SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ 3 (અનુસંધાન) અધ્યાત્મી યશોવિજય અને તેમના ગ્રંથો વાદિવચન-કણિ ચઢોજી, તુજ શ્રુત-સુરમણિ ખાસ બોધિ વૃદ્ધિ હેતેં કરેજી, બુદ્ધ જન તસ અસાસ. સકલ મુનિસર સેહરો જી, અનુપમ આગમનો જાણ. કુમત ઉત્થાપક એ જયોજી, વાચકકુલમાં રે ભાણ, પ્રભવાદિક શ્રુતકેવલી જી, આગે હુઆ ષટ જેમ, કલિમાંહે જોતા થકા જી, એ પણ શ્રુતધર તેમ. જશ ષિńપક શાસને જી, સ્વસમય ૫૨મત દક્ષ, પોહચે નહિ કોઇ એહને જી, સુગુણ અનેરા શતલક્ષ ‘કુર્ચાલી શારદ’ તણો જી, બિરૂદ ધરે સુવિદિત બાલપણે અલવે જિણે જી, લીધો ત્રિદશગુરુ જીત. X X X શ્રી યશોવિજય વાચક તણા, હું તો ન લહું ગુણવિસ્તારો રે ગંગાજલ કણિકા થકી એહના અધિક છેં ઉપગારો રે વચન રચન સ્યાદવાદનાં નય નિગમ આગમ ગંભીરો રે ઉપનિષદા જિમ વેદનાં, જસ કવિ ન લહે કોઇ ધીરો રે શીતલ પરમાનંદિની શુચિ વિમલ સ્વરૂપા સાચી રે જેહની રચના-ચંદ્રિકા રસિયા જણ સેવે રાચી રે લઘુ બાંધવો હરિભદ્રનો કલિયુગમાં એ થયો બીજો રે છતા યથા૨થ ગુણ સુણી કવિયણ બુધ કો મત ખીજો રે. સંવેગી-સિરસેહરો ગુરુ જ્ઞાનરયણનો દરિયો રે કુમત-તિમિર ઉચ્છેદિવા એતો બાલારૂણ દિનકરિયો રે. કાન્તિવિજયકૃત સુજસવેલિભાસ. વાણી વાચક જશ તણી કોઈ નયે ન અધૂરી રે. Jain Education International - સ્વકૃત શ્રીપાલરાસ ખંડ ૪ ઢાલ ૧૨. ૯૩૫. ઉપર જણાવેલ (પારા ૯૧૩-૧૫) આનંદઘનજી ‘મારગ ચલત ચલત ગાત આનંઘન પ્યારે, રહત આનંદ ભરપૂર' એવી મસ્ત દશામાં વિહરતા હતા. લોકોત્તર કાંતિવાળા, સુમતિ સખીનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy