધ્યાત્મનો સંબંધ ઘટાવ્યો છે. પોતે જણાવે છે કે ‘શાંતહૃદયવાળાને શોક, મદ, કામ, મત્સર, કલહ, કદાગ્રહ, વિષાદ અને વૈર એ સર્વે ક્ષીણ થાય છે અને એ બાબતમાં અમારો અનુભવજ સાક્ષી છે (અનુભવાધિકાર શ્લો. ૧૮) તેજ અધિકારના ૨૬ મા શ્લોકમાં “બ્રહ્મજ્ઞાનીના વચનથી પણ અમે બ્રહ્મના વિલાસને અનુભવીએ છીએ' એટલે અમે અમારી બુદ્ધિ વડે તેને સાક્ષાત્ જાણીએ છીએ એમ પોતે કહ્યું છે. ટૂંકામાં પોતાને અનુભવના ચમકાર થયા હતા એમ તે અધ્યાત્મસારના ઘણા શ્લોકો પરથી જણાય છે. - ૯૪૦. છતાં પોતે સંપૂર્ણ આચાર પાળવામાં અસમર્થ છે એમ પણ જણાવે છે પૂર્ણ આચારને પાળવામાં અસમર્થ એવા અમે ઇચ્છાયોગનું અવલંબન કરીને પરમ મુનિઓની ભક્તિ વડે તેમની પદવી-માર્ગને અનુસરીએ છીએ” (અધ્યાત્મસાર અનુભવાધિકાર શ્લો. ૨૯); અને છેવટે પોતે સં. ૧૭૩૮ માં શ્રીપાળરાસની છેલ્લી ઢાળમાં પોતાને પ્રત્યક્ષ અનુભવ થઈ ગયાનું સ્પષ્ટ જણાવ્યું છે કે માહરે તો ગુરુચરણપસાથે અનુભવ દિલમાંહિ પેઠો ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહે આતમરતિ હુઈ બેઠો રે............ મુઝ સાહિબ જગનો તૂઠો. ૧૦ આ અનુભવ થયા પછી ભક્તિપૂર્વક પૂર્ણ આચાર પાળી પરમ-સાધ્ય-મોક્ષનો પૂર્ણ અભિલાષ પૂર્ણ થતાં બહુ વાર લાગતી નથી. ખીર નીર જો મિલ રહે, આનંદ, જસ સુમતિ સખી કે સંગ ભયો છે એક રસ, ભવ ખપાઈ સુજસ વિલાસ, ભયે સિદ્ધ સ્વરૂપ લીયે ધસમસ આનંદઘનકે સંગ સુજસ હી મિલે જબ, તબ આનંદસ ... ભયો સુજસ. ૯૪૧. તેમના ગ્રંથો-ઘણા મુદ્રિત થયા છે, થોડા અમુદ્રિત છે; ને લબ્ધ થતા અમુદ્રિત ગ્રંથો કરતાં વિશેષ ગ્રંથો અનુપલબ્ધ છે. મુદ્રિતમાં જૈ. પ્ર. સભા તરફથી પ્રકટ થયેલ યશોવિજય ગ્રંથમાલા એ નામના સંગ્રહમાં દશ નામે ૧. અધ્યાત્મસાર ગંભીર વિ. ટીકા સાથે પ્ર. જિ. આ. . અને ભદ્રકરસૂરિ કૃત ટીકા સાથે પ્ર. ભુવનતિલક ગ્રં. છાણી) ૨. દેવધર્મ પરીક્ષા ૩. અધ્યાત્મોપનિષદ (મુનિયશો વિના વિવેચન સાથે પ્ર. દિવ્યદર્શન } ૪. આધ્યાત્મિકમતખંડન સટીક ૫. યતિલક્ષણ સમુચ્ચય, આ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy