SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૦ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ સંગ કદિ પણ ન તજનારા-એવા તેઓમાં લોકો છિદ્ર દેખતા. પરંતુ તેમના ઉંચા યોગની અંતર્યોતની ખ્યાતિ ઘણી હતી. આનંદદશામાં ફરતા આ આનંદઘનનો યશોવિજયને પરિચય થયો હતો અને તેમના ગુણાનુવાદ રૂપે-સ્તુતિ રૂપે પોતે હિંદીમાં રચેલ અષ્ટપદીમાં તે વાત સ્પષ્ટ કરી છે : જશવિજય કહે સુન હો આનંદઘન ! હમ તુમ મિલે હજાર જશવિજય કહે સુનત હિ દેખો, સુખ પાયો બોત અભંગ, જશ કહે સોહી આનંદઘન પાવત અંતર જ્યોત જગાવે. કોઇ આનંદઘન છિદ્ર હી પેખત જસરાયસંગ ચડી આયા આનંદઘન આનંદરસ ઝીલત દેખતથી જસ ગુણ ગાયા. એટલું જ નહિ પરંતુ તેમનો પોતાના ઉપર પડેલ પ્રભાવ પણ તેમાં બતાવેલ છે : એરી આજ આનંદ ભયો મેરે, તેરી મુખ નિરખ નિરખ રોમ રોમ શીતલ ભયો અંગઅંગ. શુદ્ધ સમજણ સમતારસ ઝીલત, આનંદઘન ભયો અનંત રંગ-એરી એસી આનંદદશા પ્રગટી ચિત્ત અંતર, તાકો પ્રભાવ ચલત નિરમલ ગંગ, વાહી ગંગ સમતા દોઊ મિલ રહે, જસવિજય ઝીલત તાકે સંગ-એરી ૯૩૬. આ સાક્ષાત્ અનુભવ સંપન્ન મસ્ત યોગીને સહજ સંતોષ-સહજાનંદ ગુણ પ્રકટટ્યો હતો, બધી દુવિધા દ્વત ભાવ) મટી ગયેલ છે. જેની એવા આનંદરસ ઝીલતા આનંદઘનનાં (જુઓ અષ્ટપદી પદ ૩) દર્શન-સમાગમ-સંગથી પોતે આનંદ ગંગા પ્રવાહ અને સમતા ઝીલતા રહ્યા અને આનંદઘન કે સંગ સુજસ હી મિલે જબ તબ આનંદ સમ ભયો સુજસ, પારસ સંગ લોહા જો ફરસત, કંચન હોત હી તાકે કસ. ૯૩૭. આ આનંદઘનજીનાં ૨૪ જિન સ્તવનોમાંના પ્રથમ ૨૨ પર યશોવિજયજીએ પોતે ગૂજરાતી બાલાવબોધ રચ્યો હતો કે જે હાલ અનુપલબ્ધ છે. ૯૩૮. એક બાજુ સુમતિ, બીજી બાજુ આવા અનુભવી યોગીનો સમાગમ-એ બંનેના યોગે યશોવિજયજીને અધ્યાત્મમાં અપૂર્વ રસ લાગ્યો હતો. પોતાના ગ્રંથોમાં પણ આનંદઘન (પ્રતિમાશક શ્લો. ૧૦૧), પરમાનંદ (દ્વાáિશિકાની ૨૯મી સિવાય બધી બત્રીશીઓ અંતે), પરમાનંદ, પૂર્ણાનંદઘન (જ્ઞાનસારના અંતમાં), ચિદાનંદ સહજાનંદ, ચિટૂપાનંદ (અધ્યાત્મસાર અધિકાર ૧, ૨, ૭) એ શબ્દો મૂકી આનંદઘનજીનું સ્મરણ રાખ્યું જણાય છે. અધ્યાત્મના મુખ્ય ગ્રંથો અધ્યાત્મસાર અને જ્ઞાનસાર છે, અને હૃદયના ઉદ્ગારો રૂપે અધ્યાત્મ રસપ્રેરિત હિંદીમાં કરેલ પદો છે, કે જેનું નામ “જશ વિલાસ' અપાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy