SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ દૃષ્ટિઓની સજ્ઝાય આદિ ગ્રંથોમાં અનુકરણ કરેલ છે.) જૈન દર્શન સાથે પાતંજલ યોગદર્શનનું સાદેશ્ય અન્ય સર્વ દર્શનોની અપેક્ષાએ અધિક છે. તે સાદૃશ્ય (૧) શબ્દનું, (૨) વિષયનું અને (૩) પ્રક્રિયાનું એમ મુખ્યતયા ત્રણ પ્રકારનું છે. (૧) મૂલ યોગસૂત્રમાં જ નહિ પરંતુ તેના ભાષ્ય સુધ્ધામાં એવા અનેક શબ્દ છે કે જે જૈનેતર દર્શનોમાં પ્રસિદ્ધ નથી યાતો ઓછા પ્રસિદ્ધ છે, જ્યારે જૈનશાસ્ત્રમાં ખાસ પ્રસિદ્ધ છે. જેવા કે ભવપ્રત્યય, સવિતર્ક, સવિચાર, નિર્વિચાર, મહાવ્રત, કૃત કારિત અનુમોદિત, પ્રકાશાવરણ, સોપક્રમ, નિરુપક્રમ, વજ્રસંહનન, કેવલી, કુશલ, જ્ઞાનાવરણીય કર્મ, સભ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સર્વજ્ઞ, ક્ષીણકલેશ, ચરમદેહ આદિ (સરખાવો યોગસૂત્ર અને તત્ત્વાર્થ). (૨) વિષયોમાં પ્રસુપ્ત તનુ આદિ ક્લેશાવસ્થાઓ, પાંચ યમ, યોગજન્ય વિભૂતિ, સોપક્રમ નિરુપક્રમ કર્મનું સ્વરૂપ તથા તેનાં દૃષ્ટાંત, અનેક કાર્યોનું નિર્માણ આદિ. (૩) પ્રક્રિયામાં-પરિણામિ-નિત્યતા અર્થાત્ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય રૂપે ત્રિરૂપ વસ્તુ માની તદનુસાર ધર્મધર્મીનું વિવેચન. આ રીતે જણાતી વિચારસમતાના કારણે હરિભદ્રસૂરિ જેવા જૈનાચાર્યે મહર્ષિ પતંજલિ પ્રતિ હાર્દિક આદર પ્રકટ કરી પોતાના યોગગ્રંથોમાં ગુણ-ગ્રાહકતાનો નિર્ભીક પરિચય આપ્યો છે. (જુઓ યોગબિંદુ શ્લો૦ ૬૬ ઉ૫૨ અને યોગ દૃષ્ટિ સમુચ્ચય શ્લો. ૧૦ ઉપર ટીકા.) અને સ્થળે સ્થળે પતંજલિના યોગશાસ્ત્રગત ખાસ સાંકેતિક શબ્દોને જૈન સંકેતો સાથે સરખાવી સંકીર્ણ દૃષ્ટિવાળાને માટે એકતાનો માર્ગ ખોલ્યો છે. (જુઓ યોગબિંદુ શ્લો. ૪૧૮, ૪૨૦). યશોવિજયે પતંજલિ પ્રત્યે આદર બતાવી (જુઓ યોગાવતાર દ્વાત્રિંશિકા) હરિભદ્રસૂરિના સૂચિત એકતાના માર્ગને વિશેષ વિશાલ બનાવી પતંજલિના યોગસૂત્રને જૈન પ્રક્રિયાની અનુસાર સમજાવવાને થોડો પણ માર્મિક પ્રયાસ કર્યો છે (જુઓ પાતંજલ સૂત્ર વૃત્તિ) એટલું જ નહિ બલ્કે પોતાની દ્વાત્રિંશિકાઓ (બત્રીશીઓ)માં તેમણે પતંજલિના યોગસૂત્રગત કેટલાક વિષયો પર ખાસ બત્રીશીઓ (નામે પાતંજલયોગલક્ષણવિચાર, ઈશાનુગ્રહવિચાર, યોગાવતાર, ક્લેશહાનોપાય અને યોગમહાત્મ્ય દ્વાત્રિંશિકાઓ) રચી છે.પ ૪૧૮ ૫૩૪. પંડિતવર્ય શ્રી સુખલાલજીની ‘યોગદર્શન તથા યોગવિંશિકા'ની હિંદી પ્રસ્તાવના પરથી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy